શોધખોળ કરો
Advertisement
ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણીઃ આ 8 બેઠક પર ભાજપ અને કોંગ્રેસના કયા નેતા વચ્ચે જામશે જંગ, જુઓ આ રહ્યું લિસ્ટ
19 ઓક્ટોબર સુધી ઉમેદવારી ફોર્મ પાછા ખેંચી શકાશે. 3 નવેમ્બરે મતદાન થશે અને 10 નવેમ્બરે પરિણામ જાહેર થશે.
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની 8 બેઠક પરની પેટા ચૂંટણી માટે કોંગ્રેસ અને ભાજપ દ્વારા 8 ઉમેદવારના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ફોર્મ ભરવાના છેલ્લા દિવસે લીંબડી બેઠક પર જાહેર થયેલા કોંગ્રેસના ચેતન ખાચરે ઉમેદવારી નોંધાવી હતી. ભાજપ દ્વારા તમામ 8 બેઠક પર ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે. આ 8 બેઠક પર ભાજપ અને કોંગ્રેસે જાહેર કરેલા નેતાઓ વચ્ચે જંગ જામશે.
બેઠક ભાજપના ઉમેદવાર કોંગ્રેસના ઉમેદવાર
ધારી જે.વી. કાકડિયા સુરેશ કોટડિયા
મોરબી બ્રિજેશ મેરજા જયંતિ જયરાજ
ગઢડા આત્મારામ પરમાર મોહન સોલંકી
કરજણ અક્ષય પટેલ કિરીટસિંહ જાડેજા
અબડાસા પ્રદ્યુમનસિંહ જાડેજા શાંતિલાલ સેંઘાણી
ડાંગ વિજય પટેલ સૂર્યકાંત ગાવિત
કપરાડા જીતુ ચૌધરી બાબુ વરઠા
લીંબડી કિરીટસિંહ રાણા ચેતન ખાચર
ગુજરાતમાં કેમ યોજાઈ રહી છે પેટા ચૂંટણી
કોંગ્રેસમાં મોટાપાયે તોડફોડ થતાં માર્ચમાં 5 અને તે પછી ત્રણ ધારાસભ્યો મળીને કોંગ્રેસના કુલ 8 ધારાસભ્યોએ રાજ્યસભાની ચૂંટણી પહેલા રાજીનામા આપ્યા હતા. જેના પગલે આ બેઠકો ખાલી પડતાં પેટા ચૂંટણી યોજાઈ રહી છે.
10 નવેમ્બરે પરિણામ
ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી માટે 16 ઓક્ટોબર ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે. 17 ઓક્ટોબરે ઉમેદવારી પત્ર ચકાસણી થશે. 19 ઓક્ટોબર સુધી ઉમેદવારી ફોર્મ પાછા ખેંચી શકાશે. 3 નવેમ્બરે મતદાન થશે અને 10 નવેમ્બરે પરિણામ જાહેર થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion