શોધખોળ કરો

ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર

Gujarat weather alert tonight: સુરતમાં 2 કલાકમાં 4 ઈંચ વરસાદથી જળબંબાકાર અને 2 ના મોત; ટ્રેક પર પાણી ભરાતા અનેક ટ્રેનો રદ, મુસાફરો અટવાયા.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ તબાહી મચાવી, ૨૩ જિલ્લામાં રેડ એલર્ટ.
  • સુરતમાં ૨ કલાકમાં ૪ ઇંચ વરસાદ, ૨ યુવકોના કરુણ મોત.
  • મુંબઈ તરફનો રેલવે વ્યવહાર ખોરવાયો, અનેક ટ્રેનો રદ/ડાયવર્ટ.

Gujarat weather alert tonight: ગુજરાતમાં, ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મેઘરાજાએ ભારે તબાહી મચાવી છે. સુરત, નવસારી અને વલસાડમાં પડેલા ધોધમાર વરસાદે સામાન્ય જનજીવન એકદમ અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. રસ્તાઓ પર નદીઓની જેમ પાણી વહેતા થયા છે, અને તેની સીધી અસર મુંબઈ તરફ જતા રેલવે વ્યવહાર પર પડી છે જે લગભગ ખોરવાઈ ગયો છે. આ ગંભીર અને વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે રાતના 10 વાગ્યા સુધી રાજ્યના 23 જિલ્લાઓમાં અતિભારે વરસાદની આશંકા સાથે 'રેડ એલર્ટ' જાહેર કર્યું છે.

સુરતમાં 2 કલાકમાં 4 ઈંચ વરસાદ: 2 યુવકોના કરુણ મોત

સુરત શહેરમાં બપોરે 4 વાગ્યા પછી આકાશમાંથી જાણે આફત વરસી હોય તેમ માત્ર 2 જ કલાકમાં 4 ઈંચ જેટલો મુશળધાર વરસાદ ખાબકી ગયો હતો. આ 1 કલાકના ધોધમાર વરસાદે કતારગામ, અઠવાલાઇન્સ, વરાછા અને અડાજણ સહિતના અનેક વિસ્તારોને જળબંબોળ કરી દીધા હતા. રસ્તાઓ તળાવમાં ફેરવાઈ જતાં અને દુકાનો-સોસાયટીઓમાં પાણી ઘૂસી જતાં લોકો ભારે પરેશાન થયા હતા. સાંજે ઓફિસેથી છૂટવાના સમયે જ વરસાદ તૂટી પડતાં વાહનચાલકો અને કર્મચારીઓ અટવાયા હતા. આ દરમિયાન, રાંદેર વિસ્તારમાં વીજકરંટ લાગવાથી 2 યુવાનોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. આજના આંકડાઓ જોઈએ તો, સવારે 6 થી સાંજે 6 વાગ્યા સુધીમાં રાજ્યના 98 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં 39 તાલુકામાં 1 ઈંચથી વધુ અને વાપી, પારડી તેમજ સુરત શહેરમાં સૌથી વધુ 4-4 ઈંચ વરસાદ પડ્યો છે.

23 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર

હવામાન વિભાગની તાકીદની આગાહી મુજબ, સાંજે 7 થી રાત્રે 10 વાગ્યા દરમિયાન 3 કલાક માટે રાજ્યના 23 જિલ્લાઓમાં કટોકટીભરી સ્થિતિ સર્જાઈ શકે છે. આ જિલ્લાઓમાં બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, જૂનાગઢ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરા, પંચમહાલ અને મહેસાણાનો સમાવેશ થાય છે. તંત્ર દ્વારા લોકોને અત્યંત સાવચેત રહેવા અપીલ કરાઈ છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં મેઘરાજાની શાનદાર બેટિંગ: રાજ્યમાં સિઝનનો 17.26% વરસાદ નોંધાયો, જાણો ક્યાં સૌથી વધુ પડ્યો

રેલવે વ્યવહાર બરાબરનો ખોરવાયો: મુસાફરો માટે ખાસ વ્યવસ્થા

મહારાષ્ટ્રના પાલઘર નજીક રેલવે ટ્રેક પર પાણી ફરી વળતા અને ટ્રેક ધોવાઈ જવાના કારણે મુંબઈ જતો રેલ વ્યવહાર સંપૂર્ણ ઠપ થઈ ગયો છે. આના લીધે હજારો મુસાફરો રસ્તામાં અટવાયા છે.

કર્ણાવતી અને જોધપુર-બાંદ્રા જેવી મહત્વની મુખ્ય ટ્રેનોને વલસાડ અને વાપીથી જ પાછી ફેરવવાની ફરજ પડી છે.

અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ અને અજમેર-દાદર સહિતની 7 જેટલી ટ્રેનોને મુંબઈ પહોંચતા પહેલા જ અલગ-અલગ સ્ટેશનો પર ટૂંકાવી (શોર્ટ-ટર્મિનેટ) દેવાઈ છે.

મધ્ય રેલવેમાં ભૂસ્ખલનની ઘટનાને કારણે અમદાવાદ-ચેન્નઈ સેન્ટ્રલ અને પુણે-ભુજ સહિતની 3 ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે.

પશ્ચિમ રેલવે દ્વારા સુરત-માલદા ટાઉન એક્સપ્રેસને 6.45 કલાક મોડી એટલે કે સાંજે 5:15 વાગ્યે ઉપાડવાનો નિર્ણય લેવાયો છે.

અટવાયેલા મુસાફરોની સહુલિયત માટે વહીવટી તંત્ર અને રેલવે દ્વારા સુરત, વલસાડ અને વાપી સ્ટેશનો પર તાત્કાલિક સ્પેશિયલ હેલ્પ ડેસ્ક અને ખાસ ST બસોની સુવિધા ઉભી કરવામાં આવી છે. રેલવે પ્રશાસને લોકોને નમ્ર અપીલ કરી છે કે તેઓ ઘરની બહાર નીકળતા પહેલા પોતાની ટ્રેનનું સ્ટેટસ અચૂક ચેક કરી લે.

આ પણ વાંચોઃ ગુજરાત ચોમાસું અપડેટ: 2804 ગામોની વીજળી ગુલ, 777 લોકોનું સ્થળાંતર, NDRF અને SDRFની 35 ટીમો તૈનાત

Frequently Asked Questions

ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદથી સૌથી વધુ અસર થઈ છે?

દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદથી સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. રસ્તાઓ પર નદીઓની જેમ પાણી વહેતા થયા છે.

હવામાન વિભાગે કેટલા જિલ્લાઓ માટે 'રેડ એલર્ટ' જાહેર કર્યું છે?

હવામાન વિભાગે રાતના 10 વાગ્યા સુધી રાજ્યના 23 જિલ્લાઓમાં અતિભારે વરસાદની આશંકા સાથે 'રેડ એલર્ટ' જાહેર કર્યું છે. લોકોને સાવચેત રહેવા અપીલ કરાઈ છે.

સુરત શહેરમાં વરસાદને કારણે કઈ દુર્ઘટના બની છે?

સુરતમાં 2 કલાકમાં 4 ઈંચ વરસાદ પડ્યો હતો, જેના કારણે અનેક વિસ્તારો જળબંબોળ થયા હતા. રાંદેર વિસ્તારમાં વીજકરંટ લાગવાથી 2 યુવાનોના કરુણ મોત નીપજ્યા છે.

મુંબઈ તરફ જતા રેલવે વ્યવહાર પર શું અસર થઈ છે?

મહારાષ્ટ્રના પાલઘર નજીક ટ્રેક પર પાણી ફરી વળતા અને ધોવાઈ જવાના કારણે મુંબઈ તરફનો રેલવે વ્યવહાર સંપૂર્ણ ખોરવાઈ ગયો છે. ઘણી ટ્રેનો રદ અથવા ટૂંકાવવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
પૂજ્ય સંત શ્રી લાલબાપુનું અમદાવાદમાં સફળતાપૂર્વક ઓપરેશન પૂર્ણ
પૂજ્ય સંત શ્રી લાલબાપુનું અમદાવાદમાં સફળતાપૂર્વક ઓપરેશન પૂર્ણ
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Advertisement

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
80th Independence Day Live: 80મા સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પર ગૂંજશે વંદેમાતરમ્, PM મોદી 13મી વખત ફરકાવશે તિરંગો
80th Independence Day Live: 80મા સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પર ગૂંજશે વંદેમાતરમ્, PM મોદી 13મી વખત ફરકાવશે તિરંગો
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Embed widget