શોધખોળ કરો

Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી

Ambalal Patel Rain Forecast: જુલાઈના અંતમાં અને ઓગસ્ટમાં સારો વરસાદ પડવાની સંભાવના; ખેડૂતો માટે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ખાસ સલાહ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • અંબાલાલ પટેલની આગાહી: રાજ્યમાં ૧૩ જુલાઈથી ફરી વરસાદી માહોલ.
  • ૧૭-૧૮ જુલાઈએ બંગાળની નવી સિસ્ટમ મધ્ય-ઉત્તર ગુજરાતને ઘમરોળશે.
  • ૨૭-૩૦ જુલાઈએ સૌરાષ્ટ્રને રાહત, ઓગસ્ટમાં સારો વરસાદ શક્ય.

Ambalal Patel Rain Forecast: રાજ્યમાં હાલ પવનની ગતિ વધુ હોવાથી અને મોનસૂન ટ્રફ ઉત્તર-પૂર્વ ભારત તરફ સરકી જવાથી વરસાદની ગતિવિધિ એકદમ નબળી પડી ગઈ છે. અરબ સાગર કે બંગાળની ખાડીમાં પણ હાલ કોઈ સક્રિય સિસ્ટમ નથી. પરંતુ, વરસાદની ચાતક નજરે રાહ જોતા ગુજરાતીઓ અને ખેડૂતો માટે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે એક મોટી ખુશખબર આપી છે. તેમની નવી આગાહી મુજબ, 13 જુલાઈથી રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જામશે અને જુલાઈના અંતથી આખા ઓગસ્ટ મહિના દરમિયાન સારો વરસાદ વરસી શકે છે.

જાણો કઈ તારીખે ક્યાં પડશે વરસાદ અને કેવો રહેશે માહોલ:

13 થી 20 જુલાઈ: નવી સિસ્ટમથી વરસાદની આશા

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 13 અને 14 જુલાઈએ બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે. જેના પરિણામે 13 થી 16 જુલાઈ દરમિયાન લોકલ સિસ્ટમના આધારે ગુજરાતના છૂટાછવાયા ભાગોમાં, ખાસ કરીને કચ્છ વિસ્તારમાં વરસાદ પડી શકે છે.

ત્યારબાદ 17 અને 18 જુલાઈએ બંગાળની ખાડીમાં વધુ એક મજબૂત સિસ્ટમ બનશે. જો આ સિસ્ટમ મધ્યપ્રદેશ તરફ આગળ વધશે, તો તેની સીધી અસર ગુજરાત પર જોવા મળશે. પરિણામે 18 થી 20 જુલાઈ દરમિયાન મધ્ય ગુજરાત (અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, પંચમહાલ) અને ઉત્તર ગુજરાત (સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી) માં સારા વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં પણ 22 જુલાઈની આસપાસ વરસાદી માહોલ જોવા મળી શકે છે.

જુલાઈના અંતમાં સૌરાષ્ટ્રને મળશે મોટી રાહત

સૌરાષ્ટ્રના જે વિસ્તારોમાં હજુ સુધી વરસાદ ખેંચાયો છે અને જ્યાં વરસાદના કોઈ ઠેકાણા નથી, તેમના માટે 27 થી 30 જુલાઈનો સમયગાળો અત્યંત સારો સાબિત થઈ શકે છે. આ દિવસોમાં પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા, પોરબંદર અને જામનગર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘમહેર થવાની પૂરી શક્યતા છે. બીજી તરફ, 24 થી 26 જુલાઈ દરમિયાન મુંબઈ અને મહારાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી છે.

આ પણ વાંચોઃ હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાકમાં ગુજરાતના 5 જિલ્લામાં ઓરેન્જ અને 22માં યલો એલર્ટ

ઓગસ્ટ મહિનામાં કેવો રહેશે વરસાદ?

ઓગસ્ટ મહિનામાં વરસાદની સ્થિતિ ખૂબ જ સાનુકૂળ રહેશે. અંબાલાલ પટેલના મતે, ઇન્ડિયન ઓશન ડાયપોલ (IOD) અને હિંદ મહાસાગરના અન્ય સાનુકૂળ પરિબળોને કારણે અલ નીનો હોવા છતાં ઓગસ્ટમાં સારો વરસાદ પડશે. ઓગસ્ટની શરૂઆતમાં (અંદાજે 1 ઓગસ્ટ આસપાસ) દક્ષિણ ગુજરાતમાં અણધાર્યો અને ભારે વરસાદ પડી શકે છે, જેનાથી તાપી નદીના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે.

ખેડૂત મિત્રો માટે અંબાલાલ પટેલની ખાસ સલાહ

સિંચાઈનું ધ્યાન રાખો: હાલ જમીન સપાટી પર ફૂંકાતા સૂકા પવનોને કારણે જમીનનો ભેજ ઉડી રહ્યો છે, તેથી ખેડૂતોએ પાક બચાવવા પૂરતી સિંચાઈની વ્યવસ્થા કરવી.

નક્ષત્ર મુજબ વરસાદ: 20 જુલાઈથી બેસતા 'પુષ્ય' નક્ષત્રનો વરસાદ પાક માટે અમૃત સમાન ગણાય છે.

વાવેતરમાં સાવધાની: 3 થી 17 ઓગસ્ટ દરમિયાન 'આશ્લેષા' નક્ષત્ર ચાલશે. આ નક્ષત્રમાં વરસાદ ખૂબ જોરાવર હોય છે, પરંતુ તેનું પાણી કૃષિ પાક માટે હિતાવહ મનાતું નથી (તેનાથી પાક પીળો પડી શકે છે). તેથી, આ સમયગાળામાં લીલા ભેજમાં વાવેતર કરવાનું ટાળવું. જમીન થોડી સુકાય અને 'વરાપ' નીકળે ત્યારબાદ જ ખેતીના કામો કરવા વધુ હિતાવહ રહેશે.

આ પણ વાંચોઃ આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી

Frequently Asked Questions

અંબાલાલ પટેલના મતે ગુજરાતમાં વરસાદ ફરી ક્યારથી શરૂ થઈ શકે છે?

અંબાલાલ પટેલની આગાહી મુજબ, રાજ્યમાં 13 જુલાઈથી વરસાદી માહોલ ફરી જામશે. જુલાઈના અંતથી આખા ઓગસ્ટ મહિના દરમિયાન સારો વરસાદ વરસી શકે છે.

18 થી 20 જુલાઈ દરમિયાન ગુજરાતના કયા વિસ્તારોમાં સારા વરસાદની સંભાવના છે?

18 થી 20 જુલાઈ દરમિયાન મધ્ય ગુજરાત (અમદાવાદ, ગાંધીનગર) અને ઉત્તર ગુજરાત (સાબરકાંઠા, બનાસકાંઠા) માં સારા વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં 22 જુલાઈની આસપાસ વરસાદી માહોલ જોવા મળી શકે છે.

ઓગસ્ટ મહિનામાં વરસાદ કેવો રહેશે તેવી અંબાલાલ પટેલની આગાહી છે?

ઓગસ્ટ મહિનામાં વરસાદની સ્થિતિ ખૂબ જ સાનુકૂળ રહેશે. અલ નીનો હોવા છતાં IOD જેવા પરિબળોને કારણે સારો વરસાદ પડશે, ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે.

ખેડૂતો માટે અંબાલાલ પટેલે કઈ ખાસ સલાહ આપી છે?

હાલ સૂકા પવનોને કારણે સિંચાઈનું ધ્યાન રાખવું. 20 જુલાઈથી બેસતા 'પુષ્ય' નક્ષત્રનો વરસાદ પાક માટે સારો ગણાય છે. 'આશ્લેષા' નક્ષત્રમાં વાવેતર ટાળીને 'વરાપ' નીકળે પછી જ ખેતી કરવી હિતાવહ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: ગુજરાતમાં 24 કલાકમાં 106 તાલુકામાં ધોધમાર વરસાદ, પાવી જેતપુર-જાંબુઘોડામાં 2.83 ઈંચ ખાબક્યો
Gujarat Rain: ગુજરાતમાં 24 કલાકમાં 106 તાલુકામાં ધોધમાર વરસાદ, પાવી જેતપુર-જાંબુઘોડામાં 2.83 ઈંચ ખાબક્યો
Gujarat Weather forecast:અમદાવાદ સહિત આજે 13 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ, શાળામાં રજા જાહેર
Gujarat Weather forecast:અમદાવાદ સહિત આજે 13 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ, શાળામાં રજા જાહેર
Rain Forecast: આજથી અતિ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં મૂશળધાર વરસાદનું રેડ એલર્ટ, શાળામાં રજા જાહેર
Rain Forecast: આજથી અતિ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં મૂશળધાર વરસાદનું રેડ એલર્ટ, શાળામાં રજા જાહેર
ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ
ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ
Advertisement

વિડિઓઝ

Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Gujarat Rain Forecast : આવતી કાલથી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પતિદેવનો ખુરશી પ્રેમ!
Ambalal Patel Prediction : અમદાવાદ ફરી ડૂબશે? અંબાલાલ ભૂક્કા કાઢી નાંખે એવી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ત્રાટકવાનો છે વરસાદ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Commonwealth Games 2026: કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતની ધૂમ, લવપ્રીતે સિલ્વર મેડલ અને સીમાએ બ્રોન્ઝ મેડલ જીત્યો
Commonwealth Games 2026: કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતની ધૂમ, લવપ્રીતે સિલ્વર મેડલ અને સીમાએ બ્રોન્ઝ મેડલ જીત્યો
ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ
ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 
12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 
Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી
Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી
સંસદમાં એન્ટી પેપર લીક બિલ પાસ થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો નવો VIDEO 
સંસદમાં એન્ટી પેપર લીક બિલ પાસ થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો નવો VIDEO 
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ, 13 જિલ્લાની શાળા-કોલેજોમાં કાલે રજા જાહેર
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ, 13 જિલ્લાની શાળા-કોલેજોમાં કાલે રજા જાહેર
Embed widget