શોધખોળ કરો

અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં આ તારીખથી આભ ફાટશે! આ વિસ્તારોમાં ભારે વરસાદની આશંકા

વડોદરામાં સિસ્ટમ મજબૂત બને તો 6 ઈંચ વરસાદની શક્યતા; જાણો કચ્છ અને સૌરાષ્ટ્રના કયા જિલ્લાઓમાં ખાબકશે મેઘરાજા.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • અંબાલાલ પટેલની આગાહી: ૨૪-૨૬ જુલાઈએ ગુજરાતમાં ભારે વરસાદ.
  • ઉત્તર-મધ્ય ગુજરાતમાં જળબંબાકાર, ૩-૬ ઇંચ વરસાદની શક્યતા.
  • સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ સારો વરસાદ, ૪ ઇંચની સંભાવના.

Ambalal Patel rain forecast: ગુજરાતના ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચોમાસા અંગે વધુ એક મોટી આગાહી કરી છે. આગામી 24 થી 26 જુલાઈ દરમિયાન ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસવાના છે. ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાત પર મેઘરાજાની વિશેષ મહેરબાની જોવા મળશે, જ્યાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડવાની પૂરેપૂરી શક્યતા છે. આગાહી મુજબ આ સમયગાળા દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારો વરસાદથી બરાબરના તરબોળ થઈ જશે.

ઉત્તર અને મધ્ય ગુજરાતમાં થશે જળબંબાકારની સ્થિતિ

અંબાલાલ પટેલની આગાહી મુજબ, ઉત્તર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી શકે છે. ઉત્તર ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના વિવિધ ભાગોમાં 3 ઈંચથી પણ વધુ વરસાદ ખાબકવાની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત, મધ્ય ગુજરાતમાં અમદાવાદ, વડોદરા અને આણંદના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી શકે છે. હવામાનની આગાહી મુજબ જો વરસાદી સિસ્ટમ વધુ મજબૂત બનશે તો એકલા વડોદરા અને તેની આસપાસના વિસ્તારોમાં 4 ઈંચથી લઈને 6 ઈંચ કે તેથી વધુ વરસાદ પણ તૂટી પડી શકે છે. આમ, ઉત્તર અને મધ્ય ગુજરાત સંપૂર્ણપણે વરસાદી માહોલથી ઘેરાયેલું રહેશે.

સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ જામશે વરસાદી માહોલ

માત્ર ઉત્તર અને મધ્ય ગુજરાત જ નહીં, પરંતુ સૌરાષ્ટ્ર અને કચ્છને પણ મેઘરાજા નિરાશ નહીં કરે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, કચ્છના કેટલાક ભાગોમાં ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે. ઉત્તર સૌરાષ્ટ્રના રાજકોટ, સુરેન્દ્રનગર અને મોરબી પંથકમાં હળવાથી લઈને ભારે વરસાદી ઝાપટાં પડવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ, દક્ષિણ ગુજરાતમાં એલર્ટ; રાજ્યમાં 32% વરસાદની ઘટ

બીજી તરફ, દક્ષિણ સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું જોર થોડું વધારે રહેશે. ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં સારો એવો વરસાદ ખાબકી શકે છે, અને અહીં વિસ્તારોમાં 4 ઈંચથી વધુ વરસાદ નોંધાઈ શકે તેવી સંભાવના છે. જ્યારે દરિયાકાંઠાના વિસ્તારો જેમ કે દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જામનગરમાં પણ આગામી 2 થી 3 દિવસમાં 4 ઈંચ સુધીનો વરસાદ વરસી જવાની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ આવતીકાલનું હવામાન: રવિવારે 13 રાજ્યોમાં પવન સાથે વરસાદ ભુક્કા બોસલાવશે, જુઓ હવામાન વિભાગનો રિપોર્ટ

Gujarat Rain Alert: અમદાવાદ સહિત 17 જિલ્લામાં યલો એલર્ટ, આ વિસ્તારોમાં ભારે વરસાદ તૂટી પડશે

Frequently Asked Questions

અંબાલાલ પટેલ દ્વારા આગામી ચોમાસાની કઈ તારીખો માટે આગાહી કરવામાં આવી છે?

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા 24 થી 26 જુલાઈ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સમયગાળામાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે.

અંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાતના કયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે?

ઉત્તર અને મધ્ય ગુજરાત પર મેઘરાજાની વિશેષ મહેરબાની રહેશે, જ્યાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ, વડોદરા અને આણંદમાં વધુ વરસાદ પડી શકે છે.

વડોદરા અને તેની આસપાસના વિસ્તારોમાં કેટલો વરસાદ પડી શકે છે?

જો વરસાદી સિસ્ટમ મજબૂત બનશે તો વડોદરા અને તેની આસપાસના વિસ્તારોમાં 4 ઈંચથી લઈને 6 ઈંચ કે તેથી વધુ વરસાદ તૂટી પડી શકે છે.

સૌરાષ્ટ્ર અને કચ્છમાં કેવા પ્રકારનો વરસાદ થવાની આગાહી છે?

સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદી માહોલ જામશે. કચ્છના કેટલાક ભાગોમાં ભારે ઝાપટાં જ્યારે દક્ષિણ સૌરાષ્ટ્રમાં 4 ઈંચથી વધુ વરસાદની શક્યતા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ
ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ, 13 જિલ્લાની શાળા-કોલેજોમાં કાલે રજા જાહેર
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ, 13 જિલ્લાની શાળા-કોલેજોમાં કાલે રજા જાહેર
અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે
અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે
Advertisement

વિડિઓઝ

Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Gujarat Rain Forecast : આવતી કાલથી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પતિદેવનો ખુરશી પ્રેમ!
Ambalal Patel Prediction : અમદાવાદ ફરી ડૂબશે? અંબાલાલ ભૂક્કા કાઢી નાંખે એવી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ત્રાટકવાનો છે વરસાદ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ
ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 
12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 
Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી
Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી
સંસદમાં એન્ટી પેપર લીક બિલ પાસ થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો નવો VIDEO 
સંસદમાં એન્ટી પેપર લીક બિલ પાસ થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો નવો VIDEO 
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ, 13 જિલ્લાની શાળા-કોલેજોમાં કાલે રજા જાહેર
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ, 13 જિલ્લાની શાળા-કોલેજોમાં કાલે રજા જાહેર
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
Embed widget