Gujarat Local Body Election Result: જૂનાગઢ મહાનગરપાલિકા પર ભાજપનો કબજો, અત્યાર સુધીમાં ભાજપે જીતી 33 બેઠક
જૂનાગઢમાં અત્યાર સુધીમાં ભાજપે 33 બેઠક મેળવી હતી. જૂનાગઢના વોર્ડ નંબર 10માં ભાજપને પેનલનો વિજય થયો હતો.

Gujarat Local Body Election Result: જૂનાગઢ મહાનગરપાલિકામા ભાજપનો ભગવો લહેરાવ્યો હતો. જૂનાગઢમાં અત્યાર સુધીમાં ભાજપે 33 બેઠક મેળવી હતી. જૂનાગઢના વોર્ડ નંબર 10માં ભાજપને પેનલનો વિજય થયો હતો. તે સિવાય ચાણસ્મા નગરપાલિકામાં પણ ભાજપે કબજો જમાવ્યો હતો. ચાણસ્મામાં જાહેર પરિણામમાં 13 પર ભાજપનો વિજય થયો છે. ગાંધીનગરની છાલા બેઠક પર ભાજપની જીત થઇ હતી. સંતરામપુર વોર્ડ નંબર-2માં ભાજપની પેનલનો વિજય થયો હતો. બોટાદની ગઢડા નગરપાલિકા પર ભાજપનો કબજો થયો હતો.
ગિરીશ કોટેચાના પુત્ર સામે ચૂંટણી લડેલા ઉમેદવાર ભાજપમાં જોડાયા હતા. જૂનાગઢ મનપામાં વોર્ડ નંબર 9માં પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચા સામે ચૂંટણી લડેલા ઉમેદવાર મહિપતસિંહ બસીયાએ પરાજય થતા જ કેસરિયો ધારણ કર્યો અને કહ્યું મેં જે ધાર્યું હતું અને મારે જે કરવું હતું તે કરી લીધું હતું.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફરી ભાજપનો ભગવો લહેરાયો હતો. અત્યાર સુધી જાહેર કરાયેલા પરિણામોમાં 464 બેઠક પર ભાજપે જીત મેળવી હતી. જાહેર થયેલા પરિણામમાં 39 બેઠક પર કોંગ્રેસની જીત થઇ હતી. જાહેર થયેલા પરિણામમાં 5 બેઠક પર BSPની જીત થઇ છે. હારીજના અત્યાર સુધીના પરિણામમાં ભાજપને 9 અને કોંગ્રેસને 7 બેઠક થઇ છે. હારીજ વોર્ડ-4માં કોંગ્રેસના 3 અને ભાજપના 1 ઉમેદવારનો વિજય થયો હતો. ગાંધીનગર તાલુકા પંચાયતની 8 બેઠક પૈકી 5 પર ભાજપ, 3 પર કોંગ્રેસનો વિજય થયો હતો.
હાલોલ વોર્ડ-7માં ભાજપની પેનલનો વિજય થયો હતો. ગારિયાધાર વોર્ડ-2માં ભાજપની પેનલનો વિજય થયો હતો. શિનોરની સાધલી બેઠક પર ભાજપની જીત થઇ છે. ચાણસ્મા વોર્ડ નંબર-3માં ભાજપની પેનલનો વિજય થયો હતો. રાજુલા વોર્ડ નંબર-4માં ભાજપની પેનલનો વિજય થયો હતો. જાફરાબાદ નપાની ચૂંટણીમાં કોંગ્રેસના સૂપડા સાફ થયા હતા. જાફરાબાદ નપામાં 16 બિનહરીફ બાદ ભાજપે વધુ 12 બેઠક પર જીત મેળવી હતી.

ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી