શોધખોળ કરો

Gujarat Rain Update: મેઘરાજાની ધમાકેદાર વાપસી, આગામી 6 દિવસ માટે મોટી આગાહી જાહેર

Gujarat heavy rain forecast: સુરતમાં 2 ઈંચ વરસાદમાં જળબંબાકાર થતાં મનપાની પોલ ખૂલી; કચ્છ અને દ્વારકામાં હજુ પણ વરસાદની ભારે ઘટ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ગુજરાતમાં 32% ઓછો વરસાદ, પરંતુ હાલ મેઘમહેર શરૂ થઈ.
  • સુરત-નવસારીમાં ભારે વરસાદથી જળબંબાકાર, નાગરિકોને મુશ્કેલી પડી.
  • હવામાન વિભાગની 6 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી.
  • કચ્છ, અમદાવાદ, દ્વારકામાં વરસાદની ભારે ઘટ નોંધાઈ છે.

Gujarat heavy rain forecast: ચાલુ ચોમાસાની સિઝનમાં ગુજરાતમાં અત્યાર સુધી અપેક્ષા કરતાં 32 ટકા ઓછો વરસાદ નોંધાયો છે, પરંતુ હવે મેઘરાજાએ ફરી ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 95 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે, જેમાં તાપીના વાલોડમાં સૌથી વધુ 2.5 ઈંચ વરસાદ નોંધાયો છે. આજે (19 જુલાઈએ) વહેલી સવારે સુરત અને નવસારીમાં ધોધમાર વરસાદ તૂટી પડતાં નીચાણવાળા વિસ્તારો અને ગરનાળામાં પાણી ભરાઈ ગયા હતા. આ ઉપરાંત મોડી રાત્રે અમદાવાદ અને જૂનાગઢમાં પણ મેઘમહેર જોવા મળી હતી. હવામાન વિભાગ દ્વારા આગામી 6 દિવસ સુધી સમગ્ર રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને પગલે તાપમાન ગગડતાં લોકોને અસહ્ય ગરમી અને બફારામાંથી મોટી રાહત મળી છે.

સુરતમાં 2 ઈંચ વરસાદમાં જળબંબાકાર, મનપાની પોલ ખુલી

દક્ષિણ ગુજરાતમાં વરસાદે જમાવટ કરી છે. સુરત શહેરમાં વહેલી સવારે 5 વાગ્યાથી જ ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો. માત્ર ગણતરીના સમયમાં 2 ઈંચથી વધુ પાણી ખાબકતાં આખું શહેર ફરી એકવાર જળબંબાકાર બની ગયું હતું. આ સામાન્ય વરસાદે જ મહાનગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે. શહેરના ઉધના રેલવે ગરનાળા, ઉધના-નવસારી રોડ અને રામપુરા વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર ખોરવાયો હતો અને લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આજે સવારે 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં રાજ્યના કુલ 73 તાલુકામાં વરસાદ પડ્યો છે.

નવસારીમાં માત્ર 2 કલાકમાં 1.39 ઈંચ વરસાદ

નવસારી શહેર અને જિલ્લાના હવામાનમાં પણ રવિવારે વહેલી સવારથી જ અચાનક પલટો જોવા મળ્યો હતો. સવારના પ્રારંભિક કલાકોમાં આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાઈ જતાં વિઝિબિલિટી સાવ ઘટી ગઈ હતી. ત્યારબાદ પવનના સુસવાટા અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. શહેરમાં સવારે 8 થી 10 વાગ્યા સુધીના માત્ર 2 કલાકમાં જ 1.39 ઈંચ (પોણા બે ઈંચ આસપાસ) વરસાદ નોંધાયો હતો. લાંબા સમયના બળબળતા ઉકળાટ બાદ વરસાદ પડતાં સમગ્ર પંથકના તાપમાનમાં મોટો ઘટાડો થયો હતો.

આ પણ વાંચોઃ ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! 30 જિલ્લાઓમાં એલર્ટ જાહેર, જાણો ઓરેન્જ એલર્ટવાળા 4 જિલ્લા કયા છે?

તાપમાનમાં ઘટાડો અને 6 દિવસની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 6 દિવસ સુધી ગુજરાતના છુટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડશે. 18 જુલાઈએ ગુજરાતના મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. અમદાવાદ અને અમરેલીમાં તાપમાનમાં સૌથી વધુ 1.8°C નો ઘટાડો જોવા મળ્યો હતો. જોકે, 37 ડિગ્રી સેલ્સિયસ સાથે કંડલા રાજ્યમાં સૌથી ગરમ રહ્યું હતું, જ્યારે ડીસા અને ભુજમાં ગરમીનો પારો 35 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો હતો.

કચ્છ, અમદાવાદ અને દ્વારકામાં વરસાદની ભારે ઘટ

રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ કરતાં 32 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. આંકડાકીય રીતે જોઈએ તો અત્યાર સુધીમાં 255.7 મિમી (10.07 ઇંચ) ની અપેક્ષા સામે માત્ર 137 મિમી (5.39 ઇંચ) વરસાદ જ પડ્યો છે. કચ્છ જિલ્લાની હાલત સૌથી ખરાબ છે. 24 જૂને ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ હોવા છતાં, 25 દિવસ વીતી ગયા પછી પણ કચ્છના અબડાસા, લખપત, માંડવી અને મુન્દ્રા તાલુકા સાવ કોરાધાકોડ રહ્યા છે.

આ ઉપરાંત, મોટા શહેરોમાં પણ વરસાદની ખેંચ છે. અમદાવાદમાં અત્યાર સુધી 227 મિમી (8.94 ઇંચ) વરસાદ થવો જોઈએ, જેની સામે માત્ર 115 મિમી (4.53 ઇંચ) જ વરસાદ પડ્યો છે, એટલે કે 47 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો, ધાર્મિક નગરી દ્વારકામાં અત્યાર સુધીમાં 233 મિમી (9.17 ઇંચ) વરસાદની સામે માત્ર 8.4 મિમી જેટલો નજીવો વરસાદ નોંધાયો છે. આમ, દ્વારકામાં 96 ટકા જેટલી અધધ વરસાદી ઘટ જોવા મળી રહી છે.

આ પણ વાંચોઃ અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં આ તારીખથી આભ ફાટશે! આ વિસ્તારોમાં ભારે વરસાદની આશંકા

Frequently Asked Questions

ગુજરાતમાં વર્તમાન ચોમાસાની સિઝનમાં અત્યાર સુધી કેટલો વરસાદ નોંધાયો છે?

ચાલુ સિઝનમાં અપેક્ષા કરતાં 32 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 95 તાલુકામાં વરસાદ પડ્યો, જેમાં તાપીના વાલોડમાં સૌથી વધુ 2.5 ઇંચ વરસાદ નોંધાયો.

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી કેટલા દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે?

હવામાન વિભાગે આગામી 6 દિવસ સુધી સમગ્ર રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આનાથી તાપમાન ઘટતાં લોકોને ગરમી અને બફારામાંથી રાહત મળી છે.

ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદની સૌથી વધુ ઘટ નોંધાઈ છે?

કચ્છ, અમદાવાદ અને દ્વારકામાં વરસાદની ભારે ઘટ છે. કચ્છના કેટલાક તાલુકા કોરાધાકોડ છે, જ્યારે અમદાવાદમાં 47% અને દ્વારકામાં 96% જેટલી વરસાદની ઘટ નોંધાઈ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
બનાસકાંઠામાંથી ઝડપાયા નશાના સોદાગરો, 19.80 લાખના હેરોઈન સાથે ચાર શખ્સો ઝડપાયા
બનાસકાંઠામાંથી ઝડપાયા નશાના સોદાગરો, 19.80 લાખના હેરોઈન સાથે ચાર શખ્સો ઝડપાયા
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
Rain Alert: કેરળમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, આજે ગુજરાત સહિત આટલા રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી 
Rain Alert: કેરળમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, આજે ગુજરાત સહિત આટલા રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી 
Gold Silver Rate: અચાનક ₹5,000 મોંઘી થઈ ચાંદી, સોનામાં ₹2,200 ની તેજી, ચેક કરો કિંમત
Gold Silver Rate: અચાનક ₹5,000 મોંઘી થઈ ચાંદી, સોનામાં ₹2,200 ની તેજી, ચેક કરો કિંમત
કૉલ ડ્રોપથી પરેશાન થઈ ગયા છો? TRAIએ આપી આ કામ કરવાની સલાહ
કૉલ ડ્રોપથી પરેશાન થઈ ગયા છો? TRAIએ આપી આ કામ કરવાની સલાહ
ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત
ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત
Labh Drishti Rajyog 2026: બુધ-શુક્ર બનાવશે ખાસ સંયોગ! 13 ઓગસ્ટથી 4 રાશિઓના અચ્છે દિન
Labh Drishti Rajyog 2026: બુધ-શુક્ર બનાવશે ખાસ સંયોગ! 13 ઓગસ્ટથી 4 રાશિઓના અચ્છે દિન
મહેસાણામાં પોલીસનું મેગા ઓપરેશન, ડ્રોનની મદદથી દેશી દારૂના અડ્ડા પર દરોડા
મહેસાણામાં પોલીસનું મેગા ઓપરેશન, ડ્રોનની મદદથી દેશી દારૂના અડ્ડા પર દરોડા
Embed widget