Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: અલનીનોની અસરના કારણે રાજ્યમાં આ વર્ષે અનેક જિલ્લામાં વરસાદની હજું પણ ઘટ છે નોંધનિય છે કે, હવે ચોમાસાની સિઝનનો એક મહિનો બાકી રહ્યો છે. ત્યારે જાણીએ આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન

Gujarat Rain Forecast: ગુજરાતમાં છેલ્લા 2 સપ્તાહથી વધુ સમયથી મોટાભાગના વિસ્તારમાં વરસાદે વિરામ લીધો છે. ત્યારે હવામાન વિભાગના મોડલના આંકલન મુજબ જાણીએ કે આગામી દિવસોમાં હવે ગુજરાતનું હવામાન કેવું રહેશે, 20થી 27 ઓગસ્ટ સુધીમાં દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત, કચ્છમાં છૂટછવાયો હળવો વરસાદ વરસશે.
રાજ્યમાં આગામી 8થી 10 દિવસ કે ઓગસ્ટના અંત સુધી વરસાદ વધવાની શક્યતા નથી. પૂર્વ અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં છૂટોછવાયો હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે, જ્યારે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની શક્યતા નહિવત છે. નોંધનિય છે કે, દેવભૂમિ દ્વારકા, જામનગર અને કચ્છ જેવા વિસ્તારોમાં વરસાદની ઘટ વધુ હોવાથી અને વાવણી બાદ વરસાદન નહિવત થયો હોવાથી ખેડૂતો માટે સ્થિતિ ચિંતાજનક બની રહી છે.
આજની પરિસ્થિતિની લઈને હવામાન વિભાગે આગાહી કરી છે કે ઉત્તર ગુજરાતના અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ અને મહિસાગર જિલ્લાઓમાં તેમજ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ તેમજ દમણ, દાદરા અને નગર હવેલીમાં કેટલાંક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. તેમજ આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ અને આણંદ જિલ્લાઓમાં તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓ સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં પણ છૂટાંછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
આ પણ વાંચો: Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
આજે દેશમાં કેટલાક રાજ્યોમાં હવામાનનું ગંભીર સ્વરૂપ જોવા મળે તેવી અપેક્ષા છે. હવામાન વિભાગે આજે, 21 ઓગસ્ટના રોજ ઉત્તર પ્રદેશ, દિલ્હી અને બિહાર સહિત 21 રાજ્યોમાં મુશળધાર વરસાદની ચેતવણી જાહેર કરી કરી છે. આ સમયગાળા દરમિયાન 75 થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. પૂર્વ ભારતમાં વીજળી અને પવનની વધુ ગતિ વિનાશ વેરી શકે છે. . કેટલાક પહાડી રાજ્યોમાં ભૂસ્ખલનની પણ ચેતવણી આપવામાં આવી છે, જેનાથી ખેડૂતોના પાકને નુકસાન થવાની શક્યતા છે. નદીઓ અને દરિયા કિનારાની નજીક રહેતા માછીમારોને નદી દરિયા નજીક ન જવાની સલાહ આપવામાં આવી છે. આ રાજ્યોમાં ભારે વરસાદ ખેડૂતોના પાકને પણ નુકસાન પહોંચાડી શકે છે.
Before You Go
Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર





















