શોધખોળ કરો

Rain updates: ગુજરાતમાં 24 કલાકમાં 119 તાલુકામાં વરસાદ, પંચમહાલના શહેરામાં 5.43 ઈંચ વરસાદ

Rain updates: ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત્ રહ્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ વરસ્યો છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 119 તાલુકામાં વરસાદ થયો.
  • પંચમહાલના શહેરામાં સૌથી વધુ 5.43 ઈંચ વરસાદ નોંધાયો છે.
  • દક્ષિણ ગુજરાતમાં 97.36%, જ્યારે કચ્છમાં 29.05% વરસાદ પડ્યો.
  • રાજ્યમાં સીઝનનો સરેરાશ 70.60 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે.

Rain updates: ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત્ રહ્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ વરસ્યો છે. રાજ્યના કુલ 119 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં પંચમહાલના શહેરામાં સૌથી વધુ 5.43 ઈંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત મહીસાગર, તાપી, નર્મદા, દાહોદ, ડાંગ સહિતના જિલ્લાઓમાં પણ નોંધપાત્ર વરસાદ વરસ્યો છે.

પંચમહાલના શહેરામાં સૌથી વધુ 5.43 ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં પંચમહાલના શહેરામાં 5.43 ઈંચ વરસાદ નોંધાયો છે. ત્યારબાદ મહીસાગરના કોઠંબામાં 5.24 ઈંચ વરસાદ પડ્યો છે. તાપીના નિઝરમાં 3.39 ઈંચ, મહીસાગરના લુણાવાડામાં 2.72 ઈંચ ઈંચ વરસાદ નોંધાયો છે. મહીસાગરના બાલાસિનોરમાં 2.52 ઈંચ, નર્મદાના નાંદોદમાં 2.48 ઈંચ, ગાંધીનગરના દહેગામમાં 2.09 ઈંચ અને વલસાડના ઉમરગામમાં 2.05 ઈંચ વરસાદ નોંધાયો છે.

દાહોદ અને ડાંગમાં પણ વરસાદ

દાહોદના લીંબડીમાં 1.93 ઈંચ અને સાગબારા તાલુકામાં પણ 1.93 ઈંચ વરસાદ પડ્યો છે. દાહોદના સુખસરમાં 1.89 ઈંચ, જ્યારે ડાંગના વઘઈમાં 1.85 ઈંચ વરસાદ નોંધાયો છે.  દાહોદ અને ડાંગમાં 1.57 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. નાના પોંઢામાં 1.50 ઈંચ, જ્યારે કપડવંજમાં 1.46 ઈંચ વરસાદ નોંધાયો છે. ગરબાડામાં 1.42 ઈંચ અને સંજેલીમાં 1.38 ઈંચ વરસાદ પડ્યો છે. બોડેલી અને કાલોલમાં પણ 1.38-1.38 ઈંચ વરસાદ નોંધાયો છે.  છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાતા ખેડૂતો અને સામાન્ય લોકોમાં રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે. આગામી સમયમાં પણ રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત્ રહેવાની શક્યતા છે.

રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસાની સીઝન દરમિયાન અત્યાર સુધીમાં સરેરાશ 70.60 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. રાજ્યભરમાં મેઘ મહેર જોવા મળી રહી છે, પરંતુ અલગ-અલગ ઝોનમાં વરસાદનું પ્રમાણ અલગ-અલગ નોંધાયું છે. અત્યાર સુધીના આંકડા મુજબ દક્ષિણ ગુજરાત ઝોનમાં સીઝનનો સૌથી વધુ 97.36 ટકા વરસાદ પડી ચૂક્યો છે, જે લગભગ 100 ટકાની નજીક પહોંચી ગયો છે. તેની સરખામણીએ કચ્છ ઝોનમાં સરેરાશ માત્ર 29.05 ટકા જેટલો જ વરસાદ નોંધાયો છે, જેથી ત્યાં હજુ પણ સારા વરસાદની રાહ જોવાઈ રહી છે.

વરસાદની આગાહી કરાઈ 

એક સપ્તાહ સુધી વરસાદી માહોલ યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આજે દિવસ દરમિયાન પાંચ જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  આ વચ્ચે જ હવામાન વિભાગે સવારે 10 વાગ્યા સુધી વરસાદને લઈ નાઉકાસ્ટ જાહેર  કર્યું છે. હવામાન વિભાગે જાહેર  કરેલા નાઉકાસ્ટ મુજબ સવારે 10 વાગ્યા સુધીમાં ચાર જિલ્લા અને બે સંઘપ્રદેશમાં મધ્યમ વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર  કર્યું છે. તો 21 જિલ્લામાં છૂટ્ટાછવાયા સ્થળે હળવા વરસાદનું યલો એલર્ટ જાહેર  કરાયું છે. ઓરેન્જ એલર્ટ વાળા જિલ્લામાં નર્મદા, તાપી, ડાંગ, વલસાડ અને બે સંઘ પ્રદેશ દમણ તથા દાદરાનગર હવેલીનો સમાવેશ કરાયો છે. 

Frequently Asked Questions

છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કેટલા તાલુકામાં વરસાદ નોંધાયો?

છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના કુલ 119 તાલુકામાં વરસાદ નોંધાયો છે.

છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ કયા સ્થળે પડ્યો છે?

છેલ્લા 24 કલાકમાં પંચમહાલના શહેરામાં સૌથી વધુ 5.43 ઈંચ વરસાદ નોંધાયો છે.

ચાલુ વર્ષે ચોમાસાની સીઝનમાં અત્યાર સુધી ગુજરાતમાં કેટલા ટકા વરસાદ નોંધાયો છે?

ચાલુ વર્ષે ચોમાસાની સીઝન દરમિયાન અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ 70.60 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે.

કયા ઝોનમાં સીઝનનો સૌથી વધુ વરસાદ પડ્યો છે?

દક્ષિણ ગુજરાત ઝોનમાં સીઝનનો સૌથી વધુ 97.36 ટકા વરસાદ પડ્યો છે, જે લગભગ 100 ટકાની નજીક છે.

કયા ઝોનમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે?

કચ્છ ઝોનમાં સરેરાશ માત્ર 29.05 ટકા જેટલો જ વરસાદ નોંધાયો છે, જેથી ત્યાં હજુ સારા વરસાદની રાહ જોવાઈ રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Rain updates: ગુજરાતમાં 24 કલાકમાં 119 તાલુકામાં વરસાદ, પંચમહાલના શહેરામાં 5.43 ઈંચ વરસાદ
Rain updates: ગુજરાતમાં 24 કલાકમાં 119 તાલુકામાં વરસાદ, પંચમહાલના શહેરામાં 5.43 ઈંચ વરસાદ
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
આગામી 2 દિવસ ભારે વરસાદ તૂટી પડશે! હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
આગામી 2 દિવસ ભારે વરસાદ તૂટી પડશે! હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
Rain updates: ગુજરાતમાં 24 કલાકમાં 119 તાલુકામાં વરસાદ, પંચમહાલના શહેરામાં 5.43 ઈંચ વરસાદ
Rain updates: ગુજરાતમાં 24 કલાકમાં 119 તાલુકામાં વરસાદ, પંચમહાલના શહેરામાં 5.43 ઈંચ વરસાદ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
Embed widget