શોધખોળ કરો

ગુજરાત પર એકસાથે 3 મજબૂત સિસ્ટમની એન્ટ્રી: આગામી 45 કલાકમાં હવામાન વિભાગે કેમ જાહેર કર્યું મોટું એલર્ટ?

Gujarat weather forecast: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું 'યલો એલર્ટ'; માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી, જ્યારે અમદાવાદ સહિતના શહેરોમાં અસહ્ય ગરમી અને બફારાનો ડબલ એટેક.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ગુજરાતમાં ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, ભારે વરસાદ સંભવ.
  • દક્ષિણ ગુજરાત 2-4 જુલાઈએ ભારે વરસાદ, યલો એલર્ટ.
  • ભારે પવનથી માછીમારોને દરિયો ન ખેડવા સ્પષ્ટ સૂચના.
  • વરસાદ વચ્ચે રાજ્યમાં અસહ્ય ગરમી, બફારો યથાવત.

Gujarat weather forecast: ગુજરાતમાં ચોમાસાની ગતિ ધીમી હોવા છતાં હવામાન વિભાગ (IMD) દ્વારા રાજ્યમાં એકસાથે 3 મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હોવાની પુષ્ટિ કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને સિઝનલ ટ્રફના પગલે આગામી 2 અને 3 જુલાઈએ રાજ્યના વિવિધ ભાગોમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે, જેને લઈને સ્થાનિક વહીવટી તંત્રને પણ એલર્ટ મોડ પર મૂકવામાં આવ્યું છે.

3 સિસ્ટમ સક્રિય થતાં પવનની ગતિ વધશે

હવામાન વિભાગના સત્તાવાર નિવેદન અનુસાર, હાલમાં મધ્યપ્રદેશ આસપાસ સાયક્લોનિક સર્ક્યુલેશન, પંજાબથી બિહાર સુધી સિઝનલ ટ્રફ અને એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એમ 3 સિસ્ટમ સક્રિય છે. આ સિસ્ટમોના પ્રભાવથી રાજ્યમાં ચોમાસું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. વરસાદી સિસ્ટમ સક્રિય થતાં દરિયાકાંઠાના વિસ્તારોમાં 40 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. દરિયામાં ભારે કરંટ જોવા મળી શકે તેમ હોવાથી આગામી 1 અને 2 જુલાઈએ માછીમારોને દરિયો ન ખેડવા કડક સૂચના આપવામાં આવી છે.

કયા જિલ્લાઓમાં કેવો રહેશે વરસાદી માહોલ?

આજે 28 જૂને ઉત્તર અને મધ્ય ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, થરાદ, પાટણ, અરવલ્લી, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં હળવો વરસાદી માહોલ રહેશે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, તાપી, વલસાડ અને નવસારી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગે આગામી 2 થી 4 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાતના નવસારી, સુરત, વલસાડ અને ડાંગમાં 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન અને ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી 'યલો એલર્ટ' (Yellow Alert) જાહેર કર્યું છે.

આ પણ વાંચોઃ હવામાન નિષ્ણાતની મોટી આગાહી: આ તારીખે આખું ગુજરાત ચોમાસાથી ઘમરોળાશે

વરસાદ વચ્ચે અસહ્ય ગરમી અને બફારાનો અહેસાસ

રાજ્યમાં એક તરફ વરસાદી માહોલ બંધાઈ રહ્યો છે, તો બીજી તરફ નાગરિકોને અસહ્ય ગરમી અને બફારાનો સામનો પણ કરવો પડી રહ્યો છે. હવામાં ભેજનું પ્રમાણ સતત વધી રહ્યું હોવાથી ગરમીની તીવ્રતા વધુ અનુભવાય છે. આગામી દિવસોમાં રાજ્યનું મહત્તમ તાપમાન 38 થી 40 ડિગ્રી આસપાસ નોંધાઈ શકે છે. આજે 28 જૂને અમદાવાદમાં પારો 41 ડિગ્રી સુધી પહોંચે તેવી પૂરેપૂરી શક્યતા છે. દરિયાકાંઠાના વિસ્તારો અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે ભેજને કારણે લોકોને વાતાવરણમાં ડબલ ઋતુનો અહેસાસ થશે; એક તરફ પવન અને વરસાદી ઝાપટાં, તો બીજી તરફ ભેજયુક્ત ગરમીનો ઉકળાટ લોકોને અકળાવશે.

આ પણ વાંચોઃ અંબાલાલ પટેલની નવી આગાહી: જુલાઈમાં આ તારીખો વચ્ચે આવશે પૂર, જાણી લો એલર્ટ

Frequently Asked Questions

ગુજરાતમાં હાલ વરસાદ માટે કઈ સિસ્ટમ સક્રિય છે?

હવામાન વિભાગ અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને સિઝનલ ટ્રફ એમ 3 મજબૂત વરસાદી સિસ્ટમ ગુજરાતમાં સક્રિય છે. આ સિસ્ટમોના પ્રભાવથી રાજ્યમાં ચોમાસું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે.

આગામી દિવસોમાં કયા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે?

આગામી 2 અને 3 જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. ખાસ કરીને સુરત, ડાંગ, તાપી, વલસાડ અને નવસારી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

માછીમારો માટે હવામાન વિભાગ દ્વારા શું સૂચનાઓ આપવામાં આવી છે?

વરસાદી સિસ્ટમ સક્રિય થતાં દરિયાકાંઠાના વિસ્તારોમાં 40 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. આથી, 1 અને 2 જુલાઈએ માછીમારોને દરિયો ન ખેડવા કડક સૂચના અપાઈ છે.

કયા જિલ્લાઓ માટે 'યલો એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે અને ક્યારથી?

હવામાન વિભાગે 2 થી 4 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાતના નવસારી, સુરત, વલસાડ અને ડાંગ માટે 'યલો એલર્ટ' જાહેર કર્યું છે. આ વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે.

વરસાદ વચ્ચે પણ હવામાન કેવું રહેશે અને ગરમીનું પ્રમાણ કેમ વધ્યું છે?

વરસાદી માહોલ વચ્ચે પણ અસહ્ય ગરમી અને બફારાનો અહેસાસ થશે. હવામાં ભેજનું પ્રમાણ સતત વધી રહ્યું હોવાથી ગરમીની તીવ્રતા વધુ અનુભવાશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
મોરબી જિલ્લામાં આકાશી આફત: મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમના દરવાજા ખોલાયા, નદી બે કાંઠે વહેતા બેઠો પુલ બંધ
મોરબી જિલ્લામાં આકાશી આફત: મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમના દરવાજા ખોલાયા, નદી બે કાંઠે વહેતા બેઠો પુલ બંધ
Advertisement

વિડિઓઝ

Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
Commonwealth Games 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે મળ્યો 8મો ગોલ્ડ, જેસ્મિન લામ્બોરિયાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ
Commonwealth Games 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે મળ્યો 8મો ગોલ્ડ, જેસ્મિન લામ્બોરિયાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
મોરબી જિલ્લામાં આકાશી આફત: મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમના દરવાજા ખોલાયા, નદી બે કાંઠે વહેતા બેઠો પુલ બંધ
મોરબી જિલ્લામાં આકાશી આફત: મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમના દરવાજા ખોલાયા, નદી બે કાંઠે વહેતા બેઠો પુલ બંધ
અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ
અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ
રેશન મળવામાં તકલીફ છે? હવે WhatsApp પર કરો ફરિયાદ, આ રહ્યો સરકારી નંબર
રેશન મળવામાં તકલીફ છે? હવે WhatsApp પર કરો ફરિયાદ, આ રહ્યો સરકારી નંબર
Embed widget