શોધખોળ કરો

Gujarat Monsoon: વરસાદ બન્યો વેરી, રાજ્યમાં ભારે વરસાદથી 8 લોકોનાં મોત, 11 ઘાયલ

Gujarat Monsoon: પંચમહાલ જિલ્લામાં હાલોલમાં દીવાલ પડવાથી 4 લોકોના, આણંદમાં દિવાલ પડવાથી 2 લોકોના તથા અરવલ્લીના ધનસુરામાં અને જામનગર ગ્રામ્ય પાણીમાં ડૂબી જવાથી 1-1 વ્યક્તિનું મૃત્યુ થયું છે.

Gujarat Monsoon: ગુજરાતમાં રવિવારથી અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે.  રાજ્યમાં ભારે વરસાદના પગલે 8 માનવ મૃત્યુ નોંધાયા છે, જ્યારે 11 લોકોને ઈજાઓ થઈ છે. વરસાદમાં વીજળી પડવાથી અને વીજકરંટથી 64 પશુઓના મૃત્યુ થયા છે. પંચમહાલ જિલ્લામાં હાલોલમાં દીવાલ પડવાથી 4 લોકોના, આણંદમાં દિવાલ પડવાથી 2 લોકોના તથા અરવલ્લીના ધનસુરામાં અને જામનગર ગ્રામ્ય પાણીમાં ડૂબી જવાથી  1-1 વ્યક્તિનું મૃત્યુ થયું છે.

ભારે વરસાદથી 106 રસ્તાઓ બંધ

રાજ્યમાં ભારે વરસાદના પગલે અનેક રસ્તાઓ બંધ છે. પંચાયત વિભાગના 106 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરાયા છે. સૌથી વધુ તાપી જિલ્લામાં 57 રસ્તાઓ બંધ છે, જ્યારે નવસારી જિલ્લામાં 22 રસ્તાઓ બંધ છે. સુરત જિલ્લામાં 17 રસ્તાઓ, વલસાડ જિલ્લામાં 7 રસ્તાઓ બંધ છે. ઉપરાંત કચ્છ, બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લામાં પંચાયત વિભાગના 1 - 1 રસ્તાઓ વરસાદના પગલે બંધ છે.

Gujarat Monsoon: વરસાદ બન્યો વેરી, રાજ્યમાં ભારે વરસાદથી 8 લોકોનાં મોત, 11 ઘાયલ

24 કલાકમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે. સૌથી વધુ જૂનાગઢમાં 11 ઇંચ વરસાદ પડ્યો છે. તાપીના વાલોદ અને સુરતના મહુવામાં પણ છેલ્લા 24 કલાકમાં 11 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.  તાપીના વ્યારા અને કચ્છના અંજારમાં 8 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. સ્ટેટ કન્ટ્રોલરૂમ દ્વારા રાજ્યમાં વરસાદના પગલે તમામ જિલ્લાઓ સાથે સંપર્ક કરાઈ રહ્યો છે.  

Gujarat Monsoon: વરસાદ બન્યો વેરી, રાજ્યમાં ભારે વરસાદથી 8 લોકોનાં મોત, 11 ઘાયલ

રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ભુખી પાસેનો ભાદર-2  સિંચાઈ યોજના નંબર-149 ભાદર-2 ડેમ ભારે વરસાદને કારણે 80 ટકા ભરાઈ ગયો છે. ડેમમાં હાલ  6.11  વાગ્યે 30158 કયુસેક પ્રવાહની આવક ચાલુ છે. ડેમની કુલ સપાટી 53.1મી. તથા હાલની સપાટી 51 છે, પાણીની આવક વધતા ગમે ત્યારે ડેમના દરવાજા ખોલવામાં આવે તેવી શક્યતા છે. આથી, ડેમના હેઠવાસમાં આવતા ધોરાજી તાલુકા ના ભોળા, ભોળગામડા, છાડવા વદર અને સુપેડી, ઉપલેટા તાલુકાના ડુમિયાણી, ચીખલીયા, સમઢીયાળા, ગણોદ, ઈસરા, કુંઢેચ, ભીમોરા, ગાધા, ગધેડ, હાડફોડી, લાઠ, મેલી મજેઠી, નીલાખા, તલગણા ગામોના લોકોએ નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં અવરજવર નહિ કરવા તેમજ સાવચેત રહેવા રાજકોટ ફ્લડ સેલની યાદીમાં જણાવ્યું છે.  

મોરબીના મચ્છુ – 3 ડેમના બે દરવાજા એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા

સુરેન્દ્રનગરના ચોટીલામાં 24 કલાકમાં 5 ઈંચ વરસાદ પડ્યો હતો જેના પગલે ચોટીલા ડુંગર પરથી વરસાદી પાણી વહેતા થયા હતા. આ ઉપરાંત લખતર અને સાયલામાં પણ 2 ઈંચ વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે મોરબીના મચ્છુ-3 ડેમના બે દરવાજા એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા હોવાથી નીચાણવાળા 20 ગામોને એલર્ટ કરાયા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ
Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
Manmohan Singh Death: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન, 92 વર્ષની વયે દિલ્હી AIIMS માં અંતિમ શ્વાસ લીધા
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન, 92 વર્ષની વયે દિલ્હી AIIMS માં અંતિમ શ્વાસ લીધા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dr Manmohan Singh Passes Away: પૂર્વ PM મનમોહન સિંહનું નિધન, દિલ્હી AIIMSમાં લીધા અંતિમ શ્વાસHun To Bolish : હું તો બોલીશ : ભમતું મોતHun To Bolish : હું તો બોલીશ : લાલ પાણી કોનું પાપ?Sabar Dairy Incident : સાબર ડેરીમાં મોટી દુર્ઘટના! બોઈલરની સફાઈ દરમિયાન ગૂંગળામણથી એકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ
Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
Manmohan Singh Death: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન, 92 વર્ષની વયે દિલ્હી AIIMS માં અંતિમ શ્વાસ લીધા
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન, 92 વર્ષની વયે દિલ્હી AIIMS માં અંતિમ શ્વાસ લીધા
PM મોદીએ મનમોહન સિંહના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું, કહ્યું- તેમણે આર્થિક નીતિ પર મજબૂત છાપ છોડી
PM મોદીએ મનમોહન સિંહના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું, કહ્યું- તેમણે આર્થિક નીતિ પર મજબૂત છાપ છોડી
Manmohan Singh Death: પૂર્વ પીએમ ડૉ. મનમોહન સિંહના આ મોટા નિર્ણયોએ બદલી ભારતની તસવીર
Manmohan Singh Death: પૂર્વ પીએમ ડૉ. મનમોહન સિંહના આ મોટા નિર્ણયોએ બદલી ભારતની તસવીર
Congress: આ તારીખથી કોંગ્રેસ શરુ કરશે 'સંવિધાન બચાવો પદ યાત્રા', એક વર્ષ સુધી ચાલશે કાર્યક્રમ
Congress: આ તારીખથી કોંગ્રેસ શરુ કરશે 'સંવિધાન બચાવો પદ યાત્રા', એક વર્ષ સુધી ચાલશે કાર્યક્રમ
General Knowledge: અવકાશયાત્રીઓ અવકાશમાં બીમાર પડે ત્યારે તેમની સાથે કેવી રીતે કરવામાં આવે છે સારવાર, જાણીલો પદ્ધતિ
General Knowledge: અવકાશયાત્રીઓ અવકાશમાં બીમાર પડે ત્યારે તેમની સાથે કેવી રીતે કરવામાં આવે છે સારવાર, જાણીલો પદ્ધતિ
Embed widget