શોધખોળ કરો

ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી

મહીસાગર, પંચમહાલ અને દાહોદમાં ઓરેન્જ એલર્ટ; અમદાવાદમાં 2 કલાકમાં 1 ઈંચ વરસાદથી ઠેર-ઠેર જળબંબાકાર, હાઈકોર્ટ પાસે મોટો ભૂવો પડ્યો.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ચાર સિસ્ટમ સક્રિય, પંચમહાલ-મહીસાગરમાં અતિભારે વરસાદ વરસ્યો.
  • અમદાવાદમાં એક ઇંચ વરસાદ; જળભરાવ, હાઇવે પર ભૂવો પડ્યો.
  • ખેડૂતોને જીવતદાન મળ્યું, 2 દિવસ ભારે વરસાદની આગાહી છે.
  • મહીસાગર, પંચમહાલ, દાહોદમાં આજે ઓરેન્જ એલર્ટ જાહેર.

gujarat rain news: વરસાદની ચાતક નજરે રાહ જોતા ગુજરાતીઓ માટે મોટા સમાચાર છે. રાજ્યમાં એકસાથે 4 વેધર સિસ્ટમ (વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, શીયર ઝોન, મોન્સૂન ટ્રફ અને લો પ્રેશર) એક્ટિવ થઈ ગઈ છે. આજે સવારે 6 થી બપોરે 12 વાગ્યા સુધીના આંકડા પર નજર કરીએ તો, રાજ્યના 81 તાલુકાઓમાં મેઘરાજાએ મહેર કરી છે. જેમાંથી 10 તાલુકા એવા છે જ્યાં 1 ઇંચ કરતાં વધારે પાણી પડ્યું છે. સૌથી વધુ બેહાલ પંચમહાલ અને મહીસાગર જિલ્લા થયા છે. પંચમહાલના શહેરામાં જાણે આભ ફાટ્યું હોય તેમ 5 ઇંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે મહીસાગરના કોઠંબામાં 4 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. નવાઈની વાત તો એ છે કે કોઠંબામાં છેલ્લી 2 કલાકમાં જ 2.5 ઇંચ જેટલું પાણી પડી ગયું!

હવે વાત કરીએ મેગાસિટી અમદાવાદની. અહીં વહેલી સવારે માત્ર 2 કલાકમાં જ ગાજવીજ સાથે 1 ઇંચ જેટલો ધોધમાર વરસાદ નોંધાયો છે. ખાસ કરીને પૂર્વ વિસ્તારના કઠવાડા, નિકોલ, ઓઢવ અને હંસપુરામાં વરસાદનું જોર ખાસ્સું એવું રહ્યું. વરસાદ એટલો જબરદસ્ત હતો કે એસ.જી. હાઇવે, સોલા અને નિકોલ વિસ્તારમાં વિઝિબિલિટી સાવ ઘટી ગઈ હતી, જેના લીધે વાહનચાલકોને દિવસે પણ હેડલાઇટ ચાલુ રાખીને વાહન ચલાવવાની ફરજ પડી. બીજી તરફ, સરસપુર, ઓઢવ અને નિકોલના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે ટ્રાફિકની મોટી સમસ્યા ઊભી થઈ. સૌથી મોટી ઘટના એસ.જી. હાઇવે પર બની, જ્યાં હાઇકોર્ટ ઓવરબ્રિજ પાસે ભારે વરસાદને કારણે એક મોટો ભૂવો પડી ગયો. જોકે, AMC દ્વારા તાત્કાલિક આ વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. પાડોશી શહેર ગાંધીનગર અને કલોલમાં પણ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.

મહીસાગર જિલ્લાના લુણાવાડા, વીરપુર અને બાલાસિનોરમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસતા જનજીવન ખોરવાયું છે. કોઠંબાના રાબડીયા ગામમાં તો એક કાચું મકાન પણ ધરાશાયી થયું હોવાના અહેવાલ છે. જોકે, આ મુશ્કેલીઓ વચ્ચે ખેડૂતો માટે ખુશીના સમાચાર પણ આવ્યા છે. વાવ-થરાદ, અમરેલી અને છોટાઉદેપુર પંથકમાં આશરે 1 અઠવાડિયાના લાંબા વિરામ બાદ મેઘરાજાએ ફરી પધરામણી કરી છે. સુકાઈ રહેલા ખરીફ પાકોને નવું જીવતદાન મળતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છવાયો છે.

આ પણ વાંચોઃ 18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ

હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવની આગાહી મુજબ, સક્રિય સિસ્ટમ્સના કારણે રાજ્યમાં હજુ 2 દિવસ વરસાદી માહોલ જામ્યો રહેશે. આજે 11 ઓગસ્ટે મહીસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતાને પગલે 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરાયું છે. જ્યારે અરવલ્લી, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ સહિત કુલ 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી સાથે 'યલો એલર્ટ' અપાયું છે. આવતીકાલે એટલે કે 12 ઓગસ્ટના રોજ પણ દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ એમ 5 જિલ્લામાં છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી સાથે 'યલો એલર્ટ' યથાવત રખાયું છે.

અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવાથી મધ્યમ વરસાદની સાથે વીજળીના કડાકા-ભડાકા થવાની પૂરી શક્યતા છે. વરસાદના આંકડા પર નજર કરીએ તો, રાજ્યમાં અત્યાર સુધીમાં સામાન્ય કરતા 3 ટકા વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જોકે, સૌરાષ્ટ્ર અને કચ્છના લોકો હજુ પણ સારા વરસાદની આશા રાખી રહ્યા છે, કારણ કે ત્યાં સામાન્ય કરતા 21 ટકા જેટલો ઓછો વરસાદ પડ્યો છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં આગામી 3 કલાક ભારે: 15 જિલ્લામાં ઓરેન્જ અને 20 જિલ્લામાં યલો એલર્ટ જાહેર

Frequently Asked Questions

ગુજરાતમાં ભારે વરસાદનું શું કારણ છે?

રાજ્યમાં એકસાથે 4 વેધર સિસ્ટમ (વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, શીયર ઝોન, મોન્સૂન ટ્રફ અને લો પ્રેશર) સક્રિય થવાને કારણે ભારે વરસાદ થઈ રહ્યો છે.

તાજેતરમાં કયા વિસ્તારોમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે?

પંચમહાલના શહેરામાં 5 ઇંચ અને મહીસાગરના કોઠંબામાં 4 ઇંચ વરસાદ સાથે આ વિસ્તારોમાં સૌથી વધુ મેઘમહેર થઈ છે. કોઠંબામાં છેલ્લી 2 કલાકમાં જ 2.5 ઇંચ પાણી પડ્યું.

અમદાવાદમાં વરસાદની શું અસર થઈ છે?

અમદાવાદમાં વહેલી સવારે 1 ઇંચ વરસાદ પડ્યો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા અને એસ.જી. હાઇવે પર હાઇકોર્ટ ઓવરબ્રિજ પાસે એક મોટો ભૂવો પડ્યો છે.

આગામી દિવસો માટે વરસાદની શું આગાહી છે?

હવામાન વિભાગ મુજબ, રાજ્યમાં હજુ 2 દિવસ વરસાદી માહોલ રહેશે. 11 અને 12 ઓગસ્ટે કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાને પગલે ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરાયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Edible Oil: જન્માષ્ટમી અને રક્ષાબંધન પહેલાં ખાદ્યતેલમાં ભડકો, 3 દિવસમાં સિંગતેલના ડબ્બે 45 રૂ. વધ્યા
Edible Oil: જન્માષ્ટમી અને રક્ષાબંધન પહેલાં ખાદ્યતેલમાં ભડકો, 3 દિવસમાં સિંગતેલના ડબ્બે 45 રૂ. વધ્યા
Advertisement

વિડિઓઝ

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Dengue: ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ ક્યારે ઘટે અને શું હોય છે શરુઆતના લક્ષણો? જાણો
Dengue: ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ ક્યારે ઘટે અને શું હોય છે શરુઆતના લક્ષણો? જાણો
Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો
Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો
Post Office ની પૈસા ડબલ સ્કીમ, ₹10 લાખનું કરો રોકાણ... 20 લાખ મળશે, જાણો
Post Office ની પૈસા ડબલ સ્કીમ, ₹10 લાખનું કરો રોકાણ... 20 લાખ મળશે, જાણો
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
ચોમાસામાં પેટના રોગોથી બચવા શું કરવું જોઈએ? જાણો એકદમ સરળ ઉપાય
ચોમાસામાં પેટના રોગોથી બચવા શું કરવું જોઈએ? જાણો એકદમ સરળ ઉપાય
Embed widget