![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Heat Wave: આગામી પાંચ દિવસ ગરમી વધશે ? ગુજરાતમાં હવામાનનું લેટેસ્ટ અપડેટ આવ્યુ સામે
એપ્રિલ મહિનો શરૂ થઇ ગયો છે, રાજ્યમાં ગરમીનો પારો ધીમે ધીમે વધી રહ્યો છે. ગરમીનો પારો હજુ વધવાની પણ હવામાનકારો આગાહી કરી રહ્યાં છે
![Heat Wave: આગામી પાંચ દિવસ ગરમી વધશે ? ગુજરાતમાં હવામાનનું લેટેસ્ટ અપડેટ આવ્યુ સામે Gujarat Heat Wave News Updates: read next five days gujarat temperature with imd forecast, summer season news Heat Wave: આગામી પાંચ દિવસ ગરમી વધશે ? ગુજરાતમાં હવામાનનું લેટેસ્ટ અપડેટ આવ્યુ સામે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2017/02/28082649/1-heat-wave-in-gujarat.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Gujarat Heat Wave News Updates: એપ્રિલ મહિનો શરૂ થઇ ગયો છે, રાજ્યમાં ગરમીનો પારો ધીમે ધીમે વધી રહ્યો છે. ગરમીનો પારો હજુ વધવાની પણ હવામાનકારો આગાહી કરી રહ્યાં છે, ત્યારે ભારતીય હવામાન વિભાગ (IMD)એ આ વર્ષે વધુ ગરમી પડવાની આગાહી કરી છે. એપ્રિલ અને જૂન વચ્ચે ત્રણ મહિના સુધી તાપમાન ઊંચું રહેશે. હવે આગામી પાંચ દિવસમાં હીટવેવને લઇને મોટું અપડેટ સામે આવ્યુ છે.
લેટેસ્ટ અપડેટ પ્રમાણે, એપ્રિલ મહિનાની શરૂઆતમાં રાજ્યમાં પાંચ દિવસ હીટવેવની સંભાવના નહીંવત છે, જોકે, આગામી દિવસોમાં આ વખતે 20 દિવસ સુધી હીટવેવની શક્યતા છે, જે સામાન્ય રીતે 8 દિવસ સુધી રહેશે. હવામાન આગાહી પ્રમાણે, આગાી દિવસોમાં રાજ્યમાં 13 શહેરોમાં 36 ડિગ્રીથી વધુ તાપમાન રહેશે, કચ્છ-સૌરાષ્ટ્રમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે, અમરેલીમાં સૌથી વધુ મહત્તમ તાપમાન 39 ડિગ્રીએ પહોંચશે. આ ઉપરાંત ભાવનગર, રાજકોટ, ભૂજમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રીને પાર કરી શકે છે. અમદાવાદમાં 37.6 ડિગ્રી સુધી હાલમાં જ મહત્તમ તાપમાન પહોંચ્યું છે. આ સપ્તાહમાં તાપમાન 40 ડિગ્રીને પાર થવાની સંભાવના ઓછી છે.
દેશમાં હવામાન વિભાગ IMD પ્રમાણે, આ એપ્રિલ મહિનામાં ગરમીનો પ્રકોપ વધી શકે છે, એપ્રિલથી જૂન સુધી છ રાજ્યો અગનભઠ્ઠી બનશે. ગુજરાત સહિત છ રાજ્યોમાં ગરમીના પ્રકોપની આગાહી કરવામાં આવી છે. 20 દિવસ રેકોર્ડ બ્રેક હીટવેવ અનુભવાશે. મહત્તમ તાપમાન 45 ડિગ્રી સુધી જવાની શક્યતા છે. હિન્દ મહાસાગરનું તાપમાન ભયજનક સપાટીએ પહોંચશે.
IMD અનુસાર, આગામી ત્રણ મહિનામાં દેશના છ રાજ્યો મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક, ઓડિશા અને આંધ્રપ્રદેશમાં ગરમીની વધુ અસર જોવા મળશે. આગામી સપ્તાહે તાપમાનમાં 2થી 5 ડિગ્રીનો વધારો થઈ શકે છે. એપ્રિલ-જૂન દરમિયાન ભારતના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા છે. મેદાનોના મોટાભાગના વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ સામાન્ય કરતાં વધુ રહેશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)