શોધખોળ કરો

અંબાલાલ પટેલની મોટી આગાહી: આ તારીખથી આખા ગુજરાતમાં વરસાદ તૂટી પડશે, રથયાત્રાથી જુલાઈ અંત સુધી...

Ambalal Patel Weather Forecast: ગુજરાતમાં 19 થી 30 જુલાઈ વચ્ચે સાર્વત્રિક અને ભારે વરસાદની સંભાવના, જાણો ખેડૂતો માટે કેવો રહેશે આ મહિનો.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • અંબાલાલ પટેલ: રથયાત્રા પર હળવો વરસાદ, વીજળીના કડાકા સંભાવના.
  • પૂર્વ ભારતમાં સિસ્ટમ સક્રિય, 17 જુલાઈ પછી ગુજરાતમાં મેઘમહેર.
  • 19-30 જુલાઈ સાર્વત્રિક વરસાદ, ખેડૂતોને પાક માટે લાભ.

Ambalal Patel Weather Forecast: ગુજરાતમાં વરસાદની કાગડોળે રાહ જોઈ રહેલા લોકો અને ખેડૂતો માટે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. અષાઢી બીજ એટલે કે રથયાત્રાના પાવન અવસર પર વરસાદ કેવો રહેશે અને જુલાઈ મહિનામાં કઈ તારીખે કયા વિસ્તારોમાં મેઘમહેર થશે, તેની વિસ્તૃત માહિતી તેમણે આપી છે. ખેડૂતો માટે ખાસ રાહતના સમાચાર એ છે કે 20 જુલાઈ પછીનો વરસાદ કૃષિ પાકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થવાનો છે.

રથયાત્રા પર કેવો રહેશે વરસાદી માહોલ?

અષાઢી બીજના દિવસે ગુજરાતના ઘણા ભાગોમાં અને ખાસ કરીને અમદાવાદના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ કે છાંટા પડવાની પૂરી શક્યતા છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, 13, 14 અને 15 જુલાઈના રોજ જો આકાશમાં વીજળીના કડાકા જોવા મળશે, તો રથયાત્રાના દિવસે અચૂક વરસાદ પડશે. હાલમાં પવનની ગતિ વધુ હોવાથી જમીનમાંથી ભેજ ઉડી રહ્યો છે અને ખેડૂતોને સિંચાઈની જરૂર પડી રહી છે, પરંતુ કેટલાક વિસ્તારોમાં પડતા વરસાદી ઝાપટાં ખેડૂતોને રાહત આપશે.

બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય, ક્યાં થશે અસર?

13 અને 14 જુલાઈ દરમિયાન બંગાળની ખાડીમાં એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે, જેની વધુ અસર પૂર્વ ભારત એટલે કે બિહાર, પશ્ચિમ બંગાળ અને આસામમાં જોવા મળશે. હવામાન વિજ્ઞાનની એક રસપ્રદ માહિતી આપતા અંબાલાલ પટેલ કહે છે કે, જ્યારે પૂર્વમાં (આસામમાં) ભારે વરસાદ હોય છે ત્યારે પશ્ચિમ ભારતમાં (ગુજરાત-સિંધ) વરસાદનું પ્રમાણ ઘટે છે અને તેનાથી ઉલટું પણ થાય છે. જોકે, 17 થી 18 જુલાઈ બાદ બંગાળની ખાડીમાં બીજી એક મજબૂત સિસ્ટમ સક્રિય થશે, જે ગુજરાતમાં સારો વરસાદ લાવશે.

આ પણ વાંચોઃ Gujarat Rain Forecast: આગામી 24 કલાકમાં ક્યાં વરસી શકે છે વરસાદ? જુઓ હવામાન વિભાગની આગાહી

19 થી 30 જુલાઈ વચ્ચે ગુજરાતમાં ક્યાં-ક્યાં પડશે વરસાદ?

આ નવી સિસ્ટમની અસર ગુજરાતમાં સ્પષ્ટપણે જોવા મળશે. તબક્કાવાર વરસાદની આગાહી નીચે મુજબ છે:

19 થી 22 જુલાઈ: ઉત્તર, દક્ષિણ, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાશે.

22 થી 24 જુલાઈ: દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે. આ જ સિસ્ટમની અસરથી 24 થી 26 જુલાઈ વચ્ચે મુંબઈ અને મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદ પડી શકે છે.

27 થી 30 જુલાઈ: આ દિવસોમાં ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની સંભાવના છે. પશ્ચિમ સૌરાષ્ટ્ર (દ્વારકા, પોરબંદર, જામનગર), ઉત્તર સૌરાષ્ટ્ર (રાજકોટ), કચ્છ, મધ્ય ગુજરાત (અમદાવાદ, ગાંધીનગર, વડોદરા) તેમજ ઉત્તર અને પૂર્વ ગુજરાત (બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ) ના તમામ વિસ્તારોમાં સારો એવો વરસાદ પડશે.

આ પણ વાંચોઃ Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી

ખેડૂતો માટે ખાસ જાણવા જેવી વાત

જે ખેડૂતો સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે, તેમના માટે જુલાઈનો અંતિમ સપ્તાહ જીવાદોરી સમાન બનશે. કૃષિ કાર્યો માટે 20 જુલાઈ પછીનું વરસાદી પાણી ખૂબ જ અમૃત સમાન ગણાય છે. ઓગસ્ટની શરૂઆતમાં પણ સારો વરસાદ થવાની અપેક્ષા છે. પુનર્વસુ અને પુષ્ય નક્ષત્ર અંગે લોકવાયકા વર્ણવતા તેમણે કહ્યું કે, આ બંને નક્ષત્રો 'વાયલા' (પવન લાવનારા) ગણાય છે. જો આ નક્ષત્રોમાં વરસાદ ન વરસે તો ભારે પવન ફૂંકાય છે, પરંતુ આ વખતે વરસાદની ખૂબ જ સારી શક્યતાઓ જણાઈ રહી છે.

Frequently Asked Questions

રથયાત્રાના દિવસે ગુજરાતમાં વરસાદ કેવો રહેશે?

અષાઢી બીજે અમદાવાદ સહિત ગુજરાતના ઘણા ભાગોમાં હળવા વરસાદ કે છાંટા પડવાની શક્યતા છે. જો 13, 14 અને 15 જુલાઈએ વીજળીના કડાકા થશે તો રથયાત્રાએ ચોક્કસ વરસાદ પડશે.

ગુજરાતમાં સારો વરસાદ ક્યારથી શરૂ થશે?

17 થી 18 જુલાઈ બાદ બંગાળની ખાડીમાં એક મજબૂત સિસ્ટમ સક્રિય થશે, જેના કારણે ગુજરાતમાં સારો વરસાદ જોવા મળશે. 19 જુલાઈથી રાજ્યના વિવિધ ભાગોમાં તબક્કાવાર વરસાદ શરૂ થશે.

ખેડૂતો માટે કયો વરસાદ સૌથી વધુ ફાયદાકારક રહેશે?

અંબાલાલ પટેલના મતે, 20 જુલાઈ પછીનો વરસાદ કૃષિ પાકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. જુલાઈનો અંતિમ સપ્તાહ ખેડૂતો માટે જીવાદોરી સમાન બનશે.

જુલાઈના અંતિમ સપ્તાહમાં ગુજરાતના કયા વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ પડશે?

27 થી 30 જુલાઈ દરમિયાન પશ્ચિમ અને ઉત્તર સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાત, તેમજ ઉત્તર અને પૂર્વ ગુજરાતના તમામ વિસ્તારોમાં સારો એવો વરસાદ પડશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત

Embed widget