શોધખોળ કરો

રાજ્યમાં 10 વર્ષમાં જૂનમાં નોંધાયો સૌથી વધુ વરસાદ, સીઝનનો સરેરાશ 31.62 ટકા વરસ્યો વરસાદ

ચાલુ વર્ષે 29 જૂન સુધીમાં ચોમાસાની સીઝનનો 11 ઈંચ વરસાદ એટલે કે સીઝનનો સરેરાશ 31.62 ટકા વરસાદ વરસ્યો હતો

રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો સરેરાશ 31.62 ટકા વરસાદ વરસ્યો છે. 10 વર્ષમાં જૂનમાં નોંધાયેલા વરસાદમાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. કચ્છ ઝોનમાં સીઝનનો અત્યાર સુધી સરેરાશ 28.83 ટકા, ઉત્તર ગુજરાતમાં સીઝનનો અત્યાર સુધી 33.32 ટકા અને દક્ષિણ ગુજરાતમાં સીઝનનો સરેરાશ 34.25 ટકા વરસાદ વરસ્યો હતો.

રાજ્યમાં 16 જૂનથી સત્તાવાર ચોમાસાનો પ્રારંભ થયો છે. ચાલુ વર્ષે 29 જૂન સુધીમાં ચોમાસાની સીઝનનો 11 ઈંચ વરસાદ એટલે કે સીઝનનો સરેરાશ 31.62 ટકા વરસાદ વરસ્યો હતો. છેલ્લા 10 વર્ષમાં જૂનમાં નોંધાયેલા વરસાદમાં આ સૌથી વધુ વરસાદ છે. ચોમાસામાં અત્યાર સુધી વરસેલા વરસાદની વાત કરીએ તો કચ્છ ઝોનમાં સીઝનનો સરેરાશ 5.50 ઈંચ સાથે 28.83 ટકા વરસાદ વરસ્યો હતો.

તો ઉત્તર ગુજરાતમાં 6.65 ઈંચ સાથે 23.53 ટકા, પૂર્વ મધ્ય ઝોનમાં 10.56 ઈંચ સાથે 33.32 ટકા અને દક્ષિણ ગુજરાતમાં સિઝનનો 20.09 ઈંચ સાથે 34.25 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. હાલમાં રાજ્યમાં 40 ઈંચથી વધુ વરસાદ વરસ્યો હોય તેવો માત્ર એક તાલુકો છે. તો 26 તાલુકામાં 20થી 40 ઈંચ, 89 તાલુકામાં 10થી 20 ઈંચ વરસાદ, 41 તાલુકામાં 5થી 10 ઈંચ વરસાદ અને પાંચ તાલુકામાં 1થી 5 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ગુજરાતમાં ગત વર્ષે 29 જૂન સુધીમાં સરેરાશ 2.80 ઈંચ સાથે 8.05 ટકા વરસાદ વરસ્યો હતો.

રાજ્યમાં હજુ એક સપ્તાહ સુધી વરસાદ યથાવત રહેશે.  હવામાન વિભાગના મતે દક્ષિણ ગુજરાતમાં અપર એર સાયક્લોનિક સર્કયુલેશન સક્રિય હોવાથી વરસાદ વરસી રહ્યો છે.  હવામાન વિભાગે તો 2 અને 3 જૂલાઈના ભારે વરસાદની આગાહી કરી છે.  આજે રાજ્યના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને દમણ તથા દાદરાનગરહવેલીમાં છૂટ્ટાછવાયા સ્થળે ભારે વરસાદને લઈ યલો એલર્ટ જાહેર કરાયું છે. તો 2 અને 3 જૂલાઈ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન વ્યકત કરાયું છે...જ્યારે બાકીના દિવસોમાં હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે.

બંગાળની ખાડીમાં એક લો પ્રેશર એરિયા સર્જાયું છે તો સૌરાષ્ટ્ર પર એક સિસ્ટમ એક્ટિવ છે. જેના કારણે ગુજરાતમાં અવિરત ક્યાંક ભારે તો ક્યાંક સામાન્ય વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકની સ્થિતિ વિશે વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 189 તાલુકામાં  મેઘરાજા મનમુકીને વરસ્યા છે. સૌથી વધુ મહેસાણાના કડીમાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે.                       

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Monsoon: રાજ્યમાં આગામી બે દિવસ વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા અપાઈ કડક સૂચના
Monsoon: રાજ્યમાં આગામી બે દિવસ વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા અપાઈ કડક સૂચના
Kheda: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન, મહેમદાબાદમાં 17 વર્ષની 18 દીકરીઓ ગર્ભવતી બનતા ચકચાર
Kheda: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન, મહેમદાબાદમાં 17 વર્ષની 18 દીકરીઓ ગર્ભવતી બનતા ચકચાર
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
Gujarat Rain: ચોમાસાનું રૌદ્ર સ્વરૂપ, ગુજરાતમાં સિઝનનો સરેરાશ 24.63 ટકા વરસાદ ખાબક્યો, 10 ડેમ હાઈએલર્ટ પર
Gujarat Rain: ચોમાસાનું રૌદ્ર સ્વરૂપ, ગુજરાતમાં સિઝનનો સરેરાશ 24.63 ટકા વરસાદ ખાબક્યો, 10 ડેમ હાઈએલર્ટ પર

વિડિઓઝ

Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી
Surat: સુરતના સરથાણામાં બે યુવક તણાયા, એકનો મૃતદેહ મળ્યો
બોટાદમાં ઈન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવા મુદ્દે એકની હત્યા, 2 લોકોને પહોંચી ઈજા
Gir Somnath | ખાપટ પ્રાથમિક શાળાના શિક્ષકની કરતૂતનો ફૂટ્યો ભાંડો, વિદ્યાર્થીને પૈસા આપી દારૂ મંગાવતા હોવાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
'નીતીશ કુમારે CM સમ્રાટને લગાવી ફટકાર, બિહારમાં પડવા જઈ રહી છે સરકાર', તેજ પ્રતાપનો મોટો દાવો
'નીતીશ કુમારે CM સમ્રાટને લગાવી ફટકાર, બિહારમાં પડવા જઈ રહી છે સરકાર', તેજ પ્રતાપનો મોટો દાવો
Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા
Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા
Gir Somnath: શિક્ષણ જગત શરમાયું, ગીર સોમનાથમાં શિક્ષકે ધોરણ-7ના વિદ્યાર્થીને 500 રૂ. આપી દારૂ મંગાવ્યો
Gir Somnath: શિક્ષણ જગત શરમાયું, ગીર સોમનાથમાં શિક્ષકે ધોરણ-7ના વિદ્યાર્થીને 500 રૂ. આપી દારૂ મંગાવ્યો
Gujarat Rain: ચોમાસાનું રૌદ્ર સ્વરૂપ, ગુજરાતમાં સિઝનનો સરેરાશ 24.63 ટકા વરસાદ ખાબક્યો, 10 ડેમ હાઈએલર્ટ પર
Gujarat Rain: ચોમાસાનું રૌદ્ર સ્વરૂપ, ગુજરાતમાં સિઝનનો સરેરાશ 24.63 ટકા વરસાદ ખાબક્યો, 10 ડેમ હાઈએલર્ટ પર
SIP: દરરોજ માત્ર 100 રુપિયાનું રોકાણ કરીને બનાવો 1 કરોડનું ફંડ, આ રહ્યો કરોડપતિ બનવાનો સિક્રેટ પ્લાન!
SIP: દરરોજ માત્ર 100 રુપિયાનું રોકાણ કરીને બનાવો 1 કરોડનું ફંડ, આ રહ્યો કરોડપતિ બનવાનો સિક્રેટ પ્લાન!
ઇંગ્લેન્ડ સામે હાર બાદ BCCI એક્શન મોડમાં, શ્રેયસ અય્યર અને ગૌતમ ગંભીરનો લેવાશે ક્લાસ
ઇંગ્લેન્ડ સામે હાર બાદ BCCI એક્શન મોડમાં, શ્રેયસ અય્યર અને ગૌતમ ગંભીરનો લેવાશે ક્લાસ
Embed widget