શોધખોળ કરો

ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણીઃ કોંગ્રેસે 5 ઉમેદવાર કર્યા જાહેર, જાણો કઈ બેઠક પર કોની સામે જામશે જંગ

ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી માટે 16 ઓક્ટોબર ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે. 17 ઓક્ટોબરે ઉમેદવારી પત્ર ચકાસણી થશે.

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને કૉંગ્રેસે આઠ બેઠકો પૈકી પાંચ બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. મોરબી,ધારી, કરજણ,અબડાસા અને ગઢડા બેઠક પરથી કૉંગ્રેસે ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. રવિવારે ભાજપે પણ સાત બેઠક પર ઉમેદવારના નામ જાહેર કર્યા હતા. મોરબી બેઠક પરથી જયંતિ જયરાજને ટિકિટ આપવામાં આવી છે. ધારી બેઠક પરથી કૉંગ્રેસે સુરેશ કોટડિયાને ટિકિટ આપી છે. ગઢડા બેઠક પરથી મોહન સોલંકીના નામની જાહેરાત કરી છે.કરજણ બેઠક પરથી કિરિટસિંહ જાડેજા, અબડાસા બેઠક પરથી શાંતિલાલ સેંઘાણીને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે ડાંગ, કપરાડા અને લીંબડી બેઠકો પર કૉંગ્રેસે હજુ સુઘી ઉમેદવારોના નામ જાહેર નથી કર્યા. કઈ બેઠક પર કયા પક્ષમાં કોણ છે ઉમેદવાર
બેઠક ભાજપના ઉમેદવાર કોંગ્રેસના ઉમેદવાર
ધારી જે.વી. કાકડિયા સુરેશ કોટડિયા
મોરબી બ્રિજેશ મેરઝા જયંતિ જયરાજ
ગઢડા આત્મારામ પરમાર મોહન સોલંકી
કરજણ અક્ષય પટેલ કિરિટસિંહ જાડેજા
અબડાસા પ્રદ્યુમનસિંહ જાડેજા શાંતિલાલ સેંઘાણી
ડાંગ વિજય પટેલ ઉમેદવાર નથી જાહેર કર્યા
કપરાડા જીતુ ચૌધરી ઉમેદવાર નથી જાહેર કર્યા
લીંબડી ઉમેદવાર નથી જાહેર કર્યા ઉમેદવાર નથી જાહેર કર્યા
  ગુજરાતમાં કેમ યોજાઈ રહી છે પેટા ચૂંટણી કોંગ્રેસમાં મોટાપાયે તોડફોડ થતાં માર્ચમાં 5 અને તે પછી ત્રણ ધારાસભ્યો મળીને કોંગ્રેસના કુલ 8 ધારાસભ્યોએ રાજ્યસભાની ચૂંટણી પહેલા રાજીનામા આપ્યા હતા. જેના પગલે આ બેઠકો ખાલી પડી હતી. કપરાડામાંથી જીતુ ચૌધરી, ડાંગમાંથી મંગળ ગાવિત, લીંબડીમાંથી સોમા પટેલ, ગઢડામાંથી પ્રવિણ મારૂ, ધારીમાંથી જે.વી.કાકડીયા, મોરબીમાંથી બ્રિજેશ મેરજા, કરજણમાંથી અક્ષય પટેલ અને અબડાસામાંથી પ્રદ્યુમનસિંહ જાડેજાએ રાજીનામાં આપ્યાં હતાં. જેના કારણે આ બેઠકો પર 3 નવેમ્બરે પેટા ચૂંટણીનું મતદાન યોજાશે. 10 નવેમ્બરે પરિણામ ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી માટે 16 ઓક્ટોબર ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે. 17 ઓક્ટોબરે ઉમેદવારી પત્ર ચકાસણી થશે. 19 ઓક્ટોબર સુધી ઉમેદવારી ફોર્મ પાછા ખેંચી શકાશે. 3 નવેમ્બરે મતદાન થશે અને 10 નવેમ્બરે પરિણામ જાહેર થશે.

ટોપ સ્ટોરી

Gujarat Rain: વરસાદી સિસ્ટમ સક્રિય થતા 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે ધોધમાર
Gujarat Rain: વરસાદી સિસ્ટમ સક્રિય થતા 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે ધોધમાર
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ

Embed widget