શોધખોળ કરો

ગુજરાતમાં નોકરીના નિયમો બદલાયા: હવે 10 કલાક કામ અને મહિલાઓને નાઇટ શિફ્ટની મંજૂરી

Gujarat Shops and Establishments Act 2026: વિધાનસભામાં સુધારા વિધેયક સર્વાનુમતે પસાર, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને મળશે વેગ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ગુજરાત વિધાનસભામાં દુકાન અને સંસ્થા સુધારા વિધેયક પસાર થયું.
  • મહિલાઓ હવે સુરક્ષા સાથે રાત્રિ પાળીમાં કામ કરી શકશે.
  • ઓવરટાઇમ મર્યાદા વધારી, 20 કર્મચારીઓથી નોંધણી ફરજિયાત.
  • કામના કલાકો અને વિરામમાં ફેરફાર, વેપારને પ્રોત્સાહન.

Gujarat Shops and Establishments Act 2026: ગુજરાત વિધાનસભા ખાતે મંગળવાર, 17 ફેબ્રુઆરી 2026 ના રોજ શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા 'ગુજરાત દુકાન અને સંસ્થા (સુધારા) વિધેયક' રજૂ કરવામાં આવ્યું હતું, જે ગૃહમાં સર્વાનુમતે પસાર થયું છે. આધુનિક સમયની માંગ અને 'ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ'ને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકારે દાયકાઓ જૂના નિયમોમાં મોટા ફેરફાર કર્યા છે. હવેથી રાજ્યમાં દૈનિક કામના કલાકો 9 થી વધારીને 10 કરવામાં આવ્યા છે. આ સુધારાનો મુખ્ય હેતુ શ્રમયોગીઓની આર્થિક સુખાકારી વધારવાની સાથે વેપારીઓ અને સ્ટાર્ટ અપ્સને વહીવટી પ્રક્રિયામાં રાહત આપવાનો છે. ખાસ કરીને જે સંસ્થાઓમાં 20 થી વધુ કર્મચારીઓ છે, તેમને જ હવે આ કાયદા હેઠળ નોંધણી કરાવવી પડશે.

મહિલા સશક્તીકરણ: સુરક્ષા સાથે રાત્રિ પાળીમાં કામ કરવાની છૂટ

નવા કાયદામાં મહિલા શ્રમયોગીઓ માટે રોજગારીની તકો વધારવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. હવે મહિલાઓ તેમની સંમતિથી રાત્રે 9 થી સવારના 6 કલાક દરમિયાન નાઇટ શિફ્ટ કરી શકશે. જોકે, આ માટે સંસ્થાએ મહિલાઓની સુરક્ષા, ગરિમા અને સન્માન જળવાય તેની ખાતરી કરવી પડશે. માલિકોએ મહિલા કર્મચારીઓ માટે અલગ આરામ ખંડ, શૌચાલય, રાત્રિ ઘોડીયાઘર અને ઘર સુધી લાવવા લઈ જવાની વાહન વ્યવસ્થા પૂરી પાડવી અનિવાર્ય રહેશે. જાતીય સતામણી સામે રક્ષણ અને સુરક્ષિત વાતાવરણ આપવાની શરતે જ આ પરવાનગી મળશે.

ઓવરટાઇમ અને રજિસ્ટ્રેશનના નિયમોમાં રાહત

રાજ્ય સરકારે નાના વેપારીઓ અને ઉદ્યોગોની ઉત્પાદકતા વધારવા માટે ઓવરટાઇમની મર્યાદામાં પણ વધારો કર્યો છે:

  • ઓવરટાઇમ મર્યાદા: ત્રણ મહિનામાં ઓવરટાઇમની મર્યાદા 125 કલાકથી વધારીને 144 કલાક કરવામાં આવી છે.
  • નવા રજિસ્ટ્રેશન નિયમ: અગાઉ 10 કર્મચારીઓ પર નોંધણી ફરજિયાત હતી, જે મર્યાદા હવે વધારીને 20 કર્મચારીઓની કરવામાં આવી છે. જે સંસ્થાઓમાં 20 થી ઓછા કર્મચારી છે તેમણે માત્ર ઓનલાઈન જાણ કરવાની રહેશે, નોંધણીની જરૂર રહેશે નહીં.
  • કામના કલાકો: સળંગ કામના કલાકોની મર્યાદા 5 થી વધારીને 6 કલાક કરાઈ છે, ત્યારબાદ વિરામ આપવો જરૂરી રહેશે.

વિકસિત ભારત@2047 ના વિઝન તરફ આગેકૂચ

મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ ઉમેર્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ સુધારો "મિનિમમ ગવર્મેન્ટ અને મેક્સીમમ ગવર્નન્સ"ની નીતિને સાર્થક કરે છે. આ ફેરફારોથી વર્ષના 365 દિવસ સંસ્થાઓ ચલાવવાની સ્વતંત્રતા મળશે, જેનાથી આર્થિક પ્રવૃત્તિઓ તેજ બનશે. હજારો નાના વેપારીઓ અને નવા સાહસિકોને લાયસન્સ રાજમાંથી મુક્તિ મળશે અને રાજ્યના જીડીપીમાં (GDP) મહિલાઓનું યોગદાન વધશે.

Frequently Asked Questions

ગુજરાત દુકાન અને સંસ્થા (સુધારા) વિધેયક 2026 માં શું ફેરફાર કરવામાં આવ્યા છે?

આ વિધેયક દ્વારા દૈનિક કામના કલાકો 9 થી વધારીને 10 કરવામાં આવ્યા છે અને ઓવરટાઇમની મર્યાદા 125 થી 144 કલાક કરી છે. 20 થી વધુ કર્મચારીઓ ધરાવતી સંસ્થાઓ માટે નોંધણી ફરજિયાત છે.

મહિલા શ્રમયોગીઓ માટે રાત્રિ પાળીમાં કામ કરવા અંગે શું જોગવાઈ છે?

મહિલાઓ તેમની સંમતિથી રાત્રે 9 થી સવારે 6 દરમિયાન કામ કરી શકશે, જો સંસ્થા તેમની સુરક્ષા, ગરિમા અને વાહન વ્યવસ્થા સુનિશ્ચિત કરે.

નવા નિયમો હેઠળ સંસ્થા નોંધણી માટે કર્મચારીઓની ઓછામાં ઓછી સંખ્યા કેટલી હોવી જોઈએ?

20 થી વધુ કર્મચારીઓ ધરાવતી સંસ્થાઓએ જ હવે આ કાયદા હેઠળ નોંધણી કરાવવી પડશે. 20 થી ઓછા કર્મચારીઓ ધરાવતી સંસ્થાઓએ માત્ર ઓનલાઈન જાણ કરવાની રહેશે.

કામના કલાકોની મર્યાદા અને વિરામ અંગે શું ફેરફાર થયો છે?

સળંગ કામના કલાકોની મર્યાદા 5 થી વધારીને 6 કલાક કરવામાં આવી છે. ત્યારબાદ કર્મચારીને વિરામ આપવો જરૂરી રહેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
બનાસકાંઠામાંથી ઝડપાયા નશાના સોદાગરો, 19.80 લાખના હેરોઈન સાથે ચાર શખ્સો ઝડપાયા
બનાસકાંઠામાંથી ઝડપાયા નશાના સોદાગરો, 19.80 લાખના હેરોઈન સાથે ચાર શખ્સો ઝડપાયા
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત
ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત
મહેસાણામાં પોલીસનું મેગા ઓપરેશન, ડ્રોનની મદદથી દેશી દારૂના અડ્ડા પર દરોડા
મહેસાણામાં પોલીસનું મેગા ઓપરેશન, ડ્રોનની મદદથી દેશી દારૂના અડ્ડા પર દરોડા
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
India Chief Selector: રોહિત શર્માને હટાવવા માંગતો હતો અગરકર, હવે પોતાની જ નોકરી ખતરામાં
India Chief Selector: રોહિત શર્માને હટાવવા માંગતો હતો અગરકર, હવે પોતાની જ નોકરી ખતરામાં
કૉલ ડ્રોપથી પરેશાન થઈ ગયા છો? TRAIએ આપી આ કામ કરવાની સલાહ
કૉલ ડ્રોપથી પરેશાન થઈ ગયા છો? TRAIએ આપી આ કામ કરવાની સલાહ
બનાસકાંઠામાંથી ઝડપાયા નશાના સોદાગરો, 19.80 લાખના હેરોઈન સાથે ચાર શખ્સો ઝડપાયા
બનાસકાંઠામાંથી ઝડપાયા નશાના સોદાગરો, 19.80 લાખના હેરોઈન સાથે ચાર શખ્સો ઝડપાયા
RBI Repo Rate: RBI એ રેપો રેટને લઈ કરી મોટી જાહેરાત, જાણો તમારી લોન પર શું થશે અસર?
RBI Repo Rate: RBI એ રેપો રેટને લઈ કરી મોટી જાહેરાત, જાણો તમારી લોન પર શું થશે અસર?
તમિલનાડુમાં મહિલાઓને મળશે સોનાનો સિક્કો અને સિલ્ક સાડી યોજના, વિજય સરકારની મોટી જાહેરાત
તમિલનાડુમાં મહિલાઓને મળશે સોનાનો સિક્કો અને સિલ્ક સાડી યોજના, વિજય સરકારની મોટી જાહેરાત
Embed widget