શોધખોળ કરો

ગુજરાત સરકારના પરિપત્રથી સરકારી આલમમાં ફફડાટ, અચાનક આટલી બધી કડકાઈ કેમ કરાઈ?

સામાન્ય વહીવટ વિભાગનો પરિપત્ર: સરકારી કામમાં વીડિયો કોન્ફરન્સિંગ અને ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગ પર ભાર, વધારાના વાહનો જમા કરાવવા તાકીદ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • સરકારી પ્રવાસ પર નિયંત્રણ, બિનજરૂરી મુસાફરી ટાળવા આદેશ.
  • વિદેશ અને રાજ્ય બહારની મુસાફરી પર કડક નિયમો લાગુ.
  • વધારાના વાહનો જમા કરાવવા, ઇલેક્ટ્રિક વાહનોને પ્રાધાન્ય.
  • સ્થાનિક વસ્તુઓની ખરીદી, કાર્યક્રમોમાં સાદગી જાળવવા સૂચન.

Gujarat government travel restrictions 2026: વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે પેટ્રોલ, ડીઝલ અને વિદેશી હૂંડિયામણ બચાવવા માટે એક મોટો નિર્ણય લીધો છે. રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે એક મહત્વપૂર્ણ પરિપત્ર બહાર પાડીને તમામ સરકારી કચેરીઓ અને અધિકારીઓ માટે 11 કડક નિયમો લાગુ કર્યા છે. આ નવા આદેશો મુજબ, સરકારી અધિકારીઓના બિનજરૂરી પ્રવાસો પર રોક લગાવવામાં આવી છે અને તેમને એક કરતાં વધુ સરકારી વાહનો વાપરવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલા આ નિર્ણયોનો મુખ્ય હેતુ સરકારી ખર્ચ ઘટાડવાનો અને પર્યાવરણને બચાવવાનો છે.

સરકારે સ્પષ્ટ કર્યું છે કે હવેથી સરકારી કામકાજ માટે માત્ર ખૂબ જ જરૂર હોય તો જ પ્રવાસ કરવાનો રહેશે. અધિકારીઓને રૂબરૂ મુલાકાતો ટાળીને ટેલિફોન, ઈ-મેઈલ અને વીડિયો કોન્ફરન્સિંગ જેવી આધુનિક ટેકનોલોજીનો વધુમાં વધુ ઉપયોગ કરવા જણાવાયું છે. ખાસ કરીને જિલ્લા કે રાજ્ય બહારની મુલાકાતોને લઈને કડક નિયમો બનાવાયા છે જેથી ઈંધણનો બગાડ અટકાવી શકાય.

નવા પરિપત્ર મુજબ અપાયેલા 11 મહત્વના આદેશો:

  1. પ્રવાસ પર નિયંત્રણ: સરકારી કામ માટે બિનજરૂરી પ્રવાસ ટાળવો. અત્યંત જરૂરી હોય તો જ ક્ષેત્રીય અધિકારીઓને મીટિંગ માટે રૂબરૂ બોલાવવા, અન્યથા વર્ચ્યુઅલ બેઠકો યોજવી.
  2. વિદેશ અને રાજ્ય બહારના પ્રવાસ પર કાપ: અનિવાર્ય સંજોગો સિવાય વિદેશ પ્રવાસ કે તાલીમમાં ભાગ લેવાનું ટાળવું. અન્ય રાજ્યોની કે કેન્દ્રની બેઠકોમાં પણ શક્ય હોય ત્યાં સુધી ઓનલાઈન જ જોડાવું.
  3. જિલ્લા બહાર જતાં પહેલાં મંજૂરી જરૂરી: જો જિલ્લા બહાર જવું ખૂબ જ જરૂરી હોય, તો અધિકારીઓએ મુસાફરી કરતા પહેલા તેમના ઉપરી (નિયંત્રણ) અધિકારીની મંજૂરી લેવી પડશે. ઉચ્ચ અધિકારીઓએ પણ બિનજરૂરી સ્ટાફને સાથે રાખવાનું ટાળવાનું રહેશે.
  4. વધારાના વાહનો જમા કરાવવા: જો કોઈ અધિકારી પાસે એકથી વધુ ચાર્જ હોય, તો તેમણે પોતાના એક મુખ્ય વાહન સિવાયના તમામ વધારાના વાહનો તાત્કાલિક 'સરકારી વાહન પુલ'માં જમા કરાવવાના રહેશે.
  5. ઈલેક્ટ્રિક વાહનોને પ્રાધાન્ય: જે અધિકારીઓ પાસે પેટ્રોલ-ડીઝલની સાથે ઈલેક્ટ્રિક વાહન (EV) નો વિકલ્પ ઉપલબ્ધ છે, તેમણે ફરજિયાત ઈલેક્ટ્રિક કે હાઈબ્રિડ વાહનનો જ ઉપયોગ કરવાનો રહેશે.
  6. પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ: અધિકારીઓ અને કર્મચારીઓને પર્યાવરણની જાળવણી માટે પોતાના ખાનગી વાહનોને બદલે મેટ્રો, એસ.ટી. બસ અને ટ્રેન જેવી જાહેર પરિવહન સેવાઓનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરાશે.
  7. મેટ્રોના સમયમાં વધારો: લોકોની સુવિધા માટે મેટ્રો ટ્રેનનો સમય રાત્રે 11 વાગ્યા સુધી લંબાવવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
  8. કેન્ટીનમાં પાઈપ્ડ ગેસ: આગામી 6 મહિનામાં જ તમામ સરકારી કેન્ટીનોમાં પાઈપ્ડ નેચરલ ગેસ (PNG) કનેક્શન લેવું ફરજિયાત બનાવી દેવાયું છે.
  9. લોકલ વસ્તુઓની ખરીદી: તમામ સરકારી કચેરીઓમાં વિદેશી વસ્તુઓને બદલે સ્વદેશી, સ્થાનિક ઉત્પાદનો અને MSME ની ચીજવસ્તુઓની ખરીદીને જ પ્રાથમિકતા અપાશે. આ માટે પ્રોક્યોરમેન્ટ પૉલિસી વધુ મજબૂત કરાશે.
  10. કાર્યક્રમોમાં સાદગી: સરકારના વિવિધ કાર્યક્રમો એકદમ સાદાઈથી યોજવાના રહેશે અને લોકાર્પણના કાર્યક્રમો પણ બને ત્યાં સુધી 'વર્ચ્યુઅલ' પદ્ધતિથી જ કરવાના રહેશે.
  11. સંગ્રહખોરી અટકાવવા ઝુંબેશ: વૈશ્વિક પરિસ્થિતિઓને કારણે ગભરાટમાં આવીને લોકો વધારે પડતી ખરીદી કે બિનજરૂરી સંગ્રહખોરી ન કરે તે માટે સરકાર દ્વારા ખાસ જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે.

સરકારના આ તમામ આદેશોનો દરેક સરકારી વિભાગો, બોર્ડ, નિગમો, સરકારી યુનિવર્સિટીઓ, અનુદાનિત સંસ્થાઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓએ તાત્કાલિક અસરથી ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.

Frequently Asked Questions

સરકારી અધિકારીઓના પ્રવાસો પર શું નિયંત્રણો મુકવામાં આવ્યા છે?

સરકારી કામ માટે બિનજરૂરી પ્રવાસો ટાળવામાં આવશે. અત્યંત જરૂરી હોય તો જ રૂબરૂ મીટિંગ યોજાશે, અન્યથા વર્ચ્યુઅલ બેઠકો પર ભાર મૂકવામાં આવશે.

વિદેશ અને રાજ્ય બહારના પ્રવાસો અંગે શું નિયમ છે?

અનિવાર્ય સંજોગો સિવાય વિદેશ પ્રવાસ કે તાલીમમાં ભાગ લેવાનું ટાળવાનું રહેશે. અન્ય રાજ્યો કે કેન્દ્રની બેઠકોમાં શક્ય હોય ત્યાં સુધી ઓનલાઈન જોડાવાનું રહેશે.

જો કોઈ અધિકારી પાસે એકથી વધુ સરકારી વાહનો હોય તો શું કરવું?

એક મુખ્ય વાહન સિવાયના તમામ વધારાના વાહનો તાત્કાલિક 'સરકારી વાહન પુલ' માં જમા કરાવવાના રહેશે.

સરકારી કેન્ટીનમાં કયા ગેસનો ઉપયોગ ફરજિયાત કરાયો છે?

આગામી 6 મહિનામાં તમામ સરકારી કેન્ટીનમાં પાઈપ્ડ નેચરલ ગેસ (PNG) કનેક્શન લેવું ફરજિયાત છે.

સરકારી કચેરીઓમાં કઈ વસ્તુઓની ખરીદીને પ્રાથમિકતા અપાશે?

વિદેશી વસ્તુઓને બદલે સ્વદેશી, સ્થાનિક ઉત્પાદનો અને MSME ની ચીજવસ્તુઓની ખરીદીને પ્રાથમિકતા અપાશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
Advertisement

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
Embed widget