શોધખોળ કરો

ગુજરાતમાં ક્યા ધોરણનાં વિદ્યાર્થીઓને પરીક્ષા વિના ઉપરના વર્ગમાં ચડાવી દેવાયાં ? બોર્ડની 10-12ની પરીક્ષા ક્યારે લેવાશે ?

આ નવી તારીખો જાહેર થવાને કારણે વિદ્યાર્થીઓને પરિક્ષાની તૈયારી માટે ઓછામાં ઓછા ૧૫ દિવસનો સમય આપવામાં આવશે તેમ પણ નક્કી કરવામાં આવ્યું છે.

ગાંધીનગરઃ રાજ્ય સરકારે ગુજરાતમાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની બોર્ડની પરીક્ષાઓ જે આગામી ૧૦મી મેથી ૨૫મી મે સુધી યોજાવાની હતી તે કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને હાલ પૂરતી સ્થગિત રાખવા નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે આગામી તારીખ 15મી મે ના રોજ કોરોના સંક્રમણ સ્થિતિની પુનઃસમીક્ષા કરીને આ પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવશે તેમ જણાવ્યું છે.

આ નવી તારીખો જાહેર થવાને કારણે વિદ્યાર્થીઓને પરિક્ષાની તૈયારી માટે ઓછામાં ઓછા ૧૫ દિવસનો સમય આપવામાં આવશે તેમ પણ નક્કી કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારે એવો પણ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે કે કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને પરિણામે રાજ્યમાં ધોરણ-1 થી 9 અને ધોરણ 11માં વિદ્યાર્થીઓને આ વર્ષે માસ પ્રમોશન આપવામાં આવશે.

નોંધનીયિ છે કે, આ પહેલા સીબીએસઈ દ્વારા ધો.10 પરીક્ષા કેન્સલ કરવામાં આવી છે અને 12માની પરીક્ષા પાછળ ઠેલવામાં આવી હતી. 12માની પરીક્ષાની નવી તારીખે 1 જૂને રિવ્યૂ મીટિંગ કરીને જાહેર કરાશે. પીએમ મોદી સાથે આજની બેઠક બાદ આ નિર્ણય લેવાયો હતો.

શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે કહ્યું, ધો.10ના વિદ્યાર્થીઓને ઈન્ટરનલ એસેસમેન્ટ દ્વારા પ્રમોશન આપવામાં આવશે. જો કોઈ વિદ્યાર્થીને એસેસમેન્ટથી સંતોષ નહીં હોય તો તે કોવિડ-19ની સ્થિતિ સામાન્ય થયા બાદ પરીક્ષા આપી શકશે. આ પહેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, પ્રિયંકા વાડ્રા, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત અનેક નેતાઓએ કોરોના વાયરસ સંક્રમણને લઈ સીબીએસઈ પરીક્ષા રદ્દ કરવાની માંગ કરી હતી.

કેન્દ્રીય શિક્ષણ બોર્ડ દ્વારા (CBSE) પરીક્ષા રદ્દ કરી દેવામાં આવતા  ગુજરાતમાં પણ ધોરણ 10ની બોર્ડ (Board Exam) ની પરીક્ષા રદ્દ કરવાની માગ ઉઠી હતી. ધોરણ 1થી 9 અને 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની માગ ઉઠી હતી. આમ કેન્દ્રીય બોર્ડના નિર્ણય પ્રમાણે જ આજે ગુજરાત સરકારે પણ વિદ્યાર્થીઓના હિતમાં આ મોટો નિર્ણય લીધો અને ધોરણ 10 અને 12ની પરીક્ષા ટાળી છે અને ધોરણ 1થી 9 અને 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: લોકસભા ચૂંટણી પહેલા રાજ્યમાં 10 IPS અને 2 SPS અધિકારીઓની બદલી

ICICI બેંકની મોબાઇલ એપ પર બીજાના ક્રેડિટ કાર્ડની સંવેદનશિલ વિગતો જોવા મળતા મચ્યો હડકંપ

RCB 250th IPL Match: આજે IPLમાં 250મી મેચ રમવા ઉતરશે RCB, હૈદરાબાદ સામે રચશે ઈતિહાસ

T20 WC:   ​​હરભજન સિંહે ટી20 વર્લ્ડ કપ માટે પસંદ કરી 15 સભ્યોની ટીમ, હાર્દિકની જગ્યાએ આ ધાકડ ખેલાડીને આપ્યું સ્થાન

for smartphones
and tablets

વિડિઓઝ

Hun To Bolish : ભાજપના ધારાસભ્યની પોલીસને ધમકી । abp AsmitaHun To Bolish : નેતા-અધિકારીઓના પાપનો ખુલાસો । abp AsmitaGujarat News । ગુજરાત મીડિયા ક્લબની આવકારદાયક પહેલBhavnagar News । એક સપ્તાહ પહેલા જૂની અદાવતમાં થયેલી મારામારીની ઘટનામાં ઇજાગ્રસ્તનું થયું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: લોકસભા ચૂંટણી પહેલા રાજ્યમાં 10 IPS અને 2 SPS અધિકારીઓની બદલી
Ahmedabad: લોકસભા ચૂંટણી પહેલા રાજ્યમાં 10 IPS અને 2 SPS અધિકારીઓની બદલી
ICICI બેંકની મોબાઇલ એપ પર બીજાના ક્રેડિટ કાર્ડની સંવેદનશિલ વિગતો જોવા મળતા મચ્યો હડકંપ
ICICI બેંકની મોબાઇલ એપ પર બીજાના ક્રેડિટ કાર્ડની સંવેદનશિલ વિગતો જોવા મળતા મચ્યો હડકંપ
RCB 250th IPL Match: આજે IPLમાં 250મી મેચ રમવા ઉતરશે RCB, હૈદરાબાદ સામે રચશે ઈતિહાસ
RCB 250th IPL Match: આજે IPLમાં 250મી મેચ રમવા ઉતરશે RCB, હૈદરાબાદ સામે રચશે ઈતિહાસ
T20 WC:   ​​હરભજન સિંહે ટી20 વર્લ્ડ કપ માટે પસંદ કરી 15 સભ્યોની ટીમ, હાર્દિકની જગ્યાએ આ ધાકડ ખેલાડીને આપ્યું સ્થાન
T20 WC: ​​હરભજન સિંહે ટી20 વર્લ્ડ કપ માટે પસંદ કરી 15 સભ્યોની ટીમ, હાર્દિકની જગ્યાએ આ ધાકડ ખેલાડીને આપ્યું સ્થાન
Mughal Emperors: બાબરથી લઈને બહાદુર શાહ સુધી, જાણો કેટલા ભણેલા હતા મુઘલ સમ્રાટો

Crime News: મિત્રની ગર્લફ્રેન્ડનું બર્ગર ખાવું યુવકને પડ્યું ભારે, ગુસ્સામાં આવી બોયફ્રેન્ડે કરી હત્યા

Horlicks: હવે હેલ્ધી ડ્રિંક નથી Horlicks, સરકારના નિર્દેશ બાદ કંપનીએ બદલી કેટેગરી

Digital Fraud: સરકારે બ્લોક કર્યા 1.4 લાખ મોબાઇલ નંબર, તમારો નંબર તો નથી ને?

Embed widget