શોધખોળ કરો

હવામાન નિષ્ણાતની મોટી આગાહી: આ તારીખે આખું ગુજરાત ચોમાસાથી ઘમરોળાશે

Gujarat rain forecast: અમદાવાદ-ગાંધીનગરમાં 40 ડિગ્રી ઉકળાટ વચ્ચે માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી, જાણો ક્યાં અને ક્યારે પડશે વરસાદ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • રાજ્યના ૧૧ જિલ્લામાં આજે હળવો વરસાદ, ગરમી યથાવત્.
  • ૧ જુલાઈથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, માછીમારોને ચેતવણી.
  • ૨ જુલાઈ સુધીમાં ચોમાસું રાજ્યભરમાં સારો વરસાદ લાવશે.

Gujarat rain forecast: રાજ્યમાં વરસાદની રાહ જોઈ રહેલા લોકો માટે મહત્વના સમાચાર છે. આજે 28 જૂને ગુજરાતના 11 જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે 1 જુલાઈથી દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાવાઝોડા અને તેજ પવન સાથે ભારે વરસાદની શક્યતા છે. એક તરફ અમુક જિલ્લાઓમાં વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે, તો બીજી તરફ દરિયાકાંઠે 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી માછીમારોને એલર્ટ કરાયા છે. જોકે, આ બધા વચ્ચે અમદાવાદ અને ગાંધીનગર જેવા મોટા શહેરોમાં હજુ પણ 40 ડિગ્રી તાપમાન સાથે લોકો કાળઝાળ ગરમી અને બફારાનો સામનો કરી રહ્યા છે.

હાલની સ્થિતિ: ક્યાંક વરસાદ, તો ક્યાંક કાળઝાળ ગરમી

છેલ્લા 24 કલાકની વાત કરીએ તો, ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી અને નર્મદા જિલ્લામાં સારો વરસાદ નોંધાયો છે. પરંતુ નવાઈની વાત એ છે કે રાજ્યના 54 તાલુકાઓ હજુ પણ સંપૂર્ણપણે કોરા ધાકોડ છે.

ગઈકાલે (27 જૂને) અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો 40 ડિગ્રીથી ઉપર નોંધાયો હતો. આ ઉપરાંત અમરેલીમાં 39.9, ભાવનગરમાં 37.6 અને ભુજમાં 38.2 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન રહ્યું હતું. ચોમાસાની એન્ટ્રી થયા બાદ પણ મોટાભાગના વિસ્તારોમાં હજુ વરસાદે જમાવટ કરી નથી.

માછીમારો માટે ખાસ ચેતવણી

હાલમાં ઉત્તર ગુજરાત અને તેની આસપાસ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે, સાથે જ આંધ્રપ્રદેશથી મધ્ય મહારાષ્ટ્ર સુધીની ટ્રફ લાઇન પણ યથાવત છે. આ સિસ્ટમના કારણે આગામી 2 થી 3 દિવસમાં ગુજરાતના કેટલાક ભાગોમાં ચોમાસું આગળ વધે તેવી પૂરી સંભાવના છે. ખરાબ હવામાનને કારણે 1 જુલાઈના રોજ માછીમારોને દરિયો ન ખેડવાની કડક ચેતવણી આપવામાં આવી છે. આ સમયે દરિયાકાંઠે પવનની ઝડપ 40 થી 50 કિમી રહેશે, જે વધીને 60 કિમી પ્રતિ કલાક સુધી પણ પહોંચી શકે છે.

આ પણ વાંચોઃ અંબાલાલ પટેલની મોટી આગાહી: આ તારીખથી ગુજરાતના તમામ ઝોનમાં તૂટી પડશે ભારે વરસાદ!

કયા દિવસે ક્યાં પડશે વરસાદ?

હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો માટે જાહેર કરવામાં આવેલી આગાહી નીચે મુજબ છે:

28 જૂન: દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ આવું જ વાતાવરણ રહેશે. રાજ્યના બાકીના જિલ્લાઓમાં હવામાન સૂકું રહેશે.

29 અને 30 જૂન: અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભાવનગર, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

1 જુલાઈ: જુલાઈની શરૂઆતથી મેઘરાજા ખરી જમાવટ કરશે. વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને વીજળીના કડાકા સાથે મધ્યમ વરસાદ પડી શકે છે.

2 અને 3 જુલાઈ: દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાઓ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડવાની પૂરી શક્યતા છે.

આ પણ વાંચોઃ ગુજરાતના આ જિલ્લાઓમાં મેઘરાજા તૂટી પડશે! આગામી 3 કલાક માટે ભારે વરસાદની આગાહી

હવામાન નિષ્ણાતની આગાહી

હવામાન જ્યોતિષ જયપ્રકાશ માઢકના જણાવ્યા અનુસાર, આગામી 4 દિવસમાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ચોમાસું ધીમે ધીમે આગળ વધશે. 2 જુલાઈએ ચોમાસું સમગ્ર ગુજરાતમાં છવાઈ જવાની શક્યતા છે.

તેમની આગાહી મુજબ, 1 જુલાઈ સુધી સૌરાષ્ટ્રમાં છૂટોછવાયો હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. પરંતુ 2 થી 7 જુલાઈ દરમિયાન ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધશે અને સારો વરસાદ પડશે. ખાસ કરીને 1 અને 2 જુલાઈના રોજ ભાવનગર જિલ્લામાં સારા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

Frequently Asked Questions

આજે (28 જૂન) ગુજરાતમાં કયા જિલ્લાઓમાં વરસાદની આગાહી છે?

આજે (28 જૂન) દક્ષિણ ગુજરાતના વડોદરા, સુરત, નવસારી સહિત 11 જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ આવું જ વાતાવરણ રહેશે.

માછીમારો માટે કઈ ખાસ ચેતવણી જારી કરવામાં આવી છે?

1 જુલાઈના રોજ માછીમારોને દરિયો ન ખેડવાની કડક ચેતવણી અપાઈ છે. આ દિવસે દરિયાકાંઠે પવનની ઝડપ 40 થી 50 કિમી પ્રતિ કલાક રહેશે, જે 60 કિમી સુધી પણ પહોંચી શકે છે.

કયા મોટા શહેરોમાં હજુ પણ ગરમી અને બફારાનો અનુભવ થઈ રહ્યો છે?

અમદાવાદ અને ગાંધીનગર જેવા મોટા શહેરોમાં હજુ પણ 40 ડિગ્રી તાપમાન સાથે કાળઝાળ ગરમી અને બફારાનો સામનો કરવો પડી રહ્યો છે. ગઈકાલે પણ આ શહેરોમાં પારો 40 ડિગ્રીથી ઉપર નોંધાયો હતો.

હવામાન નિષ્ણાત મુજબ ચોમાસું સમગ્ર ગુજરાતમાં ક્યારે છવાઈ જશે?

હવામાન જ્યોતિષ જયપ્રકાશ માઢકના જણાવ્યા અનુસાર, આગામી 4 દિવસમાં ચોમાસું ધીમે ધીમે આગળ વધશે. 2 જુલાઈએ ચોમાસું સમગ્ર ગુજરાતમાં છવાઈ જવાની શક્યતા છે.

જુલાઈ મહિનાની શરૂઆતમાં કયા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે?

2 અને 3 જુલાઈના રોજ દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાઓ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Surendranagar: ચુડામાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં 200 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઇઝનિંગ
Surendranagar: ચુડામાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં 200 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઇઝનિંગ
Valsad Rain: વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, સ્થાનિક નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ
Valsad Rain: વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, સ્થાનિક નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ
Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી
Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આતંકીઓ ક્યાં ફોડવાના હતા બોમ્બ ?
Hun To Bolish : હું તો બોલીશ : દીકરીઓને વાસી ભોજન કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ અમેરિકા
Ambalal Patel Forecast: 20 જુલાઈ બાદ જામશે વરસાદી માહોલ : અંબાલાલ પટેલની આગાહી
Geniben Thakor : કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે ફરી અંધશ્રદ્ધા મુદ્દે મહિલાઓને કરી ટકોર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે, IMD અપડેટ 
કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે, IMD અપડેટ 
લોર્ડ્સમાં અંતિમ મેચ રમશે રોહિત શર્મા? હીટમેનની નિવૃતીના સમાચાર પર BCCI એ તોડ્યું મૌન
લોર્ડ્સમાં અંતિમ મેચ રમશે રોહિત શર્મા? હીટમેનની નિવૃતીના સમાચાર પર BCCI એ તોડ્યું મૌન
Earthquake: મેક્સિકોના દરિયાકાંઠે 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી 
Earthquake: મેક્સિકોના દરિયાકાંઠે 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી 
Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી
Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી
MutualFund: મહિને ₹5,000ની SIPથી બની શકો કરોડપતિ! જાણો ₹1 કરોડ બનતા કેટલો સમય લાગે?
MutualFund: મહિને ₹5,000ની SIPથી બની શકો કરોડપતિ! જાણો ₹1 કરોડ બનતા કેટલો સમય લાગે?
ક્રિકેટના સૌથી 'મહાન ઓલરાઉન્ડર'નું 89 વર્ષની વયે નિધન, ક્રિકેટ જગતમાં શોકનો માહોલ

Embed widget