શોધખોળ કરો
Gujarat Corona Cases Update: છેલ્લા 24 કલાકમાં 279 નવા કેસ નોંધાયા, સાજા થવાનો દર 97.67 ટકા
રાજ્યમાં અત્યાર સુધી કુલ 2,58,834 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના સંક્રમણમાં સતત ઘટાડો આવી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 279 નવા કેસ નોંધાયા હતા જ્યારે 283 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.67 ટકા પર પહોંચ્યો છે. કોરોના સંક્રમણથી આજે એક પણ મોત થયું નથી. કોરોનાથી અત્યાર સુધી કુલ મૃત્યુઆંક 4400 પર પહોંચ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 2,64,997 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા છે. રાજ્યમાં હાલ 1763 એક્ટિવ કેસ છે, જેમાંથી 29 લોકો વેન્ટિલેટર પર અને 1734 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધ કુલ 2,58,834 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ક્યાં કેટલા કેસ નોંધાયા રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 60, સુરત કોર્પોરેશનમાં 49, વડોદરા કોર્પોરેશનમાં 45, રાજકોટ કોર્પોરેશન 31, વડોદરા 11, આણંદ-7, રાજકોટ-7, ભાવનગર કોર્પોરેશન-6, ગાંધીનગર કોર્પોરેશન, ગીર સોમનાથ અને મહેસાણામાં 5-5 કેસ, ગાંધીનગર, મહિસાગર, મોરબી અને સુરતમાં 4-4 કેસ નોંધાયા હતા. અત્યાર સુધી કેટલા લોકોને અપાઈ રસી ગુજરાતમાં અત્યાર સુધી 7,84,619 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. આજે 17008 લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી. રાજ્યમાં 16 જાન્યુઆરીથી કોરોના રસીકરણ શરુ કરવામાં આવ્યું હતું.
Before You Go
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ





















