શોધખોળ કરો

રાજ્યમાં HMPVનો વધુ એક કેસ નોંધાયો, મહેસાણાનાં 69 વર્ષીય વૃદ્ધાનો રિપોર્ટ પોઝિટિવ

ગુજરાતમાં HMPVનો પ્રથમ પોઝિટિવ કેસ 6 જાન્યુઆરીએ સામે આવ્યો હતો

રાજ્યમાં વધુ એક HMPVનો પોઝિટિવ કેસ નોંધાતાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ કેસનો આંક સાત પર પહોંચ્યો હતો. અમદાવાદમાં જે પોઝિટિવ કેસ નોંધાયો છે તે 69 વર્ષીય મહિલા દર્દી મૂળ મહેસાણા જિલ્લાનાં વિજાપુર તાલુકાનાં છે. તેઓને હાલમાં અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. દર્દીની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. 18 જાન્યુઆરીના રોજ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં અને તેમનો રિપોર્ટ કરાવતાં પોઝિટિવ આવ્યો હતો.

ગુજરાતમાં HMPVનો પ્રથમ પોઝિટિવ કેસ 6 જાન્યુઆરીએ સામે આવ્યો હતો. વાસ્તવમાં એ કેસ ચાંદખેડાની ખાનગી હોસ્પિટલમાં 26 ડિસેમ્બરે જ નોંધાઈ ચૂક્યો હતો, જોકે હોસ્પિટલે પ્રશાસનને જાણ મોડી કરતા 6 જાન્યુઆરીએ કેસ સામે આવ્યો હતો. આ મામલે હૉસ્પિટલે તંત્રને અવગત ન કરાતાં AMC આરોગ્ય અધિકારીએ નોટિસ પાઠવી હૉસ્પિટલ સત્તાધીશો પાસેથી સમગ્ર મામલે ખુલાસો માંગ્યો હતો. 

HMPVનો બીજો કેસ હિંમતનગરથી સામે આવ્યો હતો. જેમાં હિંમતનગરની ખાનગી હૉસ્પિટલમાં સારવાર હેઠળના આઠ વર્ષના બાળકનો HMPVનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બાળક પ્રાંતિજ તાલુકાના એક ગામનો છે. HMPVનો ત્રીજો કેસ અમદાવાદથી સામે આવ્યો હતો. જેમાં વસ્ત્રાપુરમાં રહેતા 80 વર્ષીય વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ચોથો કેસ અમદાવાદમાં નોંધાયો હતો. જેમાં અમદાવાદમાં 9 મહિનાના એક બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બાળકને વિહા ચિલ્ડ્રન હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ

11 જાન્યુઆરી, 2025એ અમદાવાદમાં મૂળ કચ્છના રહેવાસી 59 વર્ષીય આધેડનો HMPV રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. કૃષ્ણનગર વિસ્તારમાં ચાર વર્ષીય બાળકનો HMPVનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

વાયરસના લક્ષણો

આ વાયરસને હ્યુમન મેટાન્યૂમો વાયરસ એટલે કે HMPV કહેવામાં આવે છે, જેના લક્ષણો (HMPV Virus Symptoms) સામાન્ય શરદી-ખાંસી જેવા જ હોય​ છે. સામાન્ય કિસ્સાઓમાં તે ઉધરસ અથવા ગળામાં ખારાશ, વહેતું નાક અથવા ગળામાં દુ:ખાવાનું કારણ બને છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ HMPV કોઈ નવો વાયરસ નથી.                                                                    

Health Tips: મહિલાઓમાં ઝડપથી વધી રહી છે PCOSની બીમારી, સ્વામી રામદેવે જણાવ્યા તેનાથી બચવાના ઉપાય 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે માવઠાની આગાહી: 18 થી 20 માર્ચ સુધી પલટાશે વાતાવરણ, જાણો ક્યાં પડશે વરસાદ
ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે માવઠાની આગાહી: 18 થી 20 માર્ચ સુધી પલટાશે વાતાવરણ, જાણો ક્યાં પડશે વરસાદ
ગેસ બુકિંગમાં મુશ્કેલી આવે છે? આ નંબર પર કરો કોલ, ગુજરાત સરકારે જાહેર કરી નવી હેલ્પલાઈન
ગેસ બુકિંગમાં મુશ્કેલી આવે છે? આ નંબર પર કરો કોલ, ગુજરાત સરકારે જાહેર કરી નવી હેલ્પલાઈન
ગુજરાતમાં LPG અને કેરોસીન વિતરણ માટે નવા નિયમો લાગુ: જાણો કોને, કેટલો ગેસ મળશે
ગુજરાતમાં LPG અને કેરોસીન વિતરણ માટે નવા નિયમો લાગુ: જાણો કોને, કેટલો ગેસ મળશે
Ahmedabad News: બાપુનગરમાં ટ્યૂશન ક્લાસમાં બેસવા બાબતે વિદ્યાર્થી પર છરી વડે હુમલો
Ahmedabad News: બાપુનગરમાં ટ્યૂશન ક્લાસમાં બેસવા બાબતે વિદ્યાર્થી પર છરી વડે હુમલો

વિડિઓઝ

Ahmedabad news: અમદાવાદના બાપુનગરમાં ધો.11માં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર હુમલો
Surat news: સુરતના પાંડેસરામાં ચાર વિદ્યાર્થીઓએ એક વિદ્યાર્થી પર છરીથી કર્યો હુમલો
LPG Cylinder Shortage: PNG અને LPG કનેક્શન પર રાજ્ય સરકારનો મોટો નિર્ણય
Surat Police: પોલીસના નામે તોડ કરતી ગેંગ આવી પોલીસ સકંજામાં
LPG Cylinder Shortage: રાજ્યમાં LPG સિલિન્ડરના ગોડાઉન પર રહેશે પોલીસનો પહેરો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પશ્ચિમ બંગાળમાં BJP એ 144 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, મમતા સામે આ દિગ્ગજ નેતાને આપી ટિકિટ 
પશ્ચિમ બંગાળમાં BJP એ 144 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, મમતા સામે આ દિગ્ગજ નેતાને આપી ટિકિટ 
ગેસ સંકટ થશે દૂર: હોર્મુઝની ખાડી પાર કરી LPG ભરેલું જહાજ 'શિવાલિક' મુન્દ્રા પોર્ટ પહોંચ્યું, ભારતની કૂટનીતિની મોટી જીત
ગેસ સંકટ થશે દૂર: હોર્મુઝની ખાડી પાર કરી LPG ભરેલું જહાજ 'શિવાલિક' મુન્દ્રા પોર્ટ પહોંચ્યું, ભારતની કૂટનીતિની મોટી જીત
Kerala BJP Candidates List: કેરળમાં ભાજપે 47 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, જાણો કોને-કોને મળી ટિકિટ 
Kerala BJP Candidates List: કેરળમાં ભાજપે 47 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, જાણો કોને-કોને મળી ટિકિટ 
RCB ફેન્સ માટે ખુશખબરી! બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે IPL મેચ, કર્ણાટક સરકારે આપી મંજૂરી 
RCB ફેન્સ માટે ખુશખબરી! બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે IPL મેચ, કર્ણાટક સરકારે આપી મંજૂરી 
Surat News: સુરતમાં ધોરણ 10 ના વિદ્યાથી પર છરી વડે હુમલો, બોર્ડ પરીક્ષાના બાકીના પેપર નહીં આપી શકે
Surat News: સુરતમાં ધોરણ 10 ના વિદ્યાથી પર છરી વડે હુમલો, બોર્ડ પરીક્ષાના બાકીના પેપર નહીં આપી શકે
...તો LPG સિલિન્ડર બુધવાર સુધી જમા કરાવવા પડશે, રાજ્ય સરકારનું મોટું નિવેદન
...તો LPG સિલિન્ડર બુધવાર સુધી જમા કરાવવા પડશે, રાજ્ય સરકારનું મોટું નિવેદન
1 એપ્રિલથી મોંઘો થઈ જશે FASTagનો વાર્ષિક પાસ, હાલમાં સસ્તામાં લેવાની છે તક, જાણો પ્રોસેસ

Embed widget