શોધખોળ કરો

Gujarat Rain: સાંજે 7 વાગ્યા સુધી રાજ્યના 23 જિલ્લાઓમાં વરસશે ધોધમાર વરસાદ, જાણો લેટેસ્ટ અપડેટ

રાજ્યમાં આગામી બે કલાક દરમિયાન હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની શક્યતાને પગલે હવામાન વિભાગે અનેક જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • આગામી કલાકોમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં હળવા વરસાદી ઝાપટાં.
  • દક્ષિણ, મધ્ય, ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ.
  • બંગાળના લો પ્રેશરથી સાત દિવસ ધોધમાર વરસાદની આગાહી.

Gujarat rain: રાજ્યમાં આગામી બે કલાક દરમિયાન હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની શક્યતાને પગલે હવામાન વિભાગે અનેક જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સાંજે 7 વાગ્યા સુધી વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં હળવા વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

23 જિલ્લામાં વરસાદની સંભાવના

હવામાન વિભાગના અનુમાન મુજબ સાંજે 7 વાગ્યા સુધી રાજ્યના કુલ 23 જિલ્લામાં હળવો વરસાદ અથવા વરસાદી ઝાપટાં પડી શકે છે. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પણ નોંધાઈ શકે છે. દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં હળવા વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉપરાંત ભરૂચ અને નર્મદા જિલ્લામાં પણ વરસાદી માહોલ રહેવાની સંભાવના છે.

મધ્ય અને પૂર્વ ગુજરાતમાં વરસાદની આગાહી

મધ્ય અને પૂર્વ ગુજરાતના વડોદરા, છોટાઉદેપુર, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા અને આણંદ જિલ્લામાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. સ્થાનિક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર અને સાબરકાંઠા જિલ્લામાં હળવા વરસાદનું અનુમાન છે. જ્યારે સૌરાષ્ટ્રના ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગર સહિત દરિયાકાંઠાના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાં પડી શકે છે. અમદાવાદ જિલ્લામાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદની શક્યતા

સંઘ પ્રદેશ દમણ તેમજ દાદરા અને નગર હવેલીમાં પણ આગામી કલાકોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે નાગરિકોને વરસાદ દરમિયાન જરૂરી સાવચેતી રાખવા તેમજ સત્તાવાર હવામાન અપડેટ પર નજર રાખવાની સલાહ આપી છે.  

આગામી સાત દિવસ ગાજવીજ સાથે ધોધમાર વરસાદની આગાહી

બંગાળની ખાડીમાં સર્જાયેલા વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમના કારણે ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ 30 જુલાઈ આસપાસ આ સિસ્ટમની અસર ગુજરાતમાં જોવા મળી શકે છે, જેના પરિણામે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.

રાજ્યના હવામાન વિભાગે આગામી સાત દિવસ ગાજવીજ સાથે ધોધમાર વરસાદની આગાહી કરી છે. આ સમય દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે. 30 જુલાઈ આસપાસ ગુજરાતમાં સિસ્ટમની અસર જોવા મળશે. 

આગાહી અનુસાર બંગાળની ખાડીમાં બનેલી વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ પશ્ચિમ તરફ આગળ વધતા તેની અસર ગુજરાત સુધી પહોંચવાની સંભાવના છે. તેના કારણે રાજ્યમાં વરસાદની ગતિવિધિઓમાં વધારો થઈ શકે છે અને અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ નોંધાઈ શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
Advertisement

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Embed widget