શોધખોળ કરો

Rain Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 164 તાલુકામાં વરસાદ, સૌથી વધુ રાજુલામાં 11 ઈંચ વરસાદ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 164 તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી છે, જેમાં રાજ્યના 7 તાલુકાઓમાં 5 થી 11 ઈંચ, 26  તાલુકાઓમાં 2 થી 4 ઈંચ અને 51 તાલુકાઓમાં 1 થી પોણા બે ઈંચ સુધીનો વરસાદ ખાબક્યો છે

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ગુજરાતમાં 24 કલાકમાં 164 તાલુકામાં વરસાદ, રાજુલામાં 11 ઇંચ.
  • દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લામાં રેડ એલર્ટ, પૂરની શક્યતા.
  • સૌરાષ્ટ્ર સહિત પાંચ જિલ્લાઓમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 164 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. રાજ્યના 7 તાલુકામાં 5થી 11 ઈંચ સુધીનો વરસાદ જ્યારે 26 તાલુકામાં 2થી 4 ઈંચ સુધીનો વરસાદ અને 51 તાલુકામાં 1થી પોણા બે ઈંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ અમરેલીના રાજુલામાં 11 ઈંચ વરસાદ ખાબક્યો હતો. 

24 કલાકમાં 164 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા વરસાદના આંકડા પર નજર કરીએ તો કુલ 164 તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી છે, જેમાં રાજ્યના 7 તાલુકાઓમાં 5 થી 11 ઈંચ, 26  તાલુકાઓમાં 2 થી 4 ઈંચ અને 51 તાલુકાઓમાં 1 થી પોણા બે ઈંચ સુધીનો વરસાદ ખાબક્યો છે. અમરેલીના જ ધારીમાં 9.21 ઈંચ, ખાંભામાં 6.81 ઈંચ, ડાંગના સુબીરમાં 5.16 ઈંચ અને સાવરકુંડલામાં 5.04 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ સિવાય જાફરાબાદમાં 4.92 ઈંચ, ડાંગમાં 4.57 ઈંચ, વિજયનગરમાં 24 કલાકમાં 4.49 ઈંચ, બગસરામાં 4.29 ઈંચ, લીલીયા અને ઉનામાં 4.21 ઈંચ, જેસરમાં 3.08 ઈંચ, ચીખલીમાં 3.27 ઈંચ, ભાવનગરના મહુવામાં 2.curr99 ઈંચ, વલસાડના વાપીમાં 2.95 ઈંચ, ગારિયાધારમાં 2.80 ઈંચ, ડોલવણમાં 2.76 ઈંચ, ઉમરગામ અને ગીર ગઢડામાં 2.72 ઈંચ, ગણદેવીમાં 2.64 ઈંચ, કોડીનારમાં 2.60 ઈંચ, વ્યારામાં 2.48 ઈંચ, ચુડામાં 2.17 ઈંચ, અંબિકા અને કપરાડામાં 2.09 ઈંચ, વાલોડમાં 2.05 ઈંચ, અમરેલી શહેરમાં 2.01 ઈંચ, મહેસાણામાં 1.97 ઈંચ, વઘઈમાં 1.93 ઈંચ, પાલિતાણામાં 1.85 ઈંચ, સૂત્રાપાડામાં 1.81 ઈંચ, કોટડા સાંગાણી અને ઓલપાડમાં 1.77 ઈંચ, વિસાવદર અને તારાપુરમાં 1.57 ઈંચ, કુંકાવાવ-વડિયા, સિદ્ધપુર તેમજ વઢવાણમાં 1.42 ઈંચ, લખતરમાં 1.38 ઈંચ અને પલસાણા, દાંતા, વડગામ, કડી તથા ગોંડલમાં 1.34 ઈંચ જેટલો ભારે વરસાદ નોંધાયો છે.

 આ પણ વાંચોઃ Gujarat Rain: રાજ્યમાં હજુ પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ

નીચાણવાળા વિસ્તારોને સાવધ કરાયા

એકસાથે 5-5 વરસાદી સિસ્ટમો સક્રિય થતાં અને છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રના અમરેલી તથા દક્ષિણ ગુજરાતના ડાંગ-વલસાડ પંથકમાં થયેલા ભારે વરસાદના કારણે લોકજીવન પ્રભાવિત થયું છે. નદી-નાળાઓ ઉભરાતા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિક તંત્ર હાઈએલર્ટ મોડ પર આવી ગયું છે. હવામાન વિભાગની આગામી 5 દિવસની ભારે વરસાદની આગાહીને જોતા NDRF અને SDRFની ટીમોને એલર્ટ રાખવામાં આવી છે અને માછીમારોને દરિયો ન ખેડવાની કડક ચેતવણી આપવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતમાં આકાશી આફત

હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અતિભારેથી અત્યંત ભારે વરસાદ વરસી શકે છે. આ વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાવાની સંભાવનાને જોતા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સુરત, નવસારી, વલસાડ, તાપી અને ડાંગમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ કુદરતનો પ્રકોપ જોવા મળી શકે છે, જેથી અહીં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. માછીમારો અને સ્થાનિક લોકોને દરિયા કિનારે ન જવાની કડક સૂચના અપાઈ છે.

સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પણ સંકટ

અલગ-અલગ સિસ્ટમની અસર માત્ર દક્ષિણ ગુજરાત પૂરતી સીમિત નથી, પરંતુ સૌરાષ્ટ્ર અને તેને અડીને આવેલા અન્ય જિલ્લાઓમાં પણ ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે આજે રાજ્યના 5 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરીને ભારે વરસાદની ચેતવણી આપી છે. અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, ભરૂચ અને નર્મદામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. 

Frequently Asked Questions

છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કેટલા તાલુકામાં વરસાદ નોંધાયો છે?

છેલ્લા 24 કલાકમાં રાજ્યના કુલ 164 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જેમાં 7 તાલુકામાં 5 થી 11 ઈંચ સુધીનો વરસાદ ખાબક્યો હતો.

છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં સૌથી વધુ વરસાદ ક્યાં નોંધાયો છે?

છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ અમરેલીના રાજુલામાં 11 ઈંચ ખાબક્યો હતો. અમરેલીના ધારીમાં 9.21 ઈંચ અને ખાંભામાં 6.81 ઈંચ પણ નોંધાયો છે.

હવામાન વિભાગ દ્વારા કયા વિસ્તારો માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે?

હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ તથા દમણ અને દાદરાનગર હવેલી માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. અહીં અતિભારે વરસાદની શક્યતા છે.

ભારે વરસાદને કારણે તંત્ર દ્વારા શું સાવચેતીનાં પગલાં લેવાયાં છે?

નીચાણવાળા વિસ્તારોને સાવધ કરાયા છે. NDRF અને SDRFની ટીમોને એલર્ટ રાખવામાં આવી છે અને માછીમારોને દરિયો ન ખેડવાની કડક ચેતવણી અપાઈ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Advertisement

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન

Embed widget