શોધખોળ કરો

ગુજરાત રેઈન એલર્ટ: આગામી બે દિવસ આ 5 જિલ્લાઓમાં તૂટી પડશે અત્યંત ભારે વરસાદ

હવામાન વિભાગની 2 દિવસ ભારે વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ; 141 તાલુકાઓમાં મેઘમહેર વચ્ચે કચ્છ હજુ કોરુંકટ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ગુજરાતમાં 5 હવામાન સિસ્ટમ સક્રિય, ભારે વરસાદની આગાહી.
  • સુરતમાં અતિભારે વરસાદથી જનજીવન પ્રભાવિત, બે લોકોના મોત.
  • દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ, શાળાઓમાં રજા જાહેર.
  • શેત્રુંજી ડેમના 59 દરવાજા ખુલ્યા, કચ્છ હજુ કોરું રહ્યું.

Gujarat weather forecast: ગુજરાતમાં અત્યારે મેઘરાજાએ જાણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. રાજ્ય પર એકસાથે 5 શક્તિશાળી હવામાન સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગે આગામી 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘમહેર હવે મેઘકહેરમાં ફેરવાઈ રહી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે, જ્યાં અનેક જિલ્લાઓને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે.

કયા વિસ્તારોમાં છે એલર્ટ?

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં વેલમાર્ક લો પ્રેશર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ત્રણ ટ્રફ એમ કુલ 5 સિસ્ટમ સક્રિય છે.

રેડ એલર્ટ: આજે (7 જુલાઈ) સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ અને ભાવનગર સહિત સંઘપ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

ઓરેન્જ એલર્ટ: અમરેલી, ગીર સોમનાથ, ભરૂચ, નર્મદા, ખેડા અને અરવલ્લીમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે.

સુરતમાં સ્થિતિ બેકાબૂ: ટ્રેક્ટર અને બોટથી રેસ્ક્યૂ

આ આગાહીની સૌથી ભયંકર અસર સુરતમાં જોવા મળી રહી છે. સોમવારે 5 ઇંચ વરસાદ બાદ આજે સવારથી જ અહીં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સવારે 6 થી બપોરે 2 વાગ્યા સુધીના આંકડા જોઈએ તો, સુરતના કામરેજમાં સૌથી વધુ 8.5 ઇંચ, સુરત શહેરમાં 7 ઇંચ અને પલસાણામાં 6 ઇંચ વરસાદ ખાબક્યો છે.

સતત વરસાદના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં કેડસમા પાણી ભરાઈ ગયા છે, જેના કારણે લોકોને ટ્રેક્ટર અને બોટ મારફતે રેસ્ક્યૂ કરવાની નોબત આવી છે. સુરતમાં ખાડીના જળસ્તરમાં પણ ભયજનક રીતે વધારો થઈ રહ્યો છે, જેનાથી આગામી કલાકોમાં સ્થિતિ વધુ વિકટ બનવાની ભીતિ સેવાઈ રહી છે.

આ પણ વાંચોઃ અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ

સુરતમાં 2 નાં મોત, શાળાઓમાં રજા જાહેર

અવિરત વરસાદને કારણે સુરતમાં કરૂણ ઘટનાઓ પણ સામે આવી છે. વરસાદી માહોલ વચ્ચે કરંટ લાગવાથી એક બાળકીનું અને વીજળી પડવાથી એક મહિલાનું મોત નીપજ્યું છે. આ ઉપરાંત, સહારા દરવાજાના ગરનાળામાં મુસાફરોથી ભરેલી એક એસટી બસ ફસાઈ ગઈ હતી, જોકે સદનસીબે તમામ મુસાફરો સુરક્ષિત છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતા સુરત મહાનગરપાલિકા અને નગરપાલિકાએ તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ આંગણવાડીઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખીને સંપૂર્ણ રજા જાહેર કરી દીધી છે.

શેત્રુંજી ડેમના 59 દરવાજા ખોલાયા, પણ કચ્છ હજુ કોરું

સમગ્ર રાજ્યની વાત કરીએ તો, આજે બપોરના 2 વાગ્યા સુધીમાં 141 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે ભાવનગરના શેત્રુંજી ડેમમાં ધસમસતી પાણીની આવક થઈ છે, જેને પગલે ડેમના તમામ 59 દરવાજા 1 ફૂટ 6 ઇંચ ખોલવામાં આવ્યા છે.

જોકે, આ કુદરતની કરામત જ કહી શકાય કે એક તરફ રાજ્યના મોટાભાગના વિસ્તારો જળબંબાકાર છે, ત્યારે બીજી તરફ 7 જુલાઈ વીતી જવા છતાં રાજ્યના 8 તાલુકાઓ એવા છે જ્યાં હજુ સુધી મોસમનો એક પણ વરસાદ પડ્યો નથી. આશ્ચર્યની વાત એ છે કે, આ 8 માંથી 6 તાલુકા તો માત્ર કચ્છ જિલ્લાના જ છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર

Frequently Asked Questions

ગુજરાતમાં ભારે વરસાદનું મુખ્ય કારણ શું છે?

રાજ્યમાં એકસાથે 5 શક્તિશાળી હવામાન સિસ્ટમ સક્રિય છે. તેમાં વેલમાર્ક લો પ્રેશર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ત્રણ ટ્રફનો સમાવેશ થાય છે.

આજે (7 જુલાઈ) કયા વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે?

આજે સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, ભાવનગર અને સંઘપ્રદેશ દમણ-દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની ચેતવણી અપાઈ છે.

સુરતમાં વરસાદની વર્તમાન સ્થિતિ કેવી છે?

સુરતના કામરેજમાં 8.5 ઇંચ અને શહેરમાં 7 ઇંચ વરસાદ પડ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં ટ્રેક્ટર અને બોટથી લોકોને રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યા છે.

સુરતમાં વરસાદને કારણે કોઈ મૃત્યુ થયા છે અને શાળાઓ બંધ છે?

હા, સુરતમાં કરંટ લાગવાથી એક બાળકીનું અને વીજળી પડવાથી એક મહિલાનું મોત થયું છે. પરિસ્થિતિને જોતા તમામ શાળાઓ અને આંગણવાડીઓમાં રજા જાહેર કરાઈ છે.

શું કચ્છમાં પણ ભારે વરસાદ છે?

ના, રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ છે, પરંતુ 8 તાલુકામાં હજુ એક પણ વરસાદ પડ્યો નથી. આ 8 માંથી 6 તાલુકા એકલા કચ્છ જિલ્લાના છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 48 કલાક આ વિસ્તાર માટે ભારે, 20 ઈંચ વરસાદની આશંકા
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 48 કલાક આ વિસ્તાર માટે ભારે, 20 ઈંચ વરસાદની આશંકા
ગુજરાતમાં આગામી 3 દિવસ અતિભારે વરસાદની આગાહી! કાલે 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, જુઓ લિસ્ટ
ગુજરાતમાં આગામી 3 દિવસ અતિભારે વરસાદની આગાહી! કાલે 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, જુઓ લિસ્ટ
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
હવામાન વિભાગની આગામી 3 કલાક માટે અતિભારે વરસાદની આગાહી: 6 જિલ્લામાં રેડ એલર્ટ તો 21 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગની આગામી 3 કલાક માટે અતિભારે વરસાદની આગાહી: 6 જિલ્લામાં રેડ એલર્ટ તો 21 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દમણ પ્રશાસનને સલામ
Hun To Bolish : હું તો બોલીશ : પાણીમાં વાહનનો વીમો ?
Hun To Bolish : હું તો બોલીશ : જળપ્રલયમાં લોકપ્રહરી
Audio Viral: ગુજરાતમાં મોટાપાયે અરાજક્તા ફેલાવવાના ષડયંત્રનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast : આગામી 48 કલાક ઉ.ગુજરાત માટે ભારે, અંબાલાલ પટેલે શું કરી આગાહી?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
Embed widget