શોધખોળ કરો

Gujarat Rain Update: છેલ્લા 24 કલાકમાં 189 તાલુકામાં વરસ્યો વરસાદ, કડીમાં સૌથી વધુ ચાર ઈંચ

Gujarat Rain Update: બંગાળ પર સર્જાયેલ સિસ્ટમના કારણે ગુજરાતમાં અવિરત મેઘમહેરની સ્થિતિ યથાવત છે. છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસ્યો વરસાદ આંકડા પર એક નજર કરીએ...

Gujarat Rain Update: ગુજરાત પર વરસાદ લાવતી હાલ 2 સિસ્ટમ સક્રિય છે. બંગાળની ખાડીમાં એક લો પ્રેશર એરિયા સર્જાયું છે તો સૌરાષ્ટ્ર પર એક સિસ્ટમ એક્ટિવ છે. જેના કારણે ગુજરાતમાં અવિરત ક્યાંક ભારે તો ક્યાંક સામાન્ય વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકની સ્થિતિ વિશે વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 189 તાલુકામાં  મેઘરાજા મનમુકીને વરસ્યા છે. સૌથી વધુ મહેસાણાના કડીમાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસેવા તાલુકાના આંકડા પર કરીએ એક નજર

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 189 તાલુકામાં વરસ્યો વરસાદ

  • મહેસાણાના કડીમાં સૌથી વધુ ચાર ઈંચ વરસાદથી જળબંબાકાર
  • અમદાવાદના વિરમગામમાં વરસ્યો સાડા ત્રણ ઈંચ વરસાદ
  • નવસારીના ખેરગામમાં અઢી ઈંચ વરસાદ વરસ્યો
  • સુરતના ઉમરપાડામાં બે ઈંચ વરસાદ
  • ગાંધીનગરના કલોલમાં બે ઈંચ વરસાદ
  • અમદાવાદના દેત્રોજમાં બે ઈંચ વરસાદ

રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો સરેરાશ 31.62 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.  આ 10 વર્ષમાં જૂનમાં નોંધાયેલા સૌથી વધુ વરસાદ છે. કચ્છ ઝોનમાં સિઝનનો અત્યાર સુધી સરેરાશ 28.83 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ઉત્તર ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધી 33.32 ટકા વરસાદ વરસ્યો છે. ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં સિઝનનો સરેરાશ 34.25 ટકા વરસાદ વરસ્યો છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 189 તાલુકામાં વરસ્યો વરસાદ

  • નવસારીના વાંસદામાં બે ઈંચ વરસાદ
  • વડોદરાના સાવલીમાં બે ઈંચ વરસાદ
  • નર્મદાના ડેડિયાપાડામાં બે ઈંચ વરસાદ
  • ડાંગના વઘઈમાં દોઢ ઈંચ વરસાદ
  • નર્મદાના સાગબારામાં દોઢ ઈંચ વરસાદ
  • તાપીના વ્યારામાં દોઢ ઈંચ વરસાદ
  • આણંદના પેટલાદમાં દોઢ ઈંચ વરસાદ
  • વલસાડના વાપીમાં સવા ઈંચ વરસાદ
  • મહિસાગરના સંતરામપુરમાં સવા ઈંચ વરસાદ
  • તાપીના નિઝરમાં સવા ઈંચ વરસાદ
  • સુરતના માંગરોળમાં સવા ઈંચ વરસાદ
  • અમદાવાદના બાવળામાં સવા ઈંચ વરસાદ
  • તાપીના સોનગઢમાં સવા ઈંચ વરસાદ

સોરાષ્ટ્રમાં  કચ્છમાં 4 જુલાઇ સુધી હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે. કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની પણ શક્યતા આ સાથે પવનની ગતિ પણ વધુ રહેવાનું અનુમાન છે. ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં ભારે વરસાદને  લઇને યલો એલર્ટ અપાયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં હજું એક સપ્તાહ સાર્વત્રિક વરસાદનું અનુમાન છે. હજુ એક સપ્તાહ વરસાદી માહોલ યથાવત રહેશે. દક્ષિણ ગુજરાતમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. જેથી 2 અને 3 જુલાઈએ ભારે વરસાદની  આગાહી છે.  દીવ, આણંદ, વડોદરા, છોટાઉદેપુરમાં વરસાદની તીવ્રતાની શક્યતાને જોતા  યલો એલર્ટ અપાયું છે. ભરૂચ, નર્મદા, સુરત, તાપીમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. નવસારી, ડાંગ, વલસાડમાં  પણ વરસાદનું યલો એલર્ટ આપ્યું છે. દમણ અને દાદરા અને નગરહવેલીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 189 તાલુકામાં વરસ્યો વરસાદ

  • સુરતના પલસાણામાં સવા ઈંચ વરસાદ
  • તાપીના ડોલવણમાં એક ઈંચ વરસાદ
  • ડાંગના આહવામાં એક ઈંચ વરસાદ
  • નવસારી શહેરમાં એક ઈંચ વરસાદ
  • સુરતના બારડોલીમાં એક ઈંચ વરસાદ
  • ભરૂચના વાલિયામાં એક ઈંચ વરસાદ
  • આણંદ શહેરમાં એક ઈંચ વરસાદ
  • વલસાડના ધરમપુરમાં એક ઈંચ વરસાદ
  • ગાંધીનગરના માણસામાં એક ઈંચ વરસાદ
  • સુરતના કામરેજમાં એક ઈંચ વરસાદ
  • તાપીના કુકરમુંડામાં એક ઈંચ વરસાદ
  • નવસારીના જલાલપોરમાં એક ઈંચ વરસાદ

ભારે વરસાદના પગલે રાજ્યના 32 ડેમ હાઈએલર્ટ અને એલર્ટ પર છે. ડેમમાં 90 ટકા વધુ પાણીનો સંગ્રહ થતા હાઈએલર્ટ સિગ્નલ અપાયું છે. સૌરાષ્ટ્રમાં 10,મધ્ય ગુજરાતમાં એક,દક્ષિણ ગુજરાતમાં એક તેમજ કચ્છમાં 13 ડેમ ઓવરફ્લો છે. અમરેલી અને રાજુલાના ગ્રામ્ય વિસ્તારમાં  છેલ્લા 24 કલાકમાં મધ્યમ વરસાદ વરસ્યો છે. ડોળીયા, માંડળ, ડુંગરપરડા, સાજણાવાવ, નેસડી સહિતના ગામમાં વરસાદ પડ્યો છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 189 તાલુકામાં વરસ્યો વરસાદ

  • સુરેન્દ્રનગરના દસાડામાં એક ઈંચ વરસાદ
  • પંચમહાલના કાલોલમાં એક ઈંચ વરસાદ
  • વલસાડ શહેરમાં એક ઈંચ વરસાદ
  • બનાસકાંઠાના દાંતામાં એક ઈંચ વરસાદ
  • તાપીના વાલોડમાં એક ઈંચ વરસાદ
  • સુરતના ઓલપાડમાં એક ઈંચ વરસાદ
  • દાહોદના ધાનપુરમાં એક ઈંચ વરસાદ
  • ગાંધીનગર શહેરમાં એક ઈંચ વરસાદ
  • દાહોદના ફેતપુરામાં એક ઈંચ વરસાદ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા

વિડિઓઝ

Silver Price All Time High : ચાંદીનો ભાવ પહોંચ્યો ઓલટાઈમ હાઈ, કેટલો થયો ભાવ?
Harsh Sanghavi : નાયબ મુખ્યમંત્રી સંઘવીએ નામ લીધા વગર મેવાણી પર શું કર્યા પ્રહાર?
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુટલેગર
Hun To Bolish : હું તો બોલીશના અહેવાલની અસર, રાજકોટમાં મળી આવ્યા 'ગોગો' પેપર
Hun To Bolish : હું તો બોલીશ : ગંજેડીનો 'ગોગો' બંધ કરો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
ફિલિપાઇન્સની રાજધાનીમાં ભીષણ આગ, 500થી વધુ મકાન બળીને ખાક, પરિવાર થયા બેઘર
ફિલિપાઇન્સની રાજધાનીમાં ભીષણ આગ, 500થી વધુ મકાન બળીને ખાક, પરિવાર થયા બેઘર
OLA, Bajaj, અને Ather ની બાદશાહત ખતમ! ઇલેક્ટ્રિક સ્કૂટર વેંચાણમાં આ કંપની બની નંબર વન
OLA, Bajaj, અને Ather ની બાદશાહત ખતમ! ઇલેક્ટ્રિક સ્કૂટર વેંચાણમાં આ કંપની બની નંબર વન
Match Fixing:મેચ ફિક્સિંગના ગુનામાં શું થઇ શકે છે સજા? ભારતીય દંડ સંહિતાની કઈ કલમો થાય છે લાગૂ?
Match Fixing:મેચ ફિક્સિંગના ગુનામાં શું થઇ શકે છે સજા? ભારતીય દંડ સંહિતાની કઈ કલમો થાય છે લાગૂ?
પાકિસ્તાનનો ચોંકાવનારો નિર્ણય, 1947 પછી પહેલીવાર બાળકોને શીખવવામાં આવશે સંસ્કૃત, શાળાઓમાં મળશે ગીતા જ્ઞાન
પાકિસ્તાનનો ચોંકાવનારો નિર્ણય, 1947 પછી પહેલીવાર બાળકોને શીખવવામાં આવશે સંસ્કૃત, શાળાઓમાં મળશે ગીતા જ્ઞાન
Embed widget