શોધખોળ કરો
Advertisement
સી.આર. પાટીલે કચ્છમાં ભાજપના કયા દિગ્ગજ નેતા પર કટાક્ષ કરતા સભામાં વ્યાપી ગયો સન્નાટો?
પાટીલે કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે, વાસણભાઈ તમે ભરોસો કરો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર પર. બીજા બધા પર ભરોસો રાખવાની જરૂર નથી.
ભુજઃ આજે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ કચ્છની મુલાકાતે આવ્યા છે. ત્યારે ભુજમાં સરપંચ સંવાદ કાર્યક્રમમાં સી.આર.પાટીલે ભાજપના દિગ્ગજ નેતા અને રાજ્ય કક્ષાના મંત્રી વાસણ આહીર પર કટાક્ષ કર્યો હતો. ભાજપના કાર્યકરો પર વિશ્વાસ રાખવા કટાક્ષ કર્યો હતો. તેમના નિવેદનને કારણે સભા સ્થળે સન્નાટો વ્યાપી ગયો હતો.
પાટીલે કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે, વાસણભાઈ તમે ભરોસો કરો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર પર. બીજા બધા પર ભરોસો રાખવાની જરૂર નથી. નોંધનીય છે કે, સી.આર. પાટીલની કચ્છ મુલાકાત પહેલા જ ભાજપમાં ભંગાણ થયું હતું. ગુજરાત ભાજપ ડેટા સેલના પૂર્વ કન્વીનર અને નખત્રાણાના નેતા ભરત સોનીએ રાજીનામું આપી દીધું છે.
જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્યના રાજીનામા બાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નવાજૂની શક્યતાઓ જોવાઇ રહી છે. ભરત સોનીએ પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલને રાજીનામું ધરી દીધું છે. તેમજ પાર્ટીમાંથી અંગત કારણે રાજીનામું આપ્યાનું જણાવ્યું છે. તેમજ રાજીનામું સ્વીકારવા વિનંતી કરવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
દેશ
Advertisement