શોધખોળ કરો
Advertisement
ગુજરાતના પોરબંદર દરિયાઈ સીમામાં ATSએ ડ્રગ્સ માફીયાઓની આખે આખી બોટ ફૂંકી મારી, કારણ જાણીને ચોંકી જશો
પોરબંદરઃ લોકસભા ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ગુજરાતમાં ઘૂસાડાતાં કરોડોના હિરોઈન કૌભાંડનો પદાર્ફાશ થયો છે. ગુજરાતની દરિયાઈ જળસીમા પોરબંદર નજીક ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટ ગાર્ડની ટીમે નવ ડ્રગ્સ માફિયાઓને ઝડપી લીધા છે.
એટીએસની ટીમે દરિયામાં શંકાસ્પદ પ્રવૃત્તિની બાતમીના આધારે કોસ્ટગાર્ડની મદદથી ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસ અને કોસ્ટગાર્ડની ટીમોએ હિરોઈન ભરેલા જહાજને ઘેરી લેતાં માફિયાઓએ વિસ્ફોટ કરી જહાજને ઉડાવી દીધું હતું. આશરે 100 કિલો હિરોઈન ગુજરાતમાં લવાતું હતું તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું. એટીએસની અને કોસ્ટગાર્ડની ટીમોએ ડ્રગ્સ માફિયાની પુછપરછ શરૂ કરી છે.
પાકિસ્તાનના ગવાદીયર પોર્ટ પરથી હિરોઈન મોકલાયું હોવાનું સામે આવ્યું છે. પાકિસ્તાનના હમીદ મલિક નામના શખ્સે મોકલ્યું હતું. ઝડપાયેલા તમામ નવ શખ્સ ઈરાની નાગરીક હોવાની વાત સામે આવી છે. ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા વધુ પૂછપરછ હાથ ધરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
ક્રાઇમ
એસ્ટ્રો
Advertisement
gujarati.abplive.com
Opinion