ગુજરાતની સ્કૂલોમાં કોરોનાએ મચાવ્યો કાળો કેરઃ ગીર સોમનાથની 4 સ્કૂલોમાં કોરોનાની એન્ટ્રી, ભરુચમાં 3 સ્કૂલો કરી દેવાઇ બંધ
વેરાવળ આદિત્ય બિરલા સ્કૂલમાં 02 શિક્ષક, જે.પી.શાળામાં 01 વિધાર્થી, આદરી પ્રાથમિક શાળા ના 01 શિક્ષક અને ગીર ગઢડાની શાળાના આચાર્ય કોરોના પોઝિટિવ. આવ્યા છે.
અમદાવાદઃ ગુજરાતની સ્કૂલોમાં કોરોનાએ ફરી એકવાર હાહાકાર મચાવ્યો છે. અનેક સ્કૂલોમાં કોરોનાના કેસો સામે આવી રહ્યા છે. ત્યારે ગીર સોમનાથની શાળામાં કોરોનાનો પગ પેસારો થયો છે. વેરાવળ આદિત્ય બિરલા સ્કૂલમાં 02 શિક્ષક, જે.પી.શાળામાં 01 વિધાર્થી, આદરી પ્રાથમિક શાળા ના 01 શિક્ષક અને ગીર ગઢડાની શાળાના આચાર્ય કોરોના પોઝિટિવ. આવ્યા છે.
વેરાવળના બાદલપરા ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થી અને શિક્ષિકા બાદ વધુ શાળાઓમાં કોરોનાનો કહેર છે. શિક્ષણ વિભાગ દ્વારા તકેદારીના ભાગ રૂપે કોરોના સંક્રમિત શાળાઓમાં સાત દિવસ માટે ઓફલાઇન શિક્ષણ બંધ કરવા આદેશ કરાયો છે. સંક્રમિત શિક્ષકો અને વિદ્યાર્થીના સંપર્કમાં આવેલ લોકોના ટેસ્ટીંગ હાથ ધરવામાં આવ્યા છે. શિક્ષણ વિભાગ અને આરોગ્ય વિભાગ દ્વારા સંયુક્ત કામગીરી હાથ ધરવામાં આવી. વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે સાવચેતીરૂપ કિસ્સો છે. શાળાઓમાં કોરોનાના નિયમોનું ચુસ્ત પાલન કરાવવું જરૂરી છે.
ભરૂચમાં ત્રણ શાળાઓએ કોરોના સંક્રમણ વધતા ઓફલાઇન વર્ગો બંધ કરવાનો નિર્ણય લીધો છે. સર્વનમન, એમિટી અને જીએનએફસી સ્કૂલોએ ઓફલાઈન વર્ગો બંધ કર્યા છે.
Rajkot: ઉપલેટાની સ્કૂલમાં એક સાથે 12 વિદ્યાર્થીઓને કોરોનાનો ચેપ લાગતાં મચ્યો ખળભળાટ
રાજકોટઃ ગુજરાતમાં ફરી એકવા કોરોના સંક્રમણ વકરી રહ્યું છે. બીજી તરફ સ્કૂલોમાં પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સંક્રમિત બની રહ્યા છે. જિલ્લાના ઉપલેટાની મધર પ્રાઇડ સ્કૂલમાં એક સાથે 12 બાળકો કોરોના પોઝિટિવ આવ્યા છે. એક બાળકીનો ટેસ્ટ કરાવ્યા બાદ અન્ય બાળકોનો ટેસ્ટ કરતા એક સાથે 12 વિદ્યાર્થીઓને કોરોના આવ્યા હતા. જિલ્લા શિક્ષણ અધિકારી બી.એસ કૈલાએ આઠ દિવસ માટે સ્કૂલ બંધ કરવાના આદેશ આપ્યા છે. રાજકોટ શહેરની સાથે જિલ્લામાં પણ વિદ્યાર્થીઓમાં કોરોનાનાનું સંક્રમણ વધ્યું છે.