શોધખોળ કરો

Gujarat Rain: રાજ્યમાં એક સપ્તાહ સુધી સામાન્ય વરસાદની આગાહી, એકસાથે ચાર વરસાદી સિસ્ટમ થઇ સક્રિય

Gujarat Rain: હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાત પર એકસાથે ચાર વાતાવરણીય સિસ્ટમ્સ સક્રિય થવાથી રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ગુજરાતમાં આગામી સપ્તાહ હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે.
  • ચાર સક્રિય વરસાદી સિસ્ટમ્સને કારણે વાદળછાયું વાતાવરણ રહેશે.
  • 4% વરસાદની ઘટ પૂરી થવાની આશા સેવાઈ રહી છે.
  • ઘટ ન પુરાય તો, 2018 જેવી આર્થિક સ્થિતિ થશે.

Gujarat Rain: ગુજરાતમાં ચોમાસાને લઇ મોટુ અપડેટ સામે આવ્યુ છે. રાજ્યમાં આગામી એક સપ્તાહ સુધી સામાન્ય વરસાદનું અનુમાન છે. ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી એક સપ્તાહ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલમાં મોન્સૂન ટ્રફ, લો પ્રેશર એરિયા અને સાયક્લોનિક સર્ક્યુલેશન જેવી ચાર અલગ-અલગ વરસાદી સિસ્ટમ્સ એકસાથે સક્રિય હોવાના કારણે અમદાવાદ સહિતના અનેક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટ્ટાછવાયા સ્થળોએ વરસાદ વરસવાની સંપૂર્ણ શક્યતા સેવાઈ રહી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાત પર એકસાથે ચાર વાતાવરણીય સિસ્ટમ્સ સક્રિય થવાથી રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. મોન્સૂન ટ્રફ, લો પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશનના સંયુક્ત પ્રભાવ હેઠળ આગામી સાત દિવસ દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ પવન અને ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડે તેવી સંભાવના છે. ખાસ કરીને અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આકાશ વાદળછાયું રહેશે અને સમયાંતરે ધીમીધારે કે હળવો વરસાદ પડી શકે છે. ચોમાસાની વર્તમાન સ્થિતિની વાત કરીએ તો, ચાલુ મોસમમાં 1 જૂનથી લઈને 21 ઓગસ્ટ સુધીના સમયગાળા દરમિયાન રાજ્યમાં કુલ 20 ઈંચથી વધુ સરેરાશ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જોકે, સીઝનના કુલ સરેરાશ વરસાદની સરખામણીએ ગુજરાતમાં અત્યાર સુધીમાં હજુ પણ 4 ટકા જેટલી વરસાદની ઘટ જોવા મળી રહી છે. આ નવી સક્રિય થયેલી વરસાદી સિસ્ટમ્સના કારણે આગામી દિવસોમાં આ ઘટ પૂર્ણ થાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સાબરકાંઠામાં બાળ તસ્કરી કેસમાં વધુ બે આરોપીની ધરપકડ, પૂછપરછમાં થયા ચૌંકાવનારા ખુલાસા

આગામી એક સપ્તાહ દરમિયાન નીચાણવાળા અને સામાન્ય વરસાદ ધરાવતા વિસ્તારોમાં મેઘમહેર થવાથી વરસાદી ઘટ ઘટે તેવી સંભાવના છે. આ વરસાદી સિસ્ટમ્સના આગમનથી રાજ્યમાં ચાલી રહેલી વરસાદની ખેંચ દૂર થશે અને ખેડૂતોના ઊભા પાકને મોટો જીવનદાન મળશે. હવામાન વિભાગે લોકોને વાતાવરણના પલટા સામે સાવચેત રહેવા સલાહ આપી છે.

હાલ ચોમાસું વિદાય તરફ આગળ વધી રહ્યું છે ત્યારે રાજ્યના 24 જેટલા તાલુકાઓમાં વરસાદી ખેંચને કારણે વર્ષ 2018 જેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. વર્ષ 2018માં પણ ચોમાસા દરમિયાન માત્ર 76 ટકા વરસાદ નોંધાયો હતો, જેણે ખેતી ક્ષેત્રે મોટો ફટકો માર્યો હતો. જો આગામી સમયમાં ચોમાસાની વિદાય પહેલાં સિઝનનો બાકીનો વરસાદ નહીં વરસે તો ન માત્ર ખેડૂતો અને પશુપાલકો, પરંતુ સમગ્ર રાજ્યના અર્થતંત્ર પર તેની ગંભીર વિપરીત અસરો પડી શકે છે. પીવાના પાણી અને સિંચાઈ માટે પાણીની તંગી ન સર્જાય તે માટે રાજ્ય સરકારે આગોતરું આયોજન અને કટોકટીની યોજનાઓ ઘડી કાઢવી અત્યંત જરૂરી બની ગઈ છે.

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: રાજ્યમાં એક સપ્તાહ સુધી સામાન્ય વરસાદની આગાહી, એકસાથે ચાર વરસાદી સિસ્ટમ થઇ સક્રિય
Gujarat Rain: રાજ્યમાં એક સપ્તાહ સુધી સામાન્ય વરસાદની આગાહી, એકસાથે ચાર વરસાદી સિસ્ટમ થઇ સક્રિય
Banaskantha: બાદરગઢ ગામમાં સરપંચે લગાવ્યો નાસ્તાના પડીકા પર પ્રતિબંધ, ઉલ્લંઘન કરનારને 1 હજારનો દંડ
Banaskantha: બાદરગઢ ગામમાં સરપંચે લગાવ્યો નાસ્તાના પડીકા પર પ્રતિબંધ, ઉલ્લંઘન કરનારને 1 હજારનો દંડ
સાબરકાંઠામાં બાળ તસ્કરી કેસમાં વધુ બે આરોપીની ધરપકડ, પૂછપરછમાં થયા ચૌંકાવનારા ખુલાસા
સાબરકાંઠામાં બાળ તસ્કરી કેસમાં વધુ બે આરોપીની ધરપકડ, પૂછપરછમાં થયા ચૌંકાવનારા ખુલાસા
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Advertisement

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ
Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ
Embed widget