શોધખોળ કરો

Gujarat Rain: રાજ્યમાં હજુ પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ

Gujarat Rain: આજે દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, ભરૂચ અને નર્મદામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ગુજરાતમાં પાંચ વરસાદી સિસ્ટમ સક્રિય, પાંચ દિવસ ભારે વરસાદ.
  • સુરત, નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ.
  • સૌરાષ્ટ્ર સહિત અન્ય વિસ્તારોમાં ઓરેન્જ, યલો એલર્ટ; તંત્ર સજ્જ.

Gujarat Rain: ગુજરાત તથા ગુજરાતને અડીને આવેલા રાજ્યોમાં અલગ- અલગ પાંચ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેને લઈ હવામાન વિભાગે રાજ્યમાં પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે રાજ્યના પાંચ જિલ્લા અને બે સંઘપ્રદેશમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે.  સુરત, નવસારી, વલસાડ, તાપી અને ડાંગમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. તો બે સંઘપ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. આજે દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, ભરૂચ અને નર્મદામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે છ જિલ્લામાં છૂટ્ટાછવાયા સ્થળે ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે. યલો એલર્ટ વાળા જિલ્લામાં જૂનાગઢ, રાજકોટ, વડોદરા, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુરનો સમાવેશ થાય છે.

હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં મેઘતાંડવની આશંકાને પગલે વહીવટી તંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યું છે. હવામાન વિભાગે આજે પાંચ જિલ્લાઓ અને બે સંઘપ્રદેશો માટે અત્યંત ભારે વરસાદનું 'રેડ એલર્ટ' જાહેર કર્યું છે, જ્યારે અન્ય વિસ્તારો માટે ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.

દક્ષિણ ગુજરાતમાં આકાશી આફત

હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અતિભારેથી અત્યંત ભારે વરસાદ વરસી શકે છે. આ વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાવાની સંભાવનાને જોતા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સુરત, નવસારી, વલસાડ, તાપી અને ડાંગમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ કુદરતનો પ્રકોપ જોવા મળી શકે છે, જેથી અહીં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. માછીમારો અને સ્થાનિક લોકોને દરિયા કિનારે ન જવાની કડક સૂચના અપાઈ છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 2457 ગામોમાં વીજળી ડૂલ, 95 રસ્તાઓ બંધ, NDRF તૈનાત

સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પણ સંકટ

અલગ-અલગ સિસ્ટમની અસર માત્ર દક્ષિણ ગુજરાત પૂરતી સીમિત નથી, પરંતુ સૌરાષ્ટ્ર અને તેને અડીને આવેલા અન્ય જિલ્લાઓમાં પણ ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે આજે રાજ્યના 5 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરીને ભારે વરસાદની ચેતવણી આપી છે. અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, ભરૂચ અને નર્મદામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. 

રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ આજે મેઘમહેર યથાવત રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે છ જિલ્લાઓમાં છૂટ્ટાછવાયા સ્થળોએ ભારે વરસાદ વરસી શકે છે, જેને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. રાજકોટ, જૂનાગઢ, વડોદરા, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુરમાં યલો એલર્ટ જાહેર કરાયું છે.  આગામી 5 દિવસ સુધી સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક અને ધોધમાર વરસાદી માહોલ રહેશે. NDRF અને SDRF ની ટીમોને તૈનાત રહેવાના આદેશ આપી દેવાયા છે અને કોઈપણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે કંટ્રોલ રૂમ કાર્યરત કરી દેવામાં આવ્યા છે.

Frequently Asked Questions

ગુજરાતમાં કેટલા દિવસ માટે ભારે વરસાદની આગાહી છે?

હવામાન વિભાગે રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. અલગ-અલગ પાંચ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે.

આજે કયા જિલ્લાઓ અને સંઘપ્રદેશોમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે?

આજે સુરત, નવસારી, વલસાડ, તાપી અને ડાંગમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. દમણ અને દાદરાનગર હવેલીમાં પણ અતિભારે વરસાદનું રેડ એલર્ટ છે.

સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કયા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ છે?

અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, ભરૂચ અને નર્મદામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. અહીં ભારે વરસાદની સંભાવના છે.

વરસાદની સ્થિતિને પહોંચી વળવા તંત્ર દ્વારા શું વ્યવસ્થા કરાઈ છે?

વહીવટી તંત્રને એલર્ટ કરાયું છે. NDRF અને SDRFની ટીમો તૈનાત છે, અને કોઈપણ કટોકટી માટે કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Embed widget