Gujarat Assembly Election 2022: ભાજપ શરૂ કરશે પ્રચંડ પ્રચાર, આગામી સમયમાં ત્રણથી ચાર વધુ કેમ્પેઇન લોન્ચ કરશે ભાજપ
ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દેવામાં આવી છે
Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દેવામાં આવી છે. ભાજપ, કોગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. તમામ પક્ષના નેતાઓ પ્રચારમાં લાગી ગયા છે.
મળતી જાણકારી અનુસાર, વિધાનસભા ચૂંટણીમાં ભાજપે આ પ્રચંડ પ્રચારને વધુ વેગવંતો બનાવ્યો છે. ભાજપ આગામી સમયમાં ત્રણથી ચાર વધુ કેમ્પેઈન લોન્ચ કરશે. આ કેમ્પેઈન મારફતે કેન્દ્ર અને રાજ્ય સરકારની કામગીરીને મતદારો સુધી પહોંચાડી આકર્ષવાનો પ્રયાસ કરશે. ભાજપના નવા કેમ્પેઈનમાં ફેસબુક, વ્હોટ્સએપ અને ટ્વીટર સાથે અન્ય એપ્લિકેશનથી એક દિવસમાં 50થી 60 લાખ યુઝર્સ સુધી પહોચશે.
Gujarat Election 2022: દહેગામથી AAP ના ઉમેદવાર યુવરાજસિંહ જાડેજાના સ્થાને કોણ લડશે ચૂંટણી ?થોડા દિવસ પહેલા નામ થયું હતું જાહેર
Gujarat Election: આમ આદમી પાર્ટીએ દહેગામથી ઉમેદવાર બદલ્યા છે. યુવરાજસિંહ જાડેજાના બદલે સુહાગ પંચાલના નામની જાહેરાત કરાઈ છે. યુવરાજસિંહને સાતત બેઠકોની જવાબદારી સોંપાઈ છે. થોડા દિવસ પહેલા આમ આદમી પાર્ટીએ જાહેર કરેલી યાદીમાં દહેગામ બેઠક પરથી યુવરાજસિંહના નામની જાહેરાત થઈ હતી. યુવરાજસિંહના સ્થાને અન્ય ઉમેદવારના નામની જાહેરાત થતાં હાલ અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે.
આમ આદમી પાર્ટીએ જાહેર કર્યુ 12મું લિસ્ટ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ આજે આમ આદમી પાર્ટી દ્વારા 12 મી યાદીમાં વધુ સાત ઉમેદવારનો નામ જાહેર કરવામાં આવ્યા છે. અંજારથી અર્જુન રબારી, ચાણસ્માથી વિષ્ણુભાઈ પટેલ, દહેગામથી સુહાગ પંચાલ, લીંબડીથી મયુર સાકરિયા, ફતેપુરાથી ગોવિંદ પરમાર, સયાજીગંજથી શ્વેતલ વ્યાસ અને ઝઘડિયાથી ઉર્મિલા ભગતને ટિકિટ આપવામાં આવી છે.
જૂનાગઢમાં કેજરીવાલે કર્યો રોડ શો
આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જુનાગઢના પ્રવાસે આવ્યા હતા.. આગામી વિધાનસભાની ચૂંટણી અંતર્ગત જૂનાગઢમાં આજે કેજરીવાલના રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના કાળવા ચોક થી આઝાદ ચોક સુધી રોડ શો નું આયોજન કરાયું હતું.. 500 મીટરના રોડ શો માં અંદાજિત 2000થી વધુ લોકો ઉમટી પડ્યા હતા.. કેજરીવાલ એ જણાવ્યું હતું કે જો આગામી ચૂંટણીમાં આપ પાર્ટી ની સરકાર બનશે તો મફત વીજળી આપવામાં આવશે. ઉપરાંત સરકારી શાળા નો સ્તર પણ સુધારવામાં આવશે.. સાથે સાથે આરોગ્ય સેવા પણ વધુ સારી બનાવવાની કેજરીવાલે ખાતરી આપી હતી.. જુનાગઢ વિધાનસભા બેઠક પર આપ પાર્ટીના ઉમેદવાર ચેતન ગજેરાને મત આપી વિજય બનાવવા પણ કેજરી વાલે જનતા સમક્ષ અપીલ કરી હતી..દિલ્હીના મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે અરવિંદ કેજરીવાલ ન તો આતંકવાદી છે ન ભ્રષ્ટાચારી છે તે તો જનતા કા લાડલા હૈ.