(Source: ECI/ABP News/ABP Majha)
Gujarat Election 2022: છોટુ વસાવાની પાર્ટીએ કોની સાથે કર્યું ગઠબંધન, જાણો ક્યારે જાહેર કરશે ઉમેદવારોની યાદી?
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ સૌથી મોટા સમાચાર આવ્યા છે
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ સૌથી મોટા સમાચાર આવ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં છોટુ વસાવાની પાર્ટી બિટીપીએ અને JDU સાથે ગઠબંધન કર્યું છે. હવે કેજરીવાલ બાદ ગુજરાતમાં નીતીશકુમારની પણ એન્ટ્રી થઈ છે. બીટીપીના કાર્યાલયમાં છોટુભાઈ વસાવાની હાજરીમાં બીટીપી પ્રદેશ અધ્યક્ષ અને JDUના ગુજરાત પ્રદેશ અધ્યક્ષની મુલાકાત થઈ હતી. જેડીયુ અને બીટીપી ભેગા થઈને ચૂંટણી લડશે એવો ખુલાસો છોટુભાઈ વસાવાએ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે જેડીયુની મદદથી અમે ચૂંટણી લડીશું અને ગુજરાતમાં બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર પણ ચૂંટણી પ્રચાર કરવા આવશે. બંને સાથે મળીને આગામી નવી યાદી અમે જાહેર કરીશું.
વસાવાએ કહ્યું કે જનતાદળ અમારો જૂના સાથી છે અને જૂના સાથી સાથે મળીને અમે ચૂંટણી લડીશું. આજે જેડીયું સાથે બેઠક છે. બંને સાથે મળીને આગામી નવી યાદી અમે જાહેર કરીશું.
Gujarat Elections 2022: AAP એ અલ્પેશ કથીરિયાને ક્યાંથી આપી ટિકિટ ? જાણો મોટા સમાચાર
Gujarat Elections 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીએ 11મી યાદી જાહેર કરી છે. જેમાં 12 ઉમેદવારો જાહેર કરાયા છે. અલ્પેશ કથીરિયાને વરાછાથી ટિકિટ આપવામાં આવી છે. ઓલપાડથી ધાર્મિક માલવિયાને ટિકિટ ફાળવવામાં આવી છે. ગાંધીધામથી બીટી મહેશ્વરી, દાંતાથી એમકે બોંબાડીયા, પાલનપુરનથી રમેશ નાભાણી, કાંકરેજથી મુકેશ ઠક્કર, રાધનપુરથી લાલજી ઠાકોર, મોડાસાથી રાજેન્દ્રસિંગ પરમાર, રાજકોટ ઈસ્ટથી રાહુલ ભુવા, રાજકોટ વેસ્ટથી દિનેશ જોષી, કુતિયાણાથી ભીમાભાઈ મકવાણા, બોટાદથી ઉમેશ મકવાણા, ઓલપાડથી ધાર્મિક માલવિયાને ટિકિટ મળી છે.
ગુજરાતમાં પક્ષ અને ઉમેદવારોના નામ પર કેટલા કરોડનો રમાશે સટ્ટો
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થતા રાજકીય માહોલમાં ગરમાવો આવી ગયો છે. આ સાથે કેટલાંક બુકીઓએ પોલીટીકલ સટ્ટાની લાઇન ઓપન કરી છે. જેમાં આજથી ક્યા ઉમેદવારને ટિકિટ મળી શકે છે? તેને લઇ સટ્ટોડિયાઓ પાસે સટ્ટો બુક કરવાનું શરૂ કર્યું છે. આ સટ્ટામાં હાલના મંત્રી મંડળમાં રહેલા ધારાસભ્યોને રિપીટ કરાશે કે નહી? તેમજ ક્યાં સંભવિત નવા ચહેરાને તક મળી શકે છે? તે બાબતો પર સટ્ટો રમાઇ રહ્યો છે.ગુજરાત વિધાનસભાના જંગમાં પ્રથમવાર ઝંંપલાવી રહેલી આમ આદમી પાર્ટીને કારણે ગુજરાતમાં રાજકીય ગરમાવો છે. માત્ર કોંગ્રેસને જ નહી પણ ભાજપને પણ આમ આદમી પાર્ટીને મળી રહેલા લોકોના પ્રતિભાવને લીધે ચિંતા છે