ABP-CVoter Opinion Poll: ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસને લાગશે મોટો ઝટકો, AAPનું ખાતું પણ નહીં ખુલે
ABP-CVoter Opinion Poll: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉત્તર ગુજરાતની બેઠકો પર આ વખતે સૌની નજર રહેલી છે. એબીપી સી વોટર ઓપિનિયન પોલમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે
ABP-CVoter Opinion Poll: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉત્તર ગુજરાતની બેઠકો પર આ વખતે સૌની નજર રહેલી છે. એબીપી સી વોટર ઓપિનિયન પોલમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. વિપુલ ચૌધરીની ધરપકડ બાદ ચૌધરી સમાજ નારાજ જોવા મળ્યો હતો અને અર્બુદા સેના દ્વારા વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યુ હતું, એક સમયે અર્બુદા સેના આમ આદમી પાર્ટીને સમર્થન આપશે તેવી પણ વાત સામે આવી હતી. જો કે છેલ્લી ઘડીએ આ આયોજન મોકુફ રહ્યું હતું.
આ વખતે આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી ઉત્તર ગુજરાતના સમિકરણો બદલાશે કે નહીં તેને લઈને પણ લોકોમાં ચર્ચા છે. આ અંગે ઉત્તર ગુજરાતના મતદારોના મનમાં શું ચાલી રહ્યું છે તે જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે ઉત્તર ગુજરાતમાં કુલ 32 બેઠકો આવેલી છે. ABP-CVoter Opinion Poll માં સામે આવ્યું છે કે આ વખતે બીજેપીને 32માંથી 20થી 24 બેઠકો મળી શકે છે જ્યારે કોંગ્રેસના ફાળે 8થી 12 અને આમ આદમી પાર્ટીને 0થી 1 અને અન્યને 0થી 1 બેઠક મળી શકે છે. જો વોટ શેરની વાત કરીએ તો બીજેપીને 43.90 ટકા,કોંગ્રેસને 31.10 ટકા, આમ આદમી પાર્ટીને 19.60 ટકા અને અન્યને 5.30 ટકા મત મળી શકે છે. તમને જણાવી દઈએ કે, 2017 મા કોંગ્રેસને 44.9 ટકા મત મળ્યા હતા જ્યારે બીજેપીને 45.1 ટકા મત મળ્યા હતા. આમ 2022માં કોંગ્રેસને નુકસાન અને બીજેપીને ફાયદો થઈ રહ્યો છે.
મધ્ય ગુજરાતમાં કોંગ્રેસ અને બીજેપીના વોટ શેરમાં થયો ઘટાડો
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મધ્ય ગુજરાતની બેઠકો પર આ વખતે સૌની નજર રહેલી છે. એબીપી સી વોટર ઓપિનિયન પોલમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. મધ્ય ગુજરાતમાં બીજેપી અને કોંગ્રેસ બન્નેના વોટ શેરમાં ઘટાડો થાય તેવી શક્યતા. આ વખતે આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી મધ્ય ગુજરાતના સમિકરણો બદલાશે કે નહીં તેને લઈને પણ લોકોમાં ચર્ચા છે. આ અંગે મધ્ય ગુજરાતના મતદારોના મનમાં શું ચાલી રહ્યું છે તે જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે મધ્ય ગુજરાતમાં કુલ 61 બેઠકો આવેલી છે. ABP-CVoter Opinion Poll માં સામે આવ્યું છે કે આ વખતે બીજેપીને 61માંથી 45થી 49 બેઠકો મળી શકે છે જ્યારે કોંગ્રેસના ફાળે 10થી 14 અને આમ આદમી પાર્ટીને 0થી 2 અને અન્યને 0થી 2 બેઠક મળી શકે છે.
જો વોટ શેરની વાત કરીએ તો બીજેપીને 2017માં 5.9 ટકા મત મળ્યા હતા જ્યારે 2022માં 48.2 મત મળી શકે છે. આમ બીજેપીને - 2.7 ટકાની ખોટ જઈ શકે છે. કોંગ્રેસને 2017મા 39.1 ટકા મત મળ્યા હતા તો 2022માં 25.4 ટકા મત મળશે. આમ કોંગ્રેસને -13.7 ટકા મતની ખોટ જઈ રહી છે. તો આમ આદમી પાર્ટીને 2017માં 0 ટકા મત મળ્યા હતા જેમાં આ વખતે વધારો થવા જઈ રહ્યો છે 2022માં આપને 20.2 ટકા મત મળશે, જ્યારે અન્યને 2017માં 10 ટકા મત મળ્યા હતા જે 2022માં 6.2 ટકા મળશે. આમ અન્યને -3.8 ટકાની ખોટ જશે. 18.80 ટકા અને અન્યને 5.60 ટકા મત મળી શકે છે.
દક્ષિણ ગુજરાતમાં કઈ પાર્ટીને લાગશે ઝટકો
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં દક્ષિણ ગુજરાતની બેઠકો પર આ વખતે બીજેપીને ઝટકો લાગી રહ્યો છે. એબીપી સી વોટર ઓપિનિયન પોલમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. આમ આદમી પાર્ટી સુરતમાં મજબૂત પકડ બનાવી રહી છે તો તાપી વિસ્તારમાં ટ્રાયબલ બેટમાં સમીરરણો બદલાઈ તેવી પણ શક્યતાઓ છે. આ વખતે આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી દક્ષિણ ગુજરાતના સમિકરણો બદલાશે તે નક્કી છે. આ અંગે દક્ષિણ ગુજરાતના મતદારોના મનમાં શું ચાલી રહ્યું છે. તમને જમાવી દઈએ કે દક્ષિણ ગુજરાતમાં કુલ 35 બેઠકો આવેલી છે. ABP-CVoter Opinion Poll માં સામે આવ્યું છે કે આ વખતે બીજેપીને 35માંથી 27થી 31 બેઠકો મળી શકે છે જ્યારે કોંગ્રેસના ફાળે 2થી 6 અને આમ આદમી પાર્ટીને 1થી 3 અને અન્યને 0થી 1 બેઠક મળી શકે છે. જો વોટ શેરની વાત કરીએ તો બીજેપીને 49.30 ટકા,કોંગ્રેસને 26.20 ટકા, આમ આદમી પાર્ટીને 18.80 ટકા અને અન્યને 5.60 ટકા મત મળી શકે છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્ર અને કચ્છના મતદારોનો મિજાજ મહત્વનો ભાગ ભજવે છે. આ વખતે આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી ગુજરાતના સમિકરણો બદલાશે તે નક્કી છે. આ અંગે સૌરાષ્ટ્ર અને કચ્છના મતદારોના મનમાં શું ચાલી રહ્યું છે. તમને જમાવી દઈએ કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં 54 બેઠકો આવેલી છે. ABP-CVoter Opinion Poll માં સામે આવ્યું છે કે આ વખતે બીજેપીને 54માંથી 38થી 42 બેઠકો મળી શકે છે જ્યારે કોંગ્રેસના ફાળે 4થી 8 અને આમ આદમી પાર્ટીને 7થી 9 અને અન્યને 0થી 1 બેઠક મળી શકે છે. જો વોટ શેરની વાત કરીએ તો 41.9 ટકા બીજેપીને, 23.50 ટકા કોંગ્રેસને, 27.80 ટકા આમ આદમી પાર્ટીને અને 6.7 ટકા અન્યને મળી શકે છે.
આ સમયે ક્યો મુદ્દો સૌથી મહત્વનો છે?
વર્તમાન ગુજરાત સરકારની કામગીરીને કેટલા ટકા આપશો?
સારી= 46.9%
સરેરાશ= 22.6%
ખરાબ= 30.5%
ટોટલ= 100%
મુખ્યમંત્રીની કામગીરીને કેટલા ટકા આપશો?
સારી= 46.1%
સરેરાશ= 26.8%
ખરાબ= 27.1%
ટોટલ= 100%
પ્રધાનમંત્રી મોદીના પર્ફોમન્સને કેટલા ટકા આપશો?
સારી= 65.3%
સરેરાશ= 14.6%
ખરાબ= 20.1%
ટોટલ= 100%
નોંધઃ સી-વોટરે ઓક્ટોબરમાં abp ન્યૂઝ માટે આ સર્વે કર્યો છે. સર્વેના પરિણામો સંપૂર્ણપણે લોકો સાથેની વાતચીત અને તેમના દ્વારા વ્યક્ત કરાયેલા અભિપ્રાય પર આધારિત છે. એબીપી ન્યૂઝ આ માટે જવાબદાર નથી.