શોધખોળ કરો

હવામાન વિભાગની આગામી 3 કલાક માટે અતિભારે વરસાદની આગાહી: 6 જિલ્લામાં રેડ એલર્ટ તો 21 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

બાવળા પાસે પૂરના પાણી ભરાતા રાજકોટ-અમદાવાદ હાઈવે ડાઈવર્ટ કરાયો, 900 લોકોનું રેસ્ક્યૂ; નવસારીના પૂરગ્રસ્તો માટે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે કરી લાખોની આર્થિક સહાયની જાહેરાત.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ભારે વરસાદથી ગુજરાતમાં જળબંબાકાર, 8 લોકોના દુઃખદ મોત.
  • 9 જિલ્લામાં રેડ એલર્ટ, રાજકોટ-અમદાવાદ હાઈવે બંધ કરાયો.
  • 40,500 લોકોનું સ્થળાંતર, 6,367નું દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન થયું.
  • નવસારી પૂરગ્રસ્તો માટે કેન્દ્રીય મંત્રીએ આર્થિક સહાયની જાહેરાત કરી.

Gujarat Rain Red Alert: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, જેના કારણે રાજ્યમાં જળબંબાકારની ગંભીર સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદને પગલે હવામાન વિભાગે બનાસકાંઠા સહિત 9 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. વરસાદનો કહેર એટલો છે કે રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર પાણી ભરાઈ જવાના કારણે વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે અને રૂટ ડાઈવર્ટ કરવો પડ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યભરમાંથી 40,500 લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે, જ્યારે 6,367 લોકોનું દિલધડક રેસ્ક્યૂ કરાયું છે. દુઃખદ વાત એ છે કે પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ જવાથી 8 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. બીજી તરફ, નવસારીના પૂરગ્રસ્ત વિસ્તારો માટે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે તાત્કાલિક સહાયની જાહેરાત કરીને લોકોને મોટી રાહત આપી છે.

હવામાન વિભાગની આગાહી: ક્યાં કયું એલર્ટ?

હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાક માટે રાજ્યના અનેક જિલ્લાઓમાં સાવચેતી રાખવા જણાવાયું છે. ખાસ કરીને બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મહેસાણા, મોરબી અને સાબરકાંઠામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત, કચ્છ, જામનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ, દીવ, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં યલો એલર્ટ અપાયું છે.

આખા દિવસની આગાહીની વાત કરીએ તો, હવામાન વિભાગે અત્યંત ભારે વરસાદની આશંકા સાથે વાવ-થરાદ અને બનાસકાંઠા સહિત કુલ 9 જિલ્લામાં રેડ એલર્ટ જારી કર્યું છે. આ સાથે અમદાવાદ સહિત 17 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને 7 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

કપરાડા અને દિયોદરમાં નોંધાયો સૌથી વધુ વરસાદ

આજે સવારના 6 વાગ્યાથી લઈને બપોરના 4 વાગ્યા સુધીના આંકડા પર નજર કરીએ તો, રાજ્યના 195 તાલુકાઓમાં 1 મિમીથી લઈને અઢી ઇંચ સુધીનો વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ વલસાડના કપરાડામાં 2.8 ઇંચ અને વાવ-થરાદના દિયોદરમાં 2 ઇંચ જેટલો ખાબક્યો છે. સતત વરસી રહેલા આ વરસાદના કારણે અમદાવાદ અને સુરત જેવા મોટા શહેરોમાં હજુ પણ પાણી ઓસર્યા નથી, જેથી લોકો પોતાના જ ઘરોમાં કેદ રહેવા મજબૂર બન્યા છે.

આ પણ વાંચોઃ આગામી 24 કલાકમાં આ જિલ્લાઓમાં આકાશમાંથી તૂટી પડશે આફત, અંબાલાલ પટેલની અતિભારે વરસાદની આગાહી

અમદાવાદ-રાજકોટ હાઈવે બંધ, 900 લોકોનું દિલધડક રેસ્ક્યૂ

વરસાદની સૌથી માઠી અસર વાહનવ્યવહાર પર જોવા મળી રહી છે. રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર બાવળા પાસે પૂરના ધસમસતા પાણી વહી રહ્યા હોવાથી ગંભીર સ્થિતિ ઊભી થઈ છે. આ કારણે બગોદરાથી સનાથલ સુધીનો આખો માર્ગ વાહનો માટે સંપૂર્ણપણે બંધ કરી દેવાયો છે. હાઈવે બંધ થતાં વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે, જેથી તંત્ર દ્વારા અમદાવાદ અને રાજકોટ વચ્ચે મુસાફરી કરતા વાહનો માટે બગોદરાથી વેજળકા થઈને ધોલેરા એક્સપ્રેસ હાઈવે પર ડાઈવર્ઝન આપવામાં આવ્યું છે. આ દરમિયાન બાવળાના ગેલોપ્સ પાર્ક પાસે પૂરના પાણીમાં 900 જેટલા લોકો ફસાઈ ગયા હતા. આ તમામ લોકોને બચાવવા માટે પોલીસ અને SDRF ની ટીમો દ્વારા યુદ્ધના ધોરણે સફળ રેસ્ક્યૂ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું.

નવસારીના પૂરગ્રસ્તો માટે આર્થિક સહાયની જાહેરાત

આ કપરી પરિસ્થિતિમાં નવસારી જિલ્લામાં પૂરનો ભોગ બનેલા લોકો માટે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે ખાસ સહાયની જાહેરાત કરી છે. પૂરગ્રસ્ત પરિવારોને ઘરવખરીના થયેલા નુકસાન બદલ ₹6,800 ની સહાય ચૂકવવામાં આવશે, જેમાંથી ₹1,800 ની રકમ તાત્કાલિક ધોરણે આપી દેવામાં આવશે. આ સિવાય, પશુધનના નુકસાનને પહોંચી વળવા માટે ગાય અને ભેંસ દીઠ ₹37,500 તેમજ બકરી દીઠ ₹22,000 ની આર્થિક સહાય પણ આપવામાં આવશે.

આ પણ વાંચોઃ આવતીકાલનું હવામાનઃ ગુજરાત અને રાજસ્થાન સહિત 11 રાજ્યો માટે IMD નું રેડ એલર્ટ: 23 જુલાઈએ હવામાન કેવું રહેશે?

Frequently Asked Questions

ગુજરાતમાં હાલ વરસાદને કારણે કેવી સ્થિતિ છે અને કયા જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે?

ગુજરાતમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની ગંભીર સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગે બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મહેસાણા, મોરબી અને સાબરકાંઠા સહિત કુલ 9 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે.

ભારે વરસાદના કારણે કયો મુખ્ય હાઈવે બંધ કરાયો છે અને વાહનવ્યવહાર માટે શું વ્યવસ્થા કરવામાં આવી છે?

રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર બાવળા પાસે પાણી ભરાતા વાહનવ્યવહાર માટે બંધ કરાયો છે. વાહનવ્યવહાર માટે બગોદરાથી વેજળકા થઈને ધોલેરા એક્સપ્રેસ હાઈવે પર ડાઈવર્ઝન અપાયું છે.

વરસાદની ગંભીર પરિસ્થિતિમાં અત્યાર સુધીમાં કેટલા લોકોનું સ્થળાંતર અને રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે?

રાજ્યભરમાંથી 40,500 લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે, જ્યારે 6,367 લોકોનું દિલધડક રેસ્ક્યૂ કરાયું છે. દુઃખદ વાત એ છે કે 8 લોકોના પાણીમાં તણાઈ જવાથી મોત થયા છે.

નવસારીના પૂરગ્રસ્તો માટે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે કઈ સહાયની જાહેરાત કરી છે?

પૂરગ્રસ્ત પરિવારોને ઘરવખરીના નુકસાન બદલ ₹6,800 (₹1,800 તાત્કાલિક) ચૂકવવામાં આવશે. પશુધનના નુકસાન માટે ગાય/ભેંસ દીઠ ₹37,500 અને બકરી દીઠ ₹22,000 ની આર્થિક સહાય પણ મળશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

આગામી 2 દિવસ ભારે વરસાદ તૂટી પડશે! હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
આગામી 2 દિવસ ભારે વરસાદ તૂટી પડશે! હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
Gujarat Rain: મહીસાગરના લુણાવાડામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ,  બજારમાં ભરાયા ઘૂંટણસમા પાણી
Gujarat Rain: મહીસાગરના લુણાવાડામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ,  બજારમાં ભરાયા ઘૂંટણસમા પાણી
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Embed widget