શોધખોળ કરો

Gujarat Assembly Elections: ભાજપ સરકાર ઘમંડમાં છે, ગુજરાતના લોકો બીજેપીને સબક શીખવે: અશોક ગેહલોત

Gujarat Assembly Elections: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે વિધિવત પ્રચાર શરૂ કરી દીધો છે. આજે રાધનપુર ખાતે કોગ્રેસનું મહા સંમેલન યોજાયું હતું. રાજસ્થાનનાના અધ્યક્ષ સ્થાને આ સંમેલન યોજાયુ હતું.

Gujarat Assembly Elections: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે વિધિવત પ્રચાર શરૂ કરી દીધો છે. આજે રાધનપુર ખાતે કોગ્રેસનું મહા સંમેલન યોજાયું હતું. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના અધ્યક્ષ સ્થાને આ સંમેલન યોજાયુ હતું. જેમાં કોંગ્રેસ ગૂજરાત પ્રદેશ અઘ્યક્ષ જગદીશ ઠાકોર. સિધ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોર રાધનપુરના ધારાસભ્ય રઘુ દેસાઈ સહીત નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા.

 

આ અવસરે અશોક ગેહલોતે કહ્યું કે, ગુજરાતમાં કોરોના કારણે ભાજપે પોતાની સરકાર બદલવી પડી હતી. કોરોનામાં લોકો ઓક્સિજન વિના મરી ગયા. કોરોના સમયમાં સરકાર ફેલ થતા મુખ્ય મંત્રી બદલવા પડ્યા. કોગ્રેસના નેતા દેશ માટે શહીદ થયા છે. કોગ્રેસ પાર્ટી ગરીબોની પાર્ટી છે. મારી દીકરીની સાસરું રાધનપુર છે. રાજસ્થાનમાં અમારી સરકારે આરોગ્ય સેવા મફત કરી છે. કર્મચારીઓ માટે અમે ઓલ્ડ પેન્સન યોજના લાગુ કરી છે. રાજસ્થાનમાં એક કરોડ લોકોને પેન્શન યોજનાથી જોડ્યા છે. ભાજપ સરકારના શાસનમાં દેશની હાલત ખરાબ થઇ છે. ભાજપ સરકાર ઘમંડમાં છે ત્યારે ગુજરાત ભાજપને સબક શીખવે. આમ આદમી પાર્ટી જૂઠા વાયદા કરે છે. પંજાબમાં તેમની સરકાર ફેલ થઈ છે. 

તો બીજી તરફ અસલમ સાયકલ વાલાએ કહ્યું કે, ગુજરાતના ગામડામાં કોગ્રેસ મજબૂત છે. શહેરના વેપારીઓ ભાજપથી ડરે છે તેના કારણે શહેરમાં ભાજપ જીતે છે. દેશમાં પત્રકારો અને લેખકોને જેલમાં મોકલવામાં આવે છે. યુપીમાં બુલ્ડોઝર રાજ છે, ગમે તેનું મકાન પાડી શકે છે. લોકતંત્રની રક્ષા કોગ્રેસે કરી છે. આજ પણ કરી રહી છે. દેશમાં જનતાનું રાજ કોગ્રેસે લાવ્યું છે.

 કૉંગ્રેસ દિવાળી પછી જાહેર કરશે ઉમેદવારોની પ્રથમ યાદી

ગુજરાત વિધાનસભાના ચૂંટણી જંગને આડે બસ ગણતરીના જ દિવસ બાકી છે.  ગમે ત્યારે ચૂંટણીની તારીખ જાહેર થઈ શકે છે.   ત્યારે ઉમેદવારોની પસંદગીને લઈ કૉંગ્રેસે કવાયત પણ શરૂ કરી દીધી છે.  ઉમેદવારોની પસંદગીને લઈ દિલ્હીમાં કૉંગ્રેસ મંથન કરશે. 19 થી 21 ઓક્ટોબર સુધી સ્ક્રીનિંગ કમિટીની બેઠક યોજાશે. બાદમાં સેન્ટ્રલ ઈલેક્શન કમિટીની બેઠક યોજાશે. આ બેઠકમાં ઉમેદવારોના નામની યાદીને આખરી ઓપ અપાશે.  દિવાળી બાદ કૉંગ્રેસ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી શકે છે.  બેઠકમાં હાજરી આપવા માટે ગુજરાત કૉંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર, નેતા વિપક્ષ સુખરામ રાઠવા અને પ્રદેશ પ્રભારી રઘુ શર્મા દિલ્હી જશે.   કૉંગ્રેસ ગુજરાતમાં પાંચ યાત્રાઓ કાઢશે.  અમદાવાદના સાબરમતી આશ્રમથી યાત્રાઓની શરૂઆત થશે.  

ગુજરાતમાં AAPને કેટલી મળશે સીટ, કેજરીવાલે પોતે જ કર્યો ખુલાસો

ભાવનગરમાં આમ આદમી પાર્ટીના સી.એમ અરવિંદ કેજરીવાલ અને ભગત માનનું આગમન થયું હતું. વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સતત ત્રીજી વખત અરવિંદ કેજરીવાલ ભાવનગરના પ્રવાસે પહોંચ્યા છે. શહેરના ચિત્રા સ્વામિનારાયણ મંદિર પાસે આવેલ ગ્રાઉન્ડમાં જાહેર સભાને સંબોધી હતી.  આ દરમિયાન તેમણે કહ્યું કે, ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન આપવાની માગ કરી હતી. આ ઉપરાંત તેમણે ગુજરાતમાં થયેલા વિવિધ આંદોલનો દરમિયાન જે લોકો પર કેસ કરવામાં આવ્યા છે તે પાછા ખેંચવાની જાહેરાત કરી છે. કેજરીવાલે કહ્યું કે, બધા લોકોના કેસ પાછા ખેંચવામાં આવશે અને તેમને જેલ મુક્ત કરવામાં આવશે. આ તેમણે આઈબીના રિપોર્ટનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યુ કે, આઈબીના રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને 92થી 93 સીટો મળી રહી છે.આ ઉપરાંત અરવિંદ કેજીરવાલે કહ્યું કે, ગુજરાતને ડબલ એન્જિનની નહીં પરંતુ નવા એન્જિનની જરૂર છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્તKhyati Hospital Scam: કુખ્યાત ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં વધુ એક મહત્વની માહિતી ક્રાઈમબ્રાંચને હાથ લાગીWeather Update : ગજરાતમાં ઠંડી હજી વધશે? જુઓ હવામાન વિભાગની લેટેસ્ટ આગાહીRajkot News: રાજકોટ મહાનગરપાલિકાની કચરાના નિકાલ મુદ્દેની કામગીરી આવી શંકાના દાયરામાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?
EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?
રાજ્યમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમથી ૩.૦૭ કરોડથી વધુને થયો લાભ, ૯૯ ટકાથી વધુ અરજીનો નિકાલ
રાજ્યમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમથી ૩.૦૭ કરોડથી વધુને થયો લાભ, ૯૯ ટકાથી વધુ અરજીનો નિકાલ
​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?
​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?
Embed widget