શોધખોળ કરો

Gujarat Election 2022: અમિત શાહના કૉંગ્રેસ પર પ્રહાર, કહ્યું-'1990થી સત્તામાં નથી તો પણ કહે છે કૉંગ્રેસનું કામ બોલે છે'

ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામ જાહેર થયા બાદ તમામ રાજકીય પક્ષોએ જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. આજે દેશના ગૃહમંત્રી અમિત શાહે નિઝર વિધાનસભામાં જંગી જનસભા સંબોધી.

Gujarat Election 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામ જાહેર થયા બાદ તમામ રાજકીય પક્ષોએ જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. આજે દેશના ગૃહમંત્રી અમિત શાહે નિઝર વિધાનસભામાં જંગી જનસભા સંબોધી હતી. આ સભા સંબોધતા તેમણે કૉંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું, કૉંગ્રેસ 1990થી સત્તામાં નથી, તો પણ કહે છે કૉંગ્રેસનું કામ બોલે છે. 

અમિત શાહે જનસભા સંબોધતા કહ્યું,  ડો. ગામીતની જીત નિશ્ચિત છે અને નિઝરમાં કમળ ખીલવાનું છે. દરેક જગ્યાએ ભાજપના વિકાસની યાત્રા આગળ વધી છે. હું તો વર્ષોથી આ વિસ્તારમાં આવું છું કોગ્રેસિયાઓ બોર્ડ લગાવે છે કામ બોલે છે અરે ભાઈ 1990થી તમે સત્તામાં નથી તો ક્યાં કામ બોલે છે. આનાથી જુઠી પાર્ટી મે જોઈ નથી. પહેલા લાઈટ આવતી ન હતી નરેન્દ્રભાઈએ 24 કલાક વીજળી પહોચાડી છે. નરેન્દ્રભાઈ દિલ્હીમાં અને અહીં આપણી સરકાર આપણે વિકાસ માંગવા નહીં જવું પડે.

7 લાખ પરિવારની આવક બમણી થઈ

આઝાદીના 75 વર્ષ થયાં આ કોંગ્રેસએ રાષ્ટ્રપતિ આદિવાસી બનાવ્યા નથી પરંતુ ભાજપે આદિવાસી રાષ્ટ્રપતિ બનાવ્યા. આપણા સંવિધાનમાં આદિવાસીઓ માટે એક જોગવાઈ મુકવામાં આવી હતી. બજેટનો હિસ્સો ફાળવવાનો હતો પરંતુ કોંગ્રેસ નહોતી ફાળવતી. કોંગ્રેસ વિકાસની વાત કરે છે ભાઈ તમારા સમયમાં એક હજાર કરોડ બજેટ આદિવાસી માટે હતું અને અત્યારે 1 લાખ કરોડ રૂપિયા છે. વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત 7 લાખ પરિવારની આવક બમણી થઈ છે.

વ્યારા સુગર માટે 30 કરોડનું બજેટ ફાળવ્યું

નિઝરમાં હું કન્યા કેળવણી માટે આવ્યો હતો. 2024 પહેલા દરેક ઘરને શુદ્ધ પાણી મળશે. 13 લાખ એકરની જમીનના માલિક બનાવ્યા છે. વિકાસના કામોના નિર્માણની વાત કરી છે. 1 લાખ 43 હજાર ખેડૂતોને 6 હજાર ખાતામાં આપ્યા છે. અહીં અનેક સમસ્યા હતી એનું નિરાકરણ ભાજપની સરકારે કર્યું. 950 કરોડના ખર્ચે પીવાના પાણીનું કામ શરૂ થયું. વ્યારા સુગર માટે 30 કરોડનું બજેટ ફાળવ્યું છે થોડા સમયમાં સુગર ચાલુ થઈ જશે. 1 તારીખે કમળનું બટન દબાવીને ડો. ગામીતને વિધાનસભામાં મોકલવાના છે.

કોંગ્રેસએ ગરીબીને નહીં પણ ગરીબોને હટાવ્યા

370ની કલમને કોંગ્રેસ પોતાના ખોળામાં પંપારી પંપારીને રાખતા હતા. નરેન્દ્રભાઈએ બંધારણમાંથી કલમને ઉખાડી ફેંકી દીધી. કોંગ્રેસએ સમયે હાઈ તોબા કરતા હતા. મારી સામે ઊભા થઈ કહેતા હતા 370 નહીં હટાવો, લોહીની નદીઓ વહેશે. એવું મને કહેતા હતા અરે રાહુલ બાબા લોહીની નદી છોડો કોઈ કાંકરી નથી ઉડાવી શકતા. કોંગ્રેસની સરકારમાં આલિયા માલિયા ઘુસી જતા હતા પાકિસ્તાન સામે કોઈ ત્યારે આંખ ઉંચી કરતું નહોતું. પાકિસ્તાન ભૂલી ગયું હતું કે મોની બાબા મનમોહન સિંહ વડાપ્રધાન નથી નરેન્દ્રભાઈ વડા પ્રધાન છે. કોંગ્રેસએ ગરીબીને નહીં પણ ગરીબોને હટાવ્યા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Rain updates: ગુજરાતમાં 24 કલાકમાં 119 તાલુકામાં વરસાદ, પંચમહાલના શહેરામાં 5.43 ઈંચ વરસાદ
Rain updates: ગુજરાતમાં 24 કલાકમાં 119 તાલુકામાં વરસાદ, પંચમહાલના શહેરામાં 5.43 ઈંચ વરસાદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
ટ્રેનમાં ભીડના કારણે રિઝર્વ સીટ પર પણ ના બેસવા મળે તો શું તમને વળતર મળશે?
ટ્રેનમાં ભીડના કારણે રિઝર્વ સીટ પર પણ ના બેસવા મળે તો શું તમને વળતર મળશે?
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
Embed widget