શોધખોળ કરો

ગુજરાતના 16 જિલ્લામાં માવઠાની ઘાત: જાણો આજે ક્યાં-ક્યાં પડશે કમોસમી વરસાદ?

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાત સહિત સંઘ પ્રદેશોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા; 8 એપ્રિલથી ફરી ગરમીનો પારો ઊંચકાશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • રાજ્યના ૧૬ જિલ્લાઓમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી.
  • સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની સંભાવના છે.
  • ૭ એપ્રિલે કચ્છ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડશે.
  • ૮ એપ્રિલથી તાપમાન વધતા ફરી ગરમીનો અનુભવ થશે.

ગુજરાતમાં ખેડૂતો અને સામાન્ય જનતા પર માવઠાનું સંકટ હજુ ટળવાનું નામ નથી લઈ રહ્યું. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે હવામાન વિભાગે આજે રાજ્યના 16 જેટલા જિલ્લાઓ અને સંઘ પ્રદેશોમાં કમોસમી વરસાદ ખાબકવાની આગાહી કરી છે. આજે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. આટલું જ નહીં, આગામી 7 એપ્રિલે પણ રાજ્યના કેટલાક ભાગોમાં માવઠાનું એલર્ટ આપવામાં આવ્યું છે. જોકે, આ વરસાદી માહોલ બાદ 8 એપ્રિલથી તાપમાન વધતા ફરી એકવાર લોકોને કાળઝાળ ગરમીનો સામનો કરવો પડશે.

આજે ક્યાં-ક્યાં પડશે વરસાદ?

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે રાજ્યના વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે.

સૌરાષ્ટ્ર: ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં માવઠું આવી શકે છે.

મધ્ય ગુજરાત: મહીસાગર, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા અને છોટા ઉદેપુરમાં કમોસમી વરસાદની આગાહી છે.

દક્ષિણ ગુજરાત: ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં પણ વાતાવરણ પલટાઈ શકે છે અને વરસાદ પડવાની સંભાવના છે.

આ ઉપરાંત સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે.

7 એપ્રિલ માટે પણ અપાયું એલર્ટ

આગામી બે દિવસ બાદ એટલે કે 7 એપ્રિલે પણ હવામાનમાં પલટો જોવા મળશે. હવામાન વિભાગે આ દિવસે કચ્છની સાથે-સાથે સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં માવઠાની આગાહી કરી છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ કમોસમી વરસાદ પડી શકે છે. આ ઉપરાંત પંચમહાલ, મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં પણ ગાજવીજ સાથે હળવો વરસાદ ખાબકવાની પૂરી સંભાવના છે.

8 એપ્રિલથી ફરી ગરમીનો પ્રકોપ વધશે

જે લોકોને અત્યારે વાદળછાયા વાતાવરણથી થોડી રાહત મળી છે, તેમના માટે પણ એક અપડેટ છે. હવામાન વિભાગ મુજબ, 8 એપ્રિલ બાદ આ કમોસમી વરસાદનો દોર પૂરો થશે અને લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો નોંધાશે. તાપમાન વધતાની સાથે જ રાજ્યમાં ફરીથી ગરમીનો પારો ઊંચકાશે અને ઉનાળાની આકરી ગરમી શરૂ થઈ જશે.

નોંધનીય છે કે, હવામાન વિભાગ દ્વારા 4 થી 8 એપ્રિલ દરમિયાન કેરળ, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં વરસાદ અને ભારે પવન ફૂંકાશે. મહારાષ્ટ્ર અને આપણા ગુજરાતમાં પણ વાતાવરણમાં પલટો આવશે. તેમાં પણ 4 થી 6 એપ્રિલ સુધી તમિલનાડુ, પુડુચેરી અને કેરળમાં ભારે વરસાદની વિશેષ સંભાવના છે.

Frequently Asked Questions

ગુજરાતમાં કમોસમી વરસાદ ક્યાં સુધી ચાલુ રહેશે?

હવામાન વિભાગ મુજબ, 8 એપ્રિલ બાદ કમોસમી વરસાદનો દોર પૂરો થશે અને રાજ્યમાં ફરીથી ગરમીનો પ્રકોપ વધશે.

આજે કયા કયા જિલ્લાઓમાં માવઠાની આગાહી છે?

આજે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના 16 જેટલા જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.

7 એપ્રિલે ક્યાં ક્યાં કમોસમી વરસાદ પડી શકે છે?

7 એપ્રિલે કચ્છ, સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, જામનગર, અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી તેમજ મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં માવઠાની આગાહી છે.

કમોસમી વરસાદ બાદ હવામાન કેવું રહેશે?

8 એપ્રિલથી તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે અને રાજ્યમાં ફરીથી કાળઝાળ ગરમીનો અનુભવ થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
Embed widget