શોધખોળ કરો

હવામાન વિભાગ અને અંબાલાલની મોટી આગાહી: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે

Ambalal Patel: હવામાન વિભાગ અને આગાહીકાર અંબાલાલ પટેલની મોટી ચેતવણી; મહીસાગર, પંચમહાલ અને દાહોદમાં મેઘરાજા ધડબડાટી બોલાવશે, અમદાવાદ-ગાંધીનગરમાં પણ 2 ઈંચ સુધી વરસાદની શક્યતા.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ચાર સક્રિય સિસ્ટમ્સને કારણે રાજ્યમાં ભારે વરસાદની આગાહી.
  • હવામાન વિભાગે કેટલાક જિલ્લાઓ માટે ઓરેન્જ-યલો એલર્ટ જાહેર કર્યા.
  • અંબાલાલ પટેલ: પંચમહાલ, ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ શક્ય.
  • અમદાવાદ-ગાંધીનગરમાં વરસાદ, રાજ્યમાં સરેરાશથી 3% વધુ વરસાદ.

Ambalal Patel: જો તમે કાગડોળે વરસાદની રાહ જોઈને બેઠા છો, તો તમારા માટે સારા સમાચાર છે! ગુજરાતમાં હાલમાં વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે અને આગામી 2 દિવસ સુધી મેઘરાજા હજુ પણ તોફાની બેટિંગ કરવાના મૂડમાં છે. રાજ્યમાં એકસાથે 4 જેટલી વેધર સિસ્ટમ - વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, શીયર ઝોન, મોન્સૂન ટ્રફ અને લો પ્રેશર સક્રિય થઈ ગઈ છે. જેના કારણે હવામાન વિભાગ અને જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલ, બંનેએ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપી છે.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવની આગાહી મુજબ, સક્રિય સિસ્ટમ્સની અસર હેઠળ રાજ્યમાં 2 દિવસ ભારે વરસાદની સંભાવના છે. આજે 11 ઓગસ્ટે રાજ્યના 3 જિલ્લાઓ - મહીસાગર, પંચમહાલ અને દાહોદમાં છુટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદ પડી શકે છે, જેના પગલે ત્યાં 'ઓરેન્જ એલર્ટ' જારી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, અરવલ્લી, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ સહિત કુલ 6 જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા જોતા 'યલો એલર્ટ' અપાયું છે.

આવતીકાલની વાત કરીએ તો, 12 ઓગસ્ટના રોજ પણ દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ એમ 5 જિલ્લાઓમાં છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની આગાહી સાથે 'યલો એલર્ટ' ચાલુ રાખવામાં આવ્યું છે. વરસાદના આંકડાઓ પર નજર કરીએ તો, રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ કરતા 3 ટકા વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જોકે, સૌરાષ્ટ્ર અને કચ્છના લોકો હજુ પણ સારા વરસાદની આશા રાખી રહ્યા છે, કારણ કે ત્યાં સામાન્ય કરતા 21 ટકા જેટલો ઓછો વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી

અંબાલાલ પટેલની આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ વરસાદને લઈને પોતાની મોટી આગાહી વ્યક્ત કરી છે. તેમના જણાવ્યા અનુસાર, પંચમહાલ પંથકના વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસશે અને ત્યાં 3 થી 4 ઈંચ જેટલો ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. આ સાથે જ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ ભારે વરસાદની શક્યતા છે. જ્યારે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે.

અમદાવાદ અને ગાંધીનગરનું કેવું રહેશે હવામાન?

અમદાવાદ અને ગાંધીનગરના સ્થાનિકો માટે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, આગામી 24 કલાકમાં આ બંને શહેરોમાં વરસાદી ઝાપટાં પડી શકે છે. જ્યારે આવનારા 48 કલાકની અંદર અમદાવાદ અને ગાંધીનગરમાં 2 ઈંચથી વધુ વરસાદ ખાબકવાની પૂરી શક્યતા છે. હવામાન વિભાગે પણ આ બંને મેગાસિટીમાં વીજળીના કડાકા-ભડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરી છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં આગામી 3 કલાક ભારે: 15 જિલ્લામાં ઓરેન્જ અને 20 જિલ્લામાં યલો એલર્ટ જાહેર

Frequently Asked Questions

ગુજરાતમાં આગામી 2 દિવસ વરસાદની શું સંભાવના છે?

રાજ્યમાં 4 વેધર સિસ્ટમ સક્રિય હોવાથી આગામી 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે તેની ચેતવણી આપી છે.

11 ઓગસ્ટે કયા જિલ્લાઓમાં 'ઓરેન્જ એલર્ટ' જારી કરાયું છે?

આજે (11 ઓગસ્ટે) મહીસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લાઓમાં છુટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદ માટે 'ઓરેન્જ એલર્ટ' અપાયું છે.

અંબાલાલ પટેલની આગાહી મુજબ પંચમહાલમાં કેટલો વરસાદ પડી શકે છે?

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, પંચમહાલ પંથકમાં 3 થી 4 ઈંચ જેટલો ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતા છે.

અમદાવાદ અને ગાંધીનગરમાં આગામી 48 કલાકનું હવામાન કેવું રહેશે?

આગામી 48 કલાકમાં અમદાવાદ અને ગાંધીનગરમાં 2 ઈંચથી વધુ વરસાદ ખાબકવાની શક્યતા છે. હવામાન વિભાગે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

હવામાન વિભાગ અને અંબાલાલની મોટી આગાહી: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે
હવામાન વિભાગ અને અંબાલાલની મોટી આગાહી: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે
Gujarat Rain: મહીસાગરના લુણાવાડામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ,  બજારમાં ભરાયા ઘૂંટણસમા પાણી
Gujarat Rain: મહીસાગરના લુણાવાડામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ,  બજારમાં ભરાયા ઘૂંટણસમા પાણી
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Advertisement

વિડિઓઝ

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Dengue: ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ ક્યારે ઘટે અને શું હોય છે શરુઆતના લક્ષણો? જાણો
Dengue: ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ ક્યારે ઘટે અને શું હોય છે શરુઆતના લક્ષણો? જાણો
Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો
Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો
Embed widget