શોધખોળ કરો
Advertisement
ઉત્તરાયણ પહેલા CM રૂપાણીનો સૌથી મોટો નિર્ણય, ચાઇનીઝ તુક્કલ અને માંઝાના ઉપયોગ પર પ્રતિબંધ
ચાઈનાથી આવતી અને ઉત્તરાયણમાં લોકોની પહેલી પસંદ એવી ચાઈનીઝ દોરીથી રાજ્યમાં અનેક રોડ અકસ્માતોની ઘટનાઓ સામે આવતી હોય છે.
અમદાવાદઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ચાઈનીઝ તુક્કલ અને ચાઈનીઝ માંઝા પ્લાસ્ટિક દોરીના ઉપયોગ ઉપર સમગ્ર રાજ્યમાં તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે. આ પ્રતિબંધ સી આર પી સી અને ગુજરાત પોલીસ અધિનિયમ અન્વયે મુકાશે. રાજ્યમાં ઉતરાયણના તહેવાર દરમ્યાન આવી ચાઈનીઝ તુક્કલ અને માંઝા દોરીથી અકસ્માતે થતી માનવ અને પશુ પક્ષીઓની જાનહાનિ અને ઈજાઓ નિવારવાના ઉદ્દેશથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ચાઈનાથી આવતી અને ઉત્તરાયણમાં લોકોની પહેલી પસંદ એવી ચાઈનીઝ દોરીથી રાજ્યમાં અનેક રોડ અકસ્માતોની ઘટનાઓ સામે આવતી હોય છે. ચાઈનીઝ દોરી અને તુક્કલથી મોટી દુર્ઘટનાઓમાં માનવ અને પશુને ગંભીર હાનિ પહોંચે છે, ત્યારે રાજ્યમાં લોકોની સુરક્ષાના કારણોસર અને જાનહાનિ અને ઈજાઓ નિવારવા CM રૂપાણીએ હાલ સૌથી મોટો નિર્ણય લીધો છે. ગુજરાત સરકારે પોલીસ અધિનિયમ અને CRPC અન્વયે પ્રતિબંધ મૂકી દીધો છે.
ગાય કે અન્ય પ્રાણીના પેટમાં ખોરાક સાથે ચાઇનીઝ પતંગ-તુકકલ કે દોરી જવાથી ઘણીવાર આફરો-ગભરામણથી પશુ મૃત્યુની ઘટનાઓ રાજ્યમાં બનતી હોય છે. આ ઉપરાંત ઉત્તરાયણના દિવસોમાં રાત્રિના સમયે સ્કાય લેન્ટર્ન-ચાઇનીઝ તુકકલ ઉડાડવાને કારણે તે કોઇ વસ્તુ સાથે અકસ્માતે અથડાય તો આગ લાગવાના બનાવો બને છે. આ બધી જ બાબતોને વ્યાપક જનહિતમાં ધ્યાને લઇને ચાઇનીઝ તુકકલ, ચાઇનીઝ માંઝા / પ્લાસ્ટિક દોરીની ખરીદી, સંગ્રહ, વેચાણ અને ઉપયોગ ઉપર રાજ્ય સરકારે તત્કાલ અસરથી પ્રતિબંધ ફરમાવ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દુનિયા
સમાચાર
Advertisement