શોધખોળ કરો

Gujarat Rain: જૂનાગઢમાં બે કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર, આણંદપુર ડેમ ઓવરફ્લો

Gujarat Rain Update:  જૂનાગઢમાં બે કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાય છે.  જૂનાગઢના વોર્ડ નં.6માં આવતા શાંતેશ્વર વિસ્તારમાં પાણી ભરાયા છે.

Gujarat Rain Update:  જૂનાગઢમાં બે કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાય છે.  જૂનાગઢના વોર્ડ નં.6માં આવતા શાંતેશ્વર વિસ્તારમાં પાણી ભરાયા છે. વરસાદી પાણી ભરાતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે સ્થાનિક લોકોએ રોષ ઠાલવતા કહ્યું કે, એક પણ નગર સેવક ફરક્યાં નથી. 

Gujarat Rain: જૂનાગઢમાં બે કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર, આણંદપુર ડેમ ઓવરફ્લો

આ ઉપરાંત જૂનાગઢ  બાયપાસ માર્ગ પર વરસાદી પાણી ભરાયા છે. રાજકોટ સોમનાથ જુના બાયપાસ પર વરસાદી પાણી ભરાયા છે. જેને લઈને વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે. શહેરમા ધોધમાર વરસાદ ખાબકતા ઝાંઝરડા રોડ પર પાણી ફરી વળ્યાં છે. અંડર બ્રિજમાં પાણી ભરાયા છે. 

Gujarat Rain: જૂનાગઢમાં બે કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર, આણંદપુર ડેમ ઓવરફ્લો

તો બીજી તરફ રેલવે સ્ટેશન સહીતના વિસ્તારમાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. મનપાની પ્રિ મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે. શહેરના અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા શહેરીજનો મુશ્કેલીમાં મુકાયા છે. ઝાંઝરડા ચોકડી, સરદાર બાગ,મોતી બાગ સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

જૂનાગઢના આણંદપુર ગામ પાસે આવેલ ઓઝત વિયર આણંદપુર જળાશયમાં પાણીની આવક થવા પામી હતી. નવા નીરની આવક થતા ડેમ ઓવરફ્લો થયો હતો. આણંદપુર ડેમ ઓવરફ્લો થતા તંત્ર દ્વરા નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના અપાઈ હતી. આણંદપૂર ડેમમાં પાણીની આવક થતા જૂનાગઢની પાણીની સમસ્યાનો મહદ અંશે હલ આવતો હોય છે. જૂનાગઢને પાણી પૂરુ પાડતા ડેમોમાં આણંદપૂર ડેમનો પણ સમાવેશ થાય છે. મહત્વનું છે કે જુનાગઢ પંથકમાં ગઈકાલ બપોરથી ભારે વરસાદ વરસ્યો હતો. જ્યારે આજે વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. આ ઉપરાંત આજે બપોરથી જૂનાગઢ અને આસપાસના વિસ્તારમાં  વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. 

આગામી 4 દિવસ 55 કિ.મીની ઝડપે પવન સાથે આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી

રાજ્યના મોટા ભાગના જિલ્લામાં હાલ મેઘ મલ્હારની સ્થિતિ છે. હવામાન વિભાગે હજુ 4 દિવસ વરસાદની આગાહી કરી છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદનો અનુમાન છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહયો છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં હાલ વાદળછાયા વાતાવરણ વચ્ચે ક્યાંક ધોધમાર તો ક્યાંક હળવા ઝાપટા પડી રહ્યાં છે. હવામાન વિભાગે હજું પણ આગામી 4 દિવસ વરસાદની આગાહી કરી છે.

રાજ્યમાં એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં ભારે પવન સાથે વરસાદનો અનુમાન છે. 55 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવનની સાથે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી શકે છે. ભારે પવન સાથે વરસાદના અનુમાનને જોતા  માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના અપાઇ છે. હવામાનના અનુમાન મુજબ કચ્છ-સૌરાષ્ટ્રના જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી છે. તો વરસાદની આશંકાને જોતા સુરત, વલસાડ, નવસારી અને નર્મદામાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. આગામી 4 દિવસ સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી અને દમણમાં પણ ભારે વરસાદનો અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યો છે. આગામી 4 દિવસ સમગ્ર ગુજરાતમાં પણ ભારે વરસાદનો અનુમાન છે.

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 2 દિવસ ભારે વરસાદ તૂટી પડશે! હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
આગામી 2 દિવસ ભારે વરસાદ તૂટી પડશે! હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
Gujarat Rain: મહીસાગરના લુણાવાડામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ,  બજારમાં ભરાયા ઘૂંટણસમા પાણી
Gujarat Rain: મહીસાગરના લુણાવાડામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ,  બજારમાં ભરાયા ઘૂંટણસમા પાણી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Embed widget