શોધખોળ કરો
Advertisement
Gujarat Election 2021 Results: ઈતિહાસમાં પહેલી વખત આ બે જિલ્લા પંચાયત પર ભાજપનો ભગવો લહેરાયો, જાણો વિગતે
31 જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કૉંગ્રેસની કારમી હાર થઈ છે. કૉંગ્રેસ એક પણ જિલ્લા પંચાયત જીતી શકી નથી.
અમદાવાદ: 31 જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે જ્યારે કૉંગ્રેસની ભૂંડી હાર થઈ છે. કૉંગ્રેસ એક પણ જિલ્લા પંચાયત જીતી શકી નથી. ત્યારે ઈતિહાસમાં પહેલી વખત તાપી અને ગાંધીનગર જિલ્લા પંચાયત પર ભાજપનો ભગવો લહેરાયો છે.
ગાંધીનગર જિલ્લા પંચાયતમાં પહેલીવાર ભાજપ સત્તામાં આવ્યું છે. ગાંધીનગર જિલ્લા પંચાયતની 28 પૈકી 19 બેઠક પર ભાજપની જીત થઈ છે. જ્યારે કૉંગ્રેસને ફાળે માત્ર 6 બેઠકો આવી છે. જિલ્લા પંચાયતમાં ભાજપે મેદાન મારતા કૉગ્રેસ હારનો સ્વાદ ચાખવો પડ્યો છે. ગાંધીનગર જિલ્લામાં કોંગ્રેસના પ્રમુખ સુર્યસિંહ ડાભીની પણ હાર થઈ છે.
બીજી તરફ કૉંગ્રેસના હાથમાંથી તાપી જિલ્લા પંચાયતની સત્તા પણ સરકી ગઈ છે. તાપીમાં 26 બેઠક પૈકી ભાજપને ફાળે આવી 17 બેઠક આવી છે જ્યારે કૉંગ્રેસ માત્ર નવ બેઠકમાં સમેટાઈ ગઈ છે.
તાલુકા પંચાયતની ચૂંટણીમાં 7 તાલુકા પંચાયતમાંથી 5 તાલુકા પંચાયત પર ભાજપની જીત થઈ છે. જ્યારે બે તાલુકા પંચાયત પર કોંગ્રેસનો વિજય છે. વાલોડ, ડોલવણ, ઉચ્છલ, નિઝર અને કુકરમુંડા તાલુકા પંચાયત ભાજપના ફાળે ગઈ છે જ્યારે વ્યારા અને સોનગઢ તાલુકા પંચાયત કોંગ્રેસ ના ફાળે ગઈ છે.
વ્યારા નગર પાલિકામાં ભાજપે હાંસલ કરી સત્તા. અહીં સાત વોર્ડની 28 બેઠક પૈકી ભાજપને ફાળે 22 બેઠક આવી અને કૉંગ્રેસનો 6 બેઠક પર વિજય થયો છે. વર્ષ 2015ની સરખામણીમાં વર્ષ 2021માં અહીં ભાજપની બેઠકમાં વધારો થયો છે. તો કૉંગ્રેસને 6 બેઠકનું નુકસાન ભોગવવુ પડ્યુ છે.
ગુજરાતની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત તથા 81 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી રવિવારે યોજાઇ હતી. તેમાં જિલ્લા પંચાયતોમાં સરેરાશ 66 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. 2015ની 31 જિલ્લા પંચાયતમાંથી કોંગ્રેસને 22માં જ્યારે ભાજપને 7માં સત્તા મળી હતી. બે જિલ્લા પંચાયતમાં ટાઈ થઈ હતી. આ વખતે જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કૉંગ્રેસના સૂપડા સાફ થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion