(Source: ECI/ABP News/ABP Majha)
Gujarat Assembly Election Result : પ્રારંભિક વલણમાં ગુજરાતમાં બીજેપી 100 સીટ પર આગળ, મત ગણતરી ચાલુ
Gujarat Assembly Election Result : આમ આદમી પાર્ટી માત્ર 3 સીટો પર જ આગળ નીકળી શકી છે. એક સીટ બીજાના ખાતામાં જતી જોવા મળી રહી છે.
Gujarat Assembly Election Result: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રારંભિક વલણો ફરી બદલાવા લાગ્યા છે. ભાજપ હવે 122 સીટો પર આગળ છે. કોંગ્રેસ 56 સીટો પર આગળ છે. બીજી તરફ આમ આદમી પાર્ટી માત્ર 3 સીટો પર જ આગળ નીકળી શકી છે. એક સીટ બીજાના ખાતામાં જતી જોવા મળી રહી છે.
#GujaratElections | BJP's Hardik Patel (in file photo) leading in the Viramgam Assembly seat, Congress leader Lakhabhai Bharwad trailing pic.twitter.com/5hJvwdNWTf
— ANI (@ANI) December 8, 2022
ગુજરાત ચૂંટણી પરિણામ લાઈવ જોવા અહીં ક્લિક કરો : Live Updates
ગુજરાત વિધાનસભા ચૂંટણીના ટ્રેન્ડ આવવા લાગ્યા છે. પોસ્ટલ બેલેટ ટ્રેન્ડમાં ભાજપને બહુમતી મળી છે. જ્યારે કોંગ્રેસ સંકોચાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. ટ્રેન્ડમાં ભાજપ 125 સીટો પર આગળ છે. જ્યારે કોંગ્રેસ 52 સીટો પર આગળ છે. આ સાથે આમ આદમી પાર્ટી પણ 4 સીટો પર આગળ ચાલી રહી છે. 1 બેઠક પર અપક્ષ ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. બીજી તરફ હિમાચલ પ્રદેશની વાત કરીએ તો અહીં પણ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જબરદસ્ત મુકાબલો જોવા મળી રહ્યો છે. હિમાચલ વિધાનસભાની 68માંથી 33 બેઠકો પર ભાજપે લીડ જાળવી રાખી છે. કોંગ્રેસ પણ 33 સીટો પર આગળ છે. AAP એક પણ સીટ પર આગળ નથી. 2 બેઠકો પર અપક્ષ ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે.
ગુજરાતમાં 27 વર્ષથી ભાજપની સરકાર છે
રાજ્યમાં છેલ્લા 27 વર્ષથી ભાજપની સરકાર છે. ગુજરાતમાં ભાજપનું અગાઉનું શ્રેષ્ઠ પ્રદર્શન 2002માં હતું, જ્યારે તેણે 182 સભ્યોની વિધાનસભામાં 127 બેઠકો જીતી હતી. ગુજરાતમાં પરંપરાગત રીતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સ્પર્ધા રહી છે, પરંતુ આ વખતે AAP મેદાનમાં ઉતરતા ત્રિકોણીય બની છે. જો કે, એક્ઝિટ પોલના અનુમાનમાં કહેવામાં આવ્યું છે કે ભાજપને મોટી જીત મળશે.
શું હિમાચલમાં ઉલટફેર થશે?
હિમાચલ પ્રદેશમાં 1985 થી, કોઈપણ પક્ષ સતત બે વિધાનસભા ચૂંટણી જીતી શક્યો નથી. જો આ પહાડી રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી સત્તામાં રહેશે તો તે એક રેકોર્ડ હશે. હિમાચલ પ્રદેશના એક્ઝિટ પોલમાં પણ ભાજપની જીતની આગાહી કરવામાં આવી છે. એબીપી ન્યૂઝ સી-વોટરના એક્ઝિટ પોલ મુજબ, હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં ભાજપને 33-41 બેઠકો, કોંગ્રેસને 24-32 બેઠકો, AAPને શૂન્ય અને અન્યને 0-4 બેઠકો મળવાની ધારણા છે.