શોધખોળ કરો

18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ

લો પ્રેશર સહિત 4 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં 18 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ; 14-15 ઓગસ્ટ બાદ વરસાદનું જોર ઘટશે, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • હવામાન વિભાગે આગામી બે દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી.
  • ચાર સિસ્ટમ સક્રિય, આજે 18 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર.
  • અરવલ્લી-મહીસાગરમાં અતિભારે વરસાદની ચેતવણી; માછીમારોને સૂચના.
  • રાજ્યમાં સરેરાશ 19.64 ઇંચ વરસાદ, જોકે કચ્છ-સૌરાષ્ટ્રમાં ઓછો.

Gujarat rain forecast: હવામાન વિભાગે ગુજરાતના લોકોને લઈને એક મહત્વની આગાહી કરી છે. આગામી 2 દિવસ સુધી સમગ્ર રાજ્યમાં ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદ પડવાની પૂરી શક્યતા છે. આ સાથે જ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાય તેવું પણ અનુમાન છે. આ પાછળનું મુખ્ય કારણ એ છે કે હાલમાં એકસાથે 4 વરસાદી સિસ્ટમ - લો પ્રેશર, સાયક્લોનિક સર્ક્યુલેશન, મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ - સક્રિય થઈ ચૂકી છે. આ સિસ્ટમોની અસર હેઠળ છૂટાછવાયા વરસાદ વચ્ચે આજે રાજ્યના 18 જેટલા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આજના દિવસની વાત કરીએ તો, અમદાવાદ અને ગાંધીનગરમાં ઝરમર વરસાદ પડી શકે છે. જ્યારે ઉત્તર ગુજરાતના અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત વાવ, થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ અને દાહોદમાં પણ ભારે વરસાદનું અનુમાન હોવાથી ત્યાં યલો એલર્ટ જાહેર કરાયું છે.

આવતીકાલે એટલે કે 11 ઓગસ્ટના રોજ પણ મેઘરાજાનું જોર યથાવત રહેશે. ઉત્તર ગુજરાતના અરવલ્લી સહિત મધ્ય ગુજરાતના મહીસાગર, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર એમ કુલ 5 જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા જોતા હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું છે. જોકે, રાહતના સમાચાર એ છે કે 14 અને 15 ઓગસ્ટ પછી વરસાદની ગતિ ધીમી પડશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ખરાબ હવામાનને કારણે માછીમારોને આગામી 3 દિવસ સુધી દરિયો ન ખેડવાની કડક સૂચના આપવામાં આવી છે.

ચોમાસાની આ સિઝનની વાત કરીએ તો, રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 19.64 ઈંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે, જે સામાન્ય કરતા 9 ટકા વધુ છે. પરંતુ, બીજી તરફ કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હજુ પણ થોડી નિરાશા છે, કારણ કે ત્યાં આ સિઝનનો વરસાદ સામાન્ય કરતા 13 ટકા જેટલો ઓછો નોંધાયો છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં આગામી 3 કલાક ભારે: 15 જિલ્લામાં ઓરેન્જ અને 20 જિલ્લામાં યલો એલર્ટ જાહેર

10 કલાકમાં 77 તાલુકામાં વરસાદ, દાહોદમાં સૌથી વધુ

રાજ્યમાં ઓગસ્ટ મહિનામાં પણ વરસાદી માહોલ બરાબરનો જળવાઈ રહ્યો છે. અત્યારે મેઘરાજા ભલે ધીમી ધારે વરસી રહ્યા છે, પણ સાર્વત્રિક હાજરી પુરાવી રહ્યા છે. ગાંધીનગર સ્થિત સ્ટેટ એમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) દ્વારા વરસાદના લેટેસ્ટ આંકડા જાહેર કરવામાં આવ્યા છે. આ ડેટા મુજબ, આજે (10 ઓગસ્ટ 2026) સવારના 6 વાગ્યાથી લઈને બપોરના 4 વાગ્યા સુધીના 10 કલાકના સમયગાળામાં ગુજરાતના કુલ 77 તાલુકાઓમાં હળવાથી લઈને મધ્યમ વરસાદી ઝાપટાં નોંધાયા છે.

આ પણ વાંચોઃ આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી

Frequently Asked Questions

આગામી બે દિવસ ગુજરાતમાં કેવું વાતાવરણ રહેશે?

હવામાન વિભાગ અનુસાર, આગામી 2 દિવસ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદ અને 30-40 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે. આ પાછળ 4 સક્રિય વરસાદી સિસ્ટમો જવાબદાર છે.

આજે કયા જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે?

આજે 18 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ છે, જેમાં ઉત્તર ગુજરાતના અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત અન્ય કેટલાક જિલ્લાઓ માટે યલો એલર્ટ પણ અપાયું છે.

ગુજરાતમાં વરસાદની ગતિ ક્યારે ધીમી પડશે?

હવામાન વિભાગના અનુમાન મુજબ, 14 અને 15 ઓગસ્ટ પછી રાજ્યમાં વરસાદની ગતિ ધીમી પડશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને આગામી 3 દિવસ દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે.

આ સિઝનમાં રાજ્યમાં અત્યાર સુધીમાં કેટલો વરસાદ પડ્યો છે?

ચોમાસાની આ સિઝનમાં અત્યાર સુધીમાં સરેરાશ 19.64 ઈંચ વરસાદ નોંધાયો છે, જે સામાન્ય કરતાં 9 ટકા વધુ છે. જોકે, કચ્છ અને સૌરાષ્ટ્રમાં 13% ઓછો વરસાદ છે.

Advertisement

ટોપ સ્ટોરી

રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે
રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
થરા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો, BJP એ 19 બેઠકો જીતી, જાણો કૉંગ્રેસને કેટલી મળી
થરા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો, BJP એ 19 બેઠકો જીતી, જાણો કૉંગ્રેસને કેટલી મળી
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
Embed widget