શોધખોળ કરો
Advertisement
ગુજરાતના પ્રખ્યાત અંબાજી મંદિરના દ્વાર ક્યારથી ખુલ્લા મુકાશે? ભક્તો ક્યારથી કરી શકશે દર્શન? જાણો
કોરોના મહામારીને લઈ આ વખતે મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે બંધ રાખવામાં આવ્યા હતાં જોકે હવે 3 સપ્ટેમ્બર એટલે ગુરૂવારથી અંબાજી મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવશે.
અંબાજી: કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને અંબાજી મંદિરના દ્વાર બંધ રાખવામાં આવ્યા હતાં. ત્યારે ભાદરવા સુદ પૂર્ણિમા બુધવારે છે અને સામાન્ય રીતે આ દિવસે શક્તિપીઠ અંબાજી ખાતે ભવ્ય મેળો યોજાતો હોય છે. પરંતુ કોરોના મહામારીને લઈ આ વખતે મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે બંધ રાખવામાં આવ્યા હતાં જોકે હવે 3 સપ્ટેમ્બર એટલે ગુરૂવારથી અંબાજી મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવશે.
શ્રી આરાસુરી અંબાજી મંદિરે એક યાદીમાં જણાવવામાં આવ્યું હતું કે, દર્શનાર્થીઓ માટે 24 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર સુધી મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવામા આવ્યો હતો. કોરોના વાયરસથી જનજીવનનું રક્ષણ થાય તેવા આશયથી ચાચર ચોકમાં સહસ્ત્રચંડી મહાયજ્ઞા યોજાઈ રહ્યો છે. મંગળવારે છઠ્ઠા દિવસે માતાજીના લલીતાસહસ્ત્રનું પઠન-અર્ચન-હોમ કરાયા હતા.
ચંડીપાઠમાં બ્રાહ્મણો દ્વારા માતાજીના મંદિરમાં બેસી 1 હજારથી વધુ પાઠ કરવામાં આવ્યા હતા. સંપૂર્ણ યજ્ઞાની પ્રાપ્તિ થાય માટે આ પાઠનો હોમ આજે કરવામાં આવ્યો તેમજ આવતીકાલે પણ કરવામાં આવશે.
વિશ્વભરમાં વસતા મા અંબાના શ્રદ્ધાળુઓ માટે દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટની વેબસાઇટ, ફેસબૂક, યુ ટયુબ, ટ્વીટર, લાઇવ સ્ટ્રીમિંગ સર્વરના ડિજિટલ પ્લેટફોર્મ પર 27 ઓગસ્ટથી જીવંત પ્રસારણ કરાઇ રહ્યું છે. આ 6 દિવસમાં 29.50 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ઘરે બેઠા ડિજિટલ દર્શન કર્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion