શોધખોળ કરો

રાજ્યના 66 તાલુકામાં મેઘમહેર: રાજુલામાં 5.39 ઈંચ વરસાદ, સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં જળબંબાકાર

ગુજરાતમાં ચોમાસાએ ગતિ પકડતાં રાજ્યના 66 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીના સમયગાળામાં અમરેલી જિલ્લાના રાજુલામાં સૌથી વધુ 5.39 ઈંચ વરસાદ વરસ્યો હતો.

Gujrat Rain Update: રાજ્યમાં ચોમાસું પૂરજોશમાં જામ્યું છે ત્યારે  સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીમાં 66 તાલુકામાં વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના આંકડા મુજબ અમરેલી જિલ્લાના રાજુલામાં સૌથી વધુ 5.39 ઈંચ વરસાદ નોંધાયો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે.

રાજુલા બાદ લીલીયામાં 2.13 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે ભાવનગર જિલ્લાના મહુવામાં 2.05 ઈંચ વરસાદ વરસ્યો હતો. અમરેલી જિલ્લાના ખાંભામાં 1.89 ઈંચ અને જાફરાબાદમાં 1.57 ઈંચ વરસાદ નોંધાતા જનજીવન પર અસર જોવા મળી હતી.

આ ઉપરાંત બગસરામાં 1.42 ઈંચ અને ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડામાં 1.06 ઈંચ વરસાદ નોંધાયો હતો. સાવરકુંડલા, ઉના, ગોંડલ, કુંકાવાવ-વડિયા અને કોડીનારમાં પણ 1-1 ઈંચ વરસાદ નોંધાયો છે.

સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ વચ્ચે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાવા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાઓ પણ સામે આવી રહી છે.

હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના કારણે તંત્રને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.

12 વાગ્યા સુધીમાં રાજ્યમાં વરસાદ  

રાજુલા       5.39 ઈંચ
લીલીયા       2.13 ઈંચ
મહુવા       2.05 ઈંચ
ખાંભા       1.89 ઈંચ
જાફરાબાદ       1.57 ઈંચ
બગસરા       1.42 ઈંચ
ગીરગઢડા       1.06 ઈંચ
સા.કુંડલા       1.00 ઈંચ
ઉના        1.00 ઈંચ
ગોંડલ       1.00 ઈંચ
વડિયા       1.00 ઈંચ
કોડીનાર       1.00 ઈંચ

આ પણ વાંચો: રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ, આજે આ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી સાથે રેડ એલર્ટ જાહેર

આજે ક્યાં જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ?    

ગીર સોમનાથ
અમરેલી
ભાવનગર
સુરત
તાપી
ડાંગ
નવસારી
વલસાડ

આજે ક્યાં જિલ્લામાં વરસાદનું ઓરેંજ એલર્ટ?    

જૂનાગઢ
રાજકોટ
ભરૂચ
વડોદરા
નર્મદા
છોટાઉદેપુર

આજે ક્યાં જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ?   

પોરબંદર
બોટાદ
આણંદ
પંચમહાલ
દાહોદ

હવામાન વિભાગે 10 જુલાઇ સુધી રાજ્યમાં વરસાદની સ્થિતિ યથાવત રહેવાની આગાહી કરી છે. વરસાદ સાથે  40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે. ભારે પવન અને ઊંચા મોજાંને કારણે દરિયો તોફાની બનવાની શક્યતા છે. દરિયાકાંઠાના વિસ્તારો માટે ચેતવણી જાહેર કરતાં બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. માછીમારોને આગામી દિવસોમાં દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે.  હવામાન વિભાગની આગાહીને પગલે તંત્ર પણ સતર્ક બન્યું છે. ભારે વરસાદ અને પવનની સંભાવનાને ધ્યાનમાં રાખીને લોકોને સાવચેત રહેવા અને જરૂરી ન હોય તો પ્રવાસ ટાળવાની અપીલ કરવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
Advertisement

વિડિઓઝ

No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Embed widget