Rain Forecast: આ 15 જિલ્લામાં મેઘરાજા મનમુકીને વરસશે, આગામી 3 કલાક માટે મોટી આગાહી
Rain Forecast: ગુજરાતમાં આગામી ત્રણ કલાક માટે હવામાન વિભાગનું મોટુ અપડેટ સામે આવ્યુ છે. રાજ્યમાં મેઘો ધોધમાર વરસી રહ્યો છે

Rain Forecast: ગુજરાતમાં અત્યારે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં એકસાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં હજુ પણ વરસાદ વરસશે અને જેને લઇને સરકારે માછીમારોને પણ પાંચ દિવસ દરિયો ન ખેડવાની ચેતવણી આપી છે. તાજા અપડેટ પ્રમાણે, આગામી ત્રણ કલાકમાં 15 જિલ્લામાં ભારે વરસાદી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આજે 7 જુલાઈથી 11 જુલાઈ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં અનરાધાર વરસાદની શક્યતા છે.
ગુજરાતમાં આગામી ત્રણ કલાક માટે હવામાન વિભાગનું મોટુ અપડેટ સામે આવ્યુ છે. રાજ્યમાં મેઘો ધોધમાર વરસી રહ્યો છે. તાજા અપડેટ પ્રમાણે, રાજ્યમાં 15 જિલ્લામાં આગામી ત્રણ કલાકમાં અતિભારે વરસાદ વરસી શકે છે. જેમાં ઉત્તર ગુજરાતથી લઇને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ સામેલ છે, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદમાં વરસાદ ખાબકશે. આ ઉપરાંત દિવ, ભાવનગર, બોટાદ, મહિસાગર, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદર અને નગર હવેલી, સુરત, ભરૂચ, અમદાવાદ, હળવા વરસાદની શક્યતાઓ પણ છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, આજે, સાતમી જુલાઈએ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે નવસારી, વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદના ઓરેન્જ એલર્ટની સાથે અતિભારે વરસાદની આગાહી છે.
આઠમી જુલાઇએ, કોઈપણ જગ્યાએ અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી નથી. દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ ઉપરાંત કોઈપણ જિલ્લામાં કોઈ ચેતવણી આપવામાં આવી નથી.
નવમી જુલાઇએ, કોઈપણ જગ્યાએ અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી નથી. દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ ઉપરાંત કોઈપણ જિલ્લામાં કોઈ ચેતવણી આપવામાં આવી નથી.
દસમી જુલાઇએ, કોઈપણ જગ્યાએ અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી નથી. બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ ઉપરાંત કોઈપણ જિલ્લામાં કોઈ ચેતવણી આપવામાં આવી નથી.





















