![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Gujarat Election 2022: પૂર્વ IPS ડી જી વણઝારાએ નવા પક્ષની કરી જાહેરાત, 182 બેઠક પર લડશે ચૂંટણી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દેવામાં આવી છે
![Gujarat Election 2022: પૂર્વ IPS ડી જી વણઝારાએ નવા પક્ષની કરી જાહેરાત, 182 બેઠક પર લડશે ચૂંટણી Gujarat Election 2022: Ex Ips Dg Vanzara Launches Praja Vijaya Paksh Gujarat Election 2022: પૂર્વ IPS ડી જી વણઝારાએ નવા પક્ષની કરી જાહેરાત, 182 બેઠક પર લડશે ચૂંટણી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/08/34a3f2240da38b6172ee438ad9fc790a166790459275874_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દેવામાં આવી છે. તમામ પક્ષના નેતાઓ ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે. ત્યારે પૂર્વ IPS ડી. જી. વણઝારાએ રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. વણઝારાએ નવા રાજકીય પક્ષની જાહેરાત કરી છે. વણઝારાએ પોતાના પક્ષનું નામ 'પ્રજા વિજય પક્ષ’ની જાહેરાત કરી હતી. વણઝારાની પાર્ટી 182 બેઠક પર ચૂંટણી લડશે.
દરમિયાન વણઝારાએ કહ્યું હતું કે પ્રજા વિજય પક્ષ એક હિંદુત્વવાદી પક્ષ છે. ગુજરાતમાં કોગ્રેસ ભાજપનો વિકલ્પ ન બની શકે. આમ આદમી પાર્ટી પણ ભાજપનો વિકલ્પ ન બની શકે. પ્રજા વિજય પક્ષ ભાજપનો રાજકીય વિકલ્પ બનશે. ડી.જી.વણઝારા કોઇ ટિકિટની પાછળ નથી. વણઝારા જ્યાંથી ઉભા રહે છે ત્યાંથી લાઇનની શરૂઆત થાય છે.
દરમિયાન વણઝારાએ કહ્યું હતું કે લોકશાહીમાં કોઇ પણ એક પક્ષનું શાસન લાંબુ ચાલે તો સત્તા ભ્રષ્ટ કરે છે. પહેલા કોગ્રેસ અને હવે ભાજપના શાસનમાં આ સ્થિતિ ઉભી થઇ છે. સત્તા પલટો ન થાય તો એક પક્ષની ઇજારાશાહી ઉભી થાય છે.
તેમણે કહ્યું કે ગુજરાતના લોકો ભાજપનો વિકલ્પ ઈચ્છે છે. આ વિચારધારાની લડાઈ છે. રાજ સત્તા સાથે ધર્મ સત્તા હોવી જોઈએ છે. 182 સીટ પર ચૂંટણી લડીશું. ગુજરાત એ હિન્દુત્વની લેબ છે. 2022 જ નહિ, કેન્દ્રમાં 2024માં પણ સરકાર બદલાવી જોઈએ. મોરબી દુર્ઘટના માનવ નિર્મિત હોનારત હોવાનો આરોપ તેમણે લગાવ્યો હતો. સરકારની નાકામી છે જેના કારણે આ પૂલ ધરાશાયી થયો અને લોકો મોતને ભેટ્યા હતા.
કોગ્રેસના સૌથી સિનિયર નેતા મોહનસિંહ રાઠવાએ રાજીનામું આપ્યું
ગુજરાત વિધાનસભાની ચૂંટણી અગાઉ કોગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોગ્રેસના સૌથી સિનિયર નેતા મોહનસિંહ રાઠવાએ રાજીનામું આપ્યું છે. મોહનસિંહ રાઠવાએ કોગ્રેસના સભ્યપદેથી રાજીનામું આપ્યું છે. મોહનસિંહ રાઠવા 11 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મોહનસિંહ રાઠવા ભાજપમાં જોડાશે.
મોહનસિંહ પોતાના પુત્રને છોટાઉદેપુર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડાવવા માંગે છે. છોટાઉદેપુરથી મોહનસિંહના સ્થાને નારાયણ રાઠવા પોતાના પુત્રને ચૂંટણી લડાવવા માંગે છે. નારાયણ રાઠવા પોતાના પુત્ર સંગ્રામ રાઠવાને ચૂંટણી લડાવવા માંગે છે.
આ પણ વાંચોઃ
Gujarat Assembly Election 2022: ભાજપ શરૂ કરશે પ્રચંડ પ્રચાર, આગામી સમયમાં ત્રણથી ચાર વધુ કેમ્પેઇન લોન્ચ કરશે ભાજપ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)