શોધખોળ કરો
Advertisement
ગુજરાત બજેટઃ ગૌપાલકો અને ખેડૂતો માટે શું થઈ જાહેરાત ? જાણો
રાજ્ય સરકારે અંદજે 50 હજાર ખેડુતો માટે ગાયદીઠ મહિને રૂપિયા 900ના નિભાવ ખર્ચની બજેટમાં જાહેરાત કરી છે.
ગાંધીનગરઃ રાજ્યના નાણામંત્રી નીતિન પટેલે આજે વર્ષ 2020-21નું બજેટ રજૂ કર્યુ હતું. નીતિન પટેલે આઠમી વખત ગુજરાતનું બજેટ રજૂ કર્યુ. જેમાં તેમણે ખેડૂતોને લઈ મોટી જાહેરાત કરવામાં આવી હતી.
ગાય આધારિત ખેતી કરતા ખેડૂતોને શું મળ્યું બજેટમાં રાજ્યના ખેડુતો ગાયનું સંવર્ધન કરે અને ગાય આધારિક ખેતી તરફ વળે તે માટે રાજ્ય સરકારે અંદજે 50 હજાર ખેડુતો માટે ગાયદીઠ મહિને રૂપિયા 900ના નિભાવ ખર્ચની બજેટમાં જાહેરાત કરી છે. આ મુજબ હવે દર વર્ષે ખેડુતોને ગાય દીઠ, રૂ.10800નો નિભાવ ખર્ચ સરકાર તરફથી આપવામાં આવશે. આ ઉપરાંત ખેડુતોને હળવા ભારવાહક ખરીદીમાં પણ રૂ. 50000ની સહાય કરવામાં આવશે. ઉપરાંત ખેડૂત તેના ખેતરમાં એનએ કરાવ્યા વિના ગોડાઉન બનાવી શકશે. તે માટે સરકાર ખેડૂત દીઠ 30 હજારની સહાય કરશે. આ ગોડાઉન ખેડુતે પોતાના ખેતરમાં બનાવવાનું રહેશે અને તેના માટે કોઇપણ પ્રકારની સરકારી મંજૂરી મેળવવી પડશે નહીં.#GujaratBudget pic.twitter.com/pS0hvs0Bnr
— BJP Gujarat (@BJP4Gujarat) February 26, 2020
પશુપાલકોની સહાય માટે 2200 કરોડની જોગવાઇ રાજયના લાખો પશુપાલકોની સહાય માટે યોજના હેઠળ દરેક પશુપાલકને તેમના એક ગાય કે ભેંસ દીઠ, એક પશુના વિયાણ દરમિયાન એક મહિના માટે કુલ 150 કિલોગ્રામ પશુદાણની ખરીદી પર 50 ટકા રકમની સહાય આપવામાં આવશે. રાજ્યની દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓના અંદાજિત 15 લાખ સભાસદ પશુપાલકોને આ યોજનાનો લાભ મળશે. જે માટે કુલ 2200 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.#GujaratBudget pic.twitter.com/JONxLg3Fi5
— BJP Gujarat (@BJP4Gujarat) February 26, 2020
ખેડૂતે ખેતરમાં ગોડાઉન બનાવવા NA નહીં કરાવવું પડે માઈક્રો ઈરીગેશન સિસ્ટમથી સિંચાઈ કરતા ખેડૂત જુથોને પ્રવર્તમાન પીયતના દરમાં 50 ટકા રાહત મળશે. ખેડૂતે ખેતરમાં ગોડાઉન બનાવવું હશે તો તેના માટે એનએ કરાવવાનું નહીં પડે. ખેડૂતને હળવા ભારવાહક વાહનની ખરીદી માટે 50 હજાર સહાય આપવામાં આવશે. ગુજરાત બજેટઃ દેશની પ્રથમ ઓર્ગેનિક એગ્રીકલ્ચર યુનિવર્સિટી ક્યાં સ્થપાશે ? કેટલા કરોડની કરવામાં આવી જોગવાઈ, જાણો ગુજરાત બજેટઃ પોલીસ વિભાગમાં કેટલી ભરતી કરવામાં આવશે ? નીતિન પટેલે શું કરી જાહેરાત, જાણો#GujaratBudget pic.twitter.com/KuFyL9dCGW
— BJP Gujarat (@BJP4Gujarat) February 26, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
શિક્ષણ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion