શોધખોળ કરો
Gujarat Municipal Election 2021: રવિવારે 6 મહાનગરપાલિકાની ચૂંટણી, કુલ 575 બેઠકો પર 2276 ઉમેદવારો મેદાનમાં
અમદાવાદની એક બેઠક બિનહરીફ થતાં 6 મહાનગરોની કુલ 575 બેઠકો પર મતદાન થશે. આ માટે કુલ 2 હજાર, 276 ઉમેદવારો મેદાનમાં છે.

પ્રતિકાત્મક તસવીર
અમવાદ: રાજ્યની છ મહાનગરપાલિકાની ચૂંટણી માટે રવિવારે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર અને જામનગર સહિત છ મહાનગરપાલિની ચૂંટણી માટે મતદાન યોજાશે. કોરોના કાળમાં બીજી વાર ચૂંટણી યોજાવા જઈ રહી છે..જેમાં ઘણા દિગ્ગજોની કિસ્મતનો ફેંસલો જનતા જનાર્દન કરશે. મહાનગરપાલિકામાં સત્તા માટે મુખ્ય ટક્કર ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે છે. પણ કેટલીક બેઠકો પર આમ આદમીના ઉમેદવારો મેદાનમાં હોઈ ત્રિપાંખિયો જંગ જામશે.
અમદાવાદની એક બેઠક બિનહરીફ થતાં 6 મહાનગરોની કુલ 575 બેઠકો પર મતદાન થશે. આ માટે કુલ 2 હજાર, 276 ઉમેદવારો મેદાનમાં છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદના નારણપુરાની એક બેઠક ભાજપના ફાળે ગઈ છે, જેમાં ઉમેદવાર બિન્દા સુરતી બિનહરીફ ચૂંટાયા છે.
પક્ષ અનુસાર ઉમેદવારોની વાત કરીએ તો ભાજપના 577 કૉંગ્રેસના 566, NCPના 91, આમ આદમી પાર્ટીના 470, અન્ય પક્ષના 353 અને 228 અપક્ષ ઉમેદવારો હરિફાઈમાં છે.
ચૂંટણી પંચે બહાર પાડેલી યાદી મુજબ અમદાવાદ મહાનગરપાલિકાનાં 48 વોર્ડમાં યોજાનાર ચૂંટણી માટે 773 ઉમેદવારો હરીફાઈમાં છે..સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં 30 વોર્ડની 120 બેઠકો માટે 484 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે.
વડોદરા મહાનગરપાલિકાનીની વાત કરીએ તો 19 વોર્ડની ચુંટણી માટે 279 જેટલા ઉમેદવારોએ પોતાનું નસીબ અજમાવ્યું છે. જ્યારે જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે 239 ઉમેદવારો વચ્ચે ટક્કર થશે. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં 72 બેઠકો પર 293 ઉમેદવારોનું ભાવિ મતદારો નક્કી કરશે. ભાવનગર મહાનગરપાલિકાની 13 વોર્ડ માટે યોજાનાર ચૂંટણીમાં 211 ઉમેદવારો મેદાનમાં છે.
6 મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદાન માટે 11 હજાર, 121 મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે.. જેમાં કુલ 1 કરોડ 14 લાખ, 66 હજાર, 973 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે.
વધુ વાંચો
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
અમદાવાદ
Advertisement