શોધખોળ કરો

Gujarat rain live updates: મહેમદાવાદનું કુણા ગામ બેટમાં ફેરવાયું, હજારો વીઘા જમીન પાણીમાં ગરકાવ

સતત 3 દિવસ સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદી માહોલ બાદ છેલ્લા 24 કલાકથી સાર્વત્રિક વરસાદનું જોર ઘટ્યું છે.

LIVE

Key Events
Gujarat rain live updates 2026 ahmedabad monsoon heavy rainfall live Gujarat rain live updates: મહેમદાવાદનું કુણા ગામ બેટમાં ફેરવાયું, હજારો વીઘા જમીન પાણીમાં ગરકાવ
મહેમદાવાદ અને તેના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ખાબકેલા ૨૫ ઈંચ જેટલા ભારે વરસાદના કારણે તારાજી સર્જાઈ છે
Source : ફોટોઃ એબીપી અસ્મિતા

Background

સતત 3 દિવસ સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદી માહોલ બાદ છેલ્લા 24 કલાકથી સાર્વત્રિક વરસાદનું જોર ઘટ્યું છે. જો કે આજે 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરાયું છે. આજે વાવ, થરાદ, પાટણ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં ભારે વરસાદ ખાબકી શકે છે. એ સિવાય અમદાવાદ સહિત રાજ્યના અન્ય વિસ્તારોમાં હળવો વરસાદ વરસી શકે છે. જો કે 30 જુલાઈથી વરસાદના વધુ એક રાઉન્ડ આવશે. બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતા ફરી ધોધમાર વરસાદ ખાબકશે. ગુરુવારથી દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદી માહોલ શરૂ થશે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ શુક્રવારથી ભારે વરસાદ શરૂ થઈ શકે છે.

રાજ્યમાં આજે સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે અને અત્યાર સુધીમાં કુલ 72 તાલુકાઓમાં મેઘરાજાએ પધરામણી કરી છે. જેમાં સૌથી વધુ વરસાદ અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં નોંધાયો છે, જ્યાં દોઢ ઈંચ જેટલો વરસાદ ખાબકતા માર્ગો પર પાણી ફરી વળ્યા હતા

મધ્ય ગુજરાતના પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, અને ભરૂચમાં પણ શુક્રવારથી અતિભારે વરસાદ શરૂ થશે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 137 તાલુકામાં વરસાદ ખાબક્યો હતો. જેમાં વલસાડના કપરાડામાં સૌથી વધુ ચાર ઈંચ, બનાસકાંઠાના અમીરગઢમાં સવા ત્રણ ઈંચ, ડીસામાં 3 ઈંચ, વાવ-થરાદના રાહ તાલુકામાં અઢી ઈંચ જ્યારે લાખણીમાં 1.77 ઈંચ વરસાદ ખાબક્યો તો રાત્રી દરમિયાન મહેસાણામાં એક ઈંચ વરસાદ ખાબક્યો હતો.

અમદાવાદમાં મોડી રાતથી વરસી રહ્યો છે વરસાદ

વીજળીના કડાકા ભડાકા સાથે સવારના સમયે પણ વરસાદ ચાલુ રહ્યો હતો. સાયન્સ સિટી, એસજી રોડ, વસ્ત્રાપુર, થલતેજ, બોડક દેવ, મેમનગર, ઘાટલોડિયા અને ચાંદલોડિયામાં એક-એક જેટલો વરસાદ ખાબક્યો હતો. તો બોપલ, ઘૂમા, સરખેજ,જોધપુર, સેટેલાઈટ, વાસણા, નવરંગપુરા, ન્યૂ રાણીપ, આશ્રમ રોડ, દૂધેશ્વર, મેમકો, શાહપુર, અસારવા,હંસપુરા સહિતના વિસ્તારોમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો. 

અમદાવાદ પૂર્વના ઓઢવ, વસ્ત્રાલ, રામોલ, હાટકેશ્વર, નિકોલ, બાપુનગર, ઠક્કરબાપાનગર, નરોડા, નારોલ, રખિયાલ, સીટીએમ, ઈસનપુર, ઘોડાસર, જશોદાનગર સહિતના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો. કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. તો સવારથી ખાબકી રહેલા ધોધમાર વરસાદના કારણે અમદાવાદ શહેર પૂર્વ અને પશ્ચિમ ડીઈઓ કચેરીએ તમામ સ્કૂલોને તાકીદે સૂચના બહાર પાડી સ્થાનિક પરિસ્થિતિનું મૂલ્યાંકન કરીને નિર્ણય લેવા સૂચના આપી હતી. શાળા પરિસરમાં પાણી ન ભરાયા હોય અને વાહનવ્યવહાર સુરક્ષિત હોય તેની ખાતરી કર્યા બાદ જ શાળા શરૂ કરવાનો સ્પષ્ટ આદેશ અપાયો છે. જો કોઈ જોખમ જણાય તો વિદ્યાર્થીઓની સલામતી અર્થે તાત્કાલિક નિર્ણય લઈ વાલીઓને સમયસર જાણ કરવા સૂચના આપી હતી. અમદાવાદ શહેરમાં અત્યાર સુધી સીઝનનો સરેરાશ 19.19 ઈંચ સાથે 53.31 ટકા વરસાદ ખાબકી ચૂક્યો છે. જ્યારે 21 વિસ્તારોમાં તો 20 ઈંચથી વધુ વરસાદ વરસી ચુક્યો છે જેમાં સરખેજ અર્બન હેલ્થમાં સૌથી વધુ 27.55 ટકા અને બોપલમાં 27.28 ઈંચ વરસાદ ખાબકી ચુક્યો છે.

14:07 PM (IST)  •  27 Jul 2026

મહેમદાવાદનું કુણા ગામ બેટમાં ફેરવાયું

મહેમદાવાદ અને તેના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ખાબકેલા ૨૫ ઈંચ જેટલા ભારે વરસાદના કારણે તારાજી સર્જાઈ છે, જેના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. ભારે વરસાદના પગલે મહેમદાવાદનું કુણા ગામ અને નવું કુણા ગામ જાણે બેટમાં ફેરવાઈ ગયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ગામની સીમમાં આવેલી હજારો વીઘા જમીનમાં ચોમેર 'જ્યાં જુઓ ત્યાં જળ' જેવો ઘાટ સર્જાતાં મોટાપાયે વાવેતર કરેલો ડાંગરનો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેના કારણે ખેડૂતોમાં પાક સંપૂર્ણપણે નિષ્ફળ જવાની ગંભીર ભીતિ સેવાઈ રહી છે.

13:57 PM (IST)  •  27 Jul 2026

સુરત જિલ્લાના ખેડૂતો થયા પાયમાલ

દક્ષિણ ગુજરાતમાં વરસેલા અનારાધાર વરસાદથી ખેડૂતો પાયમાલ થયા છે.  સુરત જિલ્લામાં ભારે પવન સાથે વરસેલા વરસાદથી ખેડૂતોને મોટુ આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. કામરેજ તાલુકાના કરજણ ગામના અમીશભાઈએ એક લાખનો ખર્ચ કરીને આશરે ત્રણ વીઘા જમીનમાં કેળનું વાવેતર તો કર્યુ. પરંતુ 24 જુલાઈએ વાવાઝોડા સાથે વરસેલા ધોધમાર વરસાદે ખેડૂતની આશાઓ પર પાણી ફેરવી દીધુ. ત્રણ વિઘામાં ઉભેલ તૈયાર કેળનો પાક સંપૂર્ણપણે જમીનદોસ્ત થયો. કેળનો પાક નષ્ટ થતા  અમીશભાઈને આર્થિક નુકસાની ભોગવવાનો વારો આવ્યો. શાકભાજી પકવતા ખેડૂતો પણ કુદરતના કહેર સામે પાયમાલ થયો. સુરેશભાઈ નામના ખેડૂતે ત્રણ વિઘા જમીનમાં લાખોનો ખર્ચ કરીને પરવળ અને ગલકાના પાકનું વાવેતર કર્યુ હતુ. પરંતુ ભારે વરસાદથી ખેતરોમાં પાણી ફરી વળતા આખે આખો પરવળનો પાક અને ગલકા માટે તૈયાર કરેલ માંડવો પણ જમીનદોસ્ત થઈ ગયો. મોંઘા બિયારણ, ખેતમજૂરી, ડીઝલ સહિતના ખર્ચ બાદ કુદરતના મારથી ધરતીપુત્રોને ફરી આર્થિક ફટકો પડ્યો છે. ત્યારે ખેડૂતો હવે સરકાર પાસે સહાયની આશા સેવી રહ્યાં છે.

Load More
New Update
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Embed widget